એક પરિવાર રહેતો હતો. પરિવારમાં બે ભાઇ, બંને ભાઈ ની વહુ માતા-પિતા અને બાળકો હળી મળીને રહેતા હતા. ઘણી વખત નાની મોટી વાત પર દેરાણી અને જેઠાણી માં તકરાર થઈ જતી. પરંતુ અંતે બધા હળી-મળીને સુખેથી રહેતા હતા.
એક દિવસની વાત છે દેરાણી અને જેઠાણી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. એકબીજા વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ, એ જ સમયે તે બંનેના સાસુ પણ બહાર હોવાથી આ બોલાચાલી થોડા સમય સુધી એમનેમ ચાલતી રહી.
જોતજોતામાં સામાન્ય દેખાતો ઝગડો મોટો થઈ ગયો અને ખૂબ જ નાની એવી વાતમાં બન્ને ઝઘડો તો કર્યો પરંતુ બંને એ એકબીજાનું મોઢું પણ હવે નહિ જોવું તેવા સમ ખાઈ લીધા. અને બંને દેરાણી અને જેઠાણી પોતપોતાના રૂમમાં જઈ રૂમનો દરવાજો બંધ કરી દીધો.
ઘરમાં રસોઈ બનાવવાની બાકી હતી, થોડા જ સમયમાં બધાનો જમવાનો પણ સમય થવાનો હતો. પરંતુ દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હોવાથી બન્ને પોતપોતાના રૂમમાં હતા. બંને બસ મનમાં એ જ વિચાર કરી રહ્યા હતા કે વાંક કોનો હતો?
એ બંને વિચારમાં એવા મશગુલ હતા કે રસોઈનો સમય થઈ ગયો પરંતુ દેરાણી અને જેઠાણીએ કોઈએ પણ રસોઈ નહોતી બનાવી. એવામાં અચાનક જ દેરાણી જે રૂમમાં હતી તે દરવાજો કોઈએ ખખડાવ્યો.