દહેજમાં મળેલી ગાડી પુરઝડપે ચલાવી રહેલા પતિને પત્નીએ ધીમી ચલાવવા કહ્યું તો પતિએ એવો જવાબ આપ્યો કે…

પાર્થ અને પ્રિયાના લગ્ન થયાને લગભગ એક મહિનો પણ નહોતો થયો, બંને લોકો આજે બહાર લોંગ ડ્રાઈવ પર જવાના હતા. જો કે લગ્નના બીજા દિવસથી જ બંને લોકો અવારનવાર દહેજ માં મળેલી ગાડી લઈને લોંગ ડ્રાઈવ પર જતા રહેતા.

પાર્થ ગાડીને કાયમ ખૂબ જ ઝડપથી ચલાવતો આ વાત પ્રિયાને જરા પણ ન ગમતી તેમ છતાં તે કશું બોલતી નહીં અને ચલાવી લેતી. પરંતુ આજે તેને નક્કી કર્યું હતું કે જો આજે પણ લોંગ ડ્રાઈવ પર જઈએ અને પાર્થ ગાડીને ઝડપથી ચલાવે તો આજે હું તેને કહીશ.

અને બંને જણા રાત્રે લોંગ ડ્રાઈવ પર નીકળ્યા અને દર વખતની જેમ આજે પણ પાર્થ એકદમ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો એટલે પ્રિયાએ તેને કહ્યું પ્લીઝ ગાડી ધીમે ચલાવો.

અને પાર્થે જાણે એ સાંભળ્યું જ ન હોય એ રીતે ગાડી ચલાવતો રહ્યો થોડા સમય પછી પ્રિયાએ તેને ફરી પાછું કહ્યું ત્યારે પાર્થ એ પ્રિયાને જવાબ આપતા કહ્યું, અરે ડાર્લિંગ… મને મજા લેવા દે અત્યાર સુધી માત્ર મિત્રો ની ગાડી ચલાવવા મળી છે. હવે વર્ષો પછી જાણે મારી તમન્ના પૂરી થઈ હોય એમ આપણી ગાડી ચલાવી રહ્યો છું.

સાધારણ નોકરી કરી રહેલા પાર્થ એ પોતાની વાતને આગળ વધારતાં કહ્યું હું તો ગાડી ખરીદવાનું ક્યારેય વિચારી પણ ન શકું અને એટલા માટે જ તો તારા પપ્પા પાસેથી આ ગાડી માંગી હતી.

પ્રિય ફરી પાછું થોડા સમય પછી કહ્યું જરા મ્યુઝિક નું વોલ્યુમ તો ઓછું કરી દો એમ કહીને પ્રિયા એ જ મ્યુઝિક નું વોલ્યુમ ધીમુ કર્યું. આ વાત પાર્થને જરા પણ ગમી નહીં… એટલે તરત જ ફરી પાછો તે મ્યુઝિક સિસ્ટમમાં વોલ્યુમ નું બટન શોધીને તેને ફાસ્ટ કરવા લાગ્યો.

તેનું ધ્યાન મ્યુઝિક સિસ્ટમમાં હોવાથી તેનું ધ્યાન રોડ ઉપર સંપૂર્ણપણે નહોતું અને અચાનક જ સામે કોઈ માણસ આવી ગયો. પાર્થ અચાનક બ્રેક લગાવી અને ગાડી ઉભી રાખવાની કોશિશ કરી સદ્નસીબે ગાડી તે માણસ સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ.

તરત જ ગાડીનો કાચ ખોલીને પાર્થ તે માણસ સામો જોર જોરથી બોલવા લાગ્યો, અરે આંધળો થઈ ગયો છો કે શું આવડી મોટી ગાડી દેખાતી નથી??? ગુસ્સામા તે પેલા માણસને ખીજાય રહ્યો હતો અને અપશબ્દો પણ બોલી રહ્યો હતો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel