દાદા મંદિરના રૂમ માં ગયા તો જોયું કે તેનો પૌત્ર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, તેના શબ્દો સાંભળીને દાદા…

દાદા જેમ પોતે પૂજા કરતા એવી જ રીતે પૌત્રને પૂજા કરતો જોઈ દાદાની તબિયત માં અચાનક જ જાણે સુધારો આવી ગયો. મનોમન દાદા હરખાઈ રહ્યા હતા. કારણ કે પહેલી વખત તેનો પૌત્ર પૂજા કરી રહ્યો હતો.

જોકે દાદા દરવાજા પાસે ઉભા હોવાથી પૌત્રને આ વાતની જાણ ન હતી કે દાદા તેને પૂજા કરતો જોઈ રહ્યા છે. તેણે પોતાની પૂજા ચાલુ રાખી.

થોડા સમય પછી અગરબત્તી પ્રગટાવી અને પૌત્ર ભગવાન સમક્ષ રાખી અને પ્રાર્થના કરતાં ભગવાન ને કહ્યું, હે ભગવાન. તમને વંદન. તમે મારા દાદાની તબિયત ખૂબ જ જલ્દી સુધારી આપજો અને દાદીનો પગનો દુખાવો પણ ઠીક કરી આપજો. કારણ કે જો દાદા દાદી ને કંઈક થઈ જશે તો પછી મને ચોકલેટ કોણ અપાવશે.

હજુ પણ દાદા દરવાજે ઉભા ઉભા બધું સાંભળી રહ્યા હતા એવામાં છોકરાએ પોતાની પ્રાર્થના આગળ વધારતાં કહ્યું ભગવાન, મારા બધા મિત્રો ને સારી રીતે રાખજો, નહિતર મારી સાથે ગમ્મત કોણ કરશે? મારા મમ્મી તેમજ મારા પપ્પાને પણ ઠીક રાખજો નહિતર મને મમ્મી પપ્પા નો વહાલ ક્યાંથી મળશે?

ઘરમાં સ્વાન પાડ્યો હતો જેનું નામ ટોમી હતું, તેનો પણ પ્રાર્થનામાં ઉલ્લેખ કરતાં પુત્ર બોલ્યો… ટોમીની તબિયત નું પણ ધ્યાન રાખજો કારણ કે જો એને કંઈ થઈ ગયું તો ઘરને ચોરથી કોણ બચાવશે?

પૌત્ર હવે થોડો મંદિર ની વધુ નજીક જઈને શાંતિથી બોલ્યો… ભગવાન તમે ખોટું ન લગાડો તો એક વાત કહું, બધાનું ધ્યાન રાખજો પરંતુ એ બધાનું ધ્યાન રાખતા પહેલા તમે તમારું ધ્યાન રાખજો, કારણ કે જો તમને કશું થઈ ગયું તો અમારા બધાનું શું થશે?

પૌત્ર ના મુખેથી આ શબ્દો સાંભળીને દરવાજે જ ઊભેલા દાદાના આંખમાંથી આંસુ આવી ગયા, એટલા માટે નહીં કે તેના પૌત્ર એ પૂજા કરી પરંતુ તેઓએ આ દિવસ પહેલા કોઈ દિવસ કોઇના મોઢે આવી પ્રાર્થના સાંભળી પણ ન હતી અને પોતે પણ કોઈ દિવસ આવી પ્રાર્થના ભગવાનને ક્યારેય કરી નહોતી.

error: Content is Protected!