દહેજમાં મળેલી ગાડી પુરઝડપે ચલાવી રહેલા પતિને પત્નીએ ધીમી ચલાવવા કહ્યું તો પતિએ એવો જવાબ આપ્યો કે…

પ્રિયા આ બધું જોઈને એકદમ હેબતાઈ ગઈ તેમ છતાં સ્વસ્થ થઈને ગાડીની નીચે ઉતરીને તે માણસ પાસે ગઈ તે માણસની હાલત જોઈને પ્રિયા સ્તબ્ધ રહી ગઈ કારણકે એ માણસ ને એક પગ જ નહોતો અને તે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે માણસ પાસે જઈને પ્રિયાએ હાથ જોડીને માફી માંગી અને કહ્યું માફ કરી દો ભાઈ અમને તમને કશું વાગ્યું તો નથી ને?

માણસે ઈશારો કરીને ના પાડી અને ત્યાંથી રસ્તો ઓળંગીને સામે જતો રહ્યો.

તે માણસ પાસે માફી માંગી એ બધું પાર્થ અંદર બેઠો બેઠો જોઈ રહ્યો હતો પછી પ્રિયા જેવી ગાડીમાં અંદર આવી કે તરત જ તેના ઉપર ગુસ્સે થઈને કહ્યું અરે તે માણસ ની માફી માંગવાની શું જરૂર હતી એ આમ પણ ભિખારી જેવો જ લાગતો હતો, આવા ભિખારીઓને મોઢે ન લાગવું જોઈએ અને તમારા જેવા લોકોને કારણે જ આવા લોકોને હિંમત વધી જાય છે.

એટલે અચાનક જ પ્રિયા હસવા લાગી, પાર્થ એ તેને પૂછ્યું તું કેમ અચાનક હસવા લાગી એટલે પ્રિયાએ જવાબ આપતા કહ્યું માની લો કે એ કદાચ ભિખારી હશે પરંતુ એ ભિખારી તો મજબૂર હતો એટલા માટે ભીખ માંગી રહ્યો હતો નહીંતર માણસો પાસે બધું હોવા છતાં એ લોકો ભીખ માંગે છે દહેજ સ્વરૂપે. શું તમને ખબર છે કે એક દીકરીના લગ્ન કરવા માટે માતા-પિતા બંને લોહી પાણી એક કરી નાખતા હોય છે જેથી કરીને એ દહેજ ચૂકવી શકે તમે તો પણ પપ્પા પાસે ગાડી માંગી હતી તો ખરેખરમાં ભિખારી કોણ થયું પેલો રસ્તે જનાર લાચાર વ્યક્તિ કે પછી….? પ્રિયા આગળ કશું બોલી ન શકી.

પ્રિયાના મોઢેથી આવા શબ્દો સાંભળીને ખરેખર પાર્થ અને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને નીચે જોઈને માત્ર બધું સાંભળતો રહ્યો આજે કદાચ એને સમજાઈ ગયું હતું કે ભિખારી કોને કહેવાય…

એક દિકરીનો પિતા તેના દિલના ટુકડાને ૨૦ વર્ષો સુધી સંભાળીને રાખે છે, અને બીજાને દાન કરે છે જેને કન્યાદાન કહેવાય છે જેથી કરીને બીજાનો પરિવાર ચાલે અને નવી ગૃહસ્થી શરુ થાય. હવે આની ઉપર પણ જો ઘણા લોકો દહેજ માંગે તો એ ખરેખર ભીખ કહેવાય કે કેમ?

મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel