દાદા મંદિરના રૂમ માં ગયા તો જોયું કે તેનો પૌત્ર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, તેના શબ્દો સાંભળીને દાદા…

એક પરિવારના છ સભ્યો રહેતા હતા. દાદા દાદી, તેના દીકરા વહુ અને એક પૌત્ર અને એક પૌત્રી એમ કુલ મળી છ સભ્યો રહેતા હતા. પરિવાર સુખી-સંપન્ન હોવાથી તેઓનું જીવન આનંદથી પસાર થઈ રહ્યું હતું. દરરોજ સવારે દાદા નો નિત્યક્રમ હતો તેઓ સવારના વહેલા જાગી ને તૈયાર થઈને ભગવાનની પૂજા-અર્ચના કરતા.

બાળકો પણ ધીમે ધીમે મોટા થયા પછી દાદા ભેગા પૂજા કરવા બેસતા અને તેઓ દાદાને પૂજા કરતા જોતા. બંને બાળકોને દાદાને પૂજા કરતા જોવામાં રસ પડતો. પરંતુ ખાસ કરીને પૌત્રને દાદાને પૂજા કરતા જોઈ પોતે પણ પૂજા કરવાનું ખૂબ મન થતું. પરંતુ દાદા ની હાજરીમાં તે કઈ રીતે પૂજા કરી શકે.

એક દિવસ સાંજે દાદાની તબિયત ખરાબ થઈ ગઈ. ઘરે ડોક્ટર ની વિઝીટ કરાવવામાં આવી, ડોક્ટરે કહ્યું સામાન્ય તાવ શરદી છે. થોડા દિવસના આરામ કર્યા પછી ઠીક થઈ જશો.

દાદા ને આરામ કરવા માટે કહ્યું તેમ જ દવાઓ આપી એટલે બીજા દિવસે સવારે વહેલા જાગી ને તેઓ પૂજા કરવા માટે સક્ષમ ન હતા.

પૌત્ર ને પણ આ વાતની ખબર હતી એટલે બીજા દિવસે સવારે વહેલો જાગી તૈયાર થઈને દાદાની જેમ જ પૂજા કરવા લાગ્યો. દાદાના રૂમની બાજુમાં જ મંદિર નો રૂમ પણ હતો. મંદિરના રૂમ તરફથી કોઈ પ્રાર્થના કરી રહ્યું હોય એવો ધીમો ધીમો અવાજ આવ્યો એટલે દાદા જાગ્યા અને ધીમેથી પોતાની જગ્યાએથી ઊભા થઈને મંદિરના રૂમ તરફ જવા લાગ્યા.

જેમ મંદિરના રૂમ ની વધુ નજીક ગયા દાદાને સંભળાયું કે તેનો પૌત્ર તેની જેમ જ પૂજા પણ કરી રહ્યો છે અને પ્રાર્થના પણ કરી રહ્યો છે. દાદાની તબિયત ખરાબ હતી એ વાત તો એક બાજુ રહી ગઈ અને મંદિરના રૂમના દરવાજા પાસે ઉભા રહીને દાદા પૌત્ર અને પૂજા કરતો નિહાળવા લાગ્યા.

દાદા જેમ પોતે પૂજા કરતા એવી જ રીતે પૌત્રને પૂજા કરતો જોઈ દાદાની તબિયત માં અચાનક જ જાણે સુધારો આવી ગયો. મનોમન દાદા હરખાઈ રહ્યા હતા. કારણ કે પહેલી વખત તેનો પૌત્ર પૂજા કરી રહ્યો હતો.

જોકે દાદા દરવાજા પાસે ઉભા હોવાથી પૌત્રને આ વાતની જાણ ન હતી કે દાદા તેને પૂજા કરતો જોઈ રહ્યા છે. તેણે પોતાની પૂજા ચાલુ રાખી.

થોડા સમય પછી અગરબત્તી પ્રગટાવી અને પૌત્ર ભગવાન સમક્ષ રાખી અને પ્રાર્થના કરતાં ભગવાન ને કહ્યું, હે ભગવાન. તમને વંદન. તમે મારા દાદાની તબિયત ખૂબ જ જલ્દી સુધારી આપજો અને દાદીનો પગનો દુખાવો પણ ઠીક કરી આપજો. કારણ કે જો દાદા દાદી ને કંઈક થઈ જશે તો પછી મને ચોકલેટ કોણ અપાવશે.

હજુ પણ દાદા દરવાજે ઉભા ઉભા બધું સાંભળી રહ્યા હતા એવામાં છોકરાએ પોતાની પ્રાર્થના આગળ વધારતાં કહ્યું ભગવાન, મારા બધા મિત્રો ને સારી રીતે રાખજો, નહિતર મારી સાથે ગમ્મત કોણ કરશે? મારા મમ્મી તેમજ મારા પપ્પાને પણ ઠીક રાખજો નહિતર મને મમ્મી પપ્પા નો વહાલ ક્યાંથી મળશે?

ઘરમાં સ્વાન પાડ્યો હતો જેનું નામ ટોમી હતું, તેનો પણ પ્રાર્થનામાં ઉલ્લેખ કરતાં પુત્ર બોલ્યો… ટોમીની તબિયત નું પણ ધ્યાન રાખજો કારણ કે જો એને કંઈ થઈ ગયું તો ઘરને ચોરથી કોણ બચાવશે?

પૌત્ર હવે થોડો મંદિર ની વધુ નજીક જઈને શાંતિથી બોલ્યો… ભગવાન તમે ખોટું ન લગાડો તો એક વાત કહું, બધાનું ધ્યાન રાખજો પરંતુ એ બધાનું ધ્યાન રાખતા પહેલા તમે તમારું ધ્યાન રાખજો, કારણ કે જો તમને કશું થઈ ગયું તો અમારા બધાનું શું થશે?

પૌત્ર ના મુખેથી આ શબ્દો સાંભળીને દરવાજે જ ઊભેલા દાદાના આંખમાંથી આંસુ આવી ગયા, એટલા માટે નહીં કે તેના પૌત્ર એ પૂજા કરી પરંતુ તેઓએ આ દિવસ પહેલા કોઈ દિવસ કોઇના મોઢે આવી પ્રાર્થના સાંભળી પણ ન હતી અને પોતે પણ કોઈ દિવસ આવી પ્રાર્થના ભગવાનને ક્યારેય કરી નહોતી.

તેના પૌત્ર ના મોઢે થી આવી સહજ પ્રાર્થના સાંભળીને દાદા પોતાની આંખમાંથી અશ્રુધારા વહેતા રોકી ન શક્યા. કદાચ એટલા માટે જ કહેવામાં આવે છે કે બાળકો મનના ખૂબ જ સ્વચ્છ હોય છે. આપણે પણ ભગવાન સમક્ષ ઘણું માંગીએ છીએ પરંતુ આપણને લગભગ જ કોઈ વખત ખ્યાલ આવતો હોય છે કે ભગવાન પાસે આપણે આપણી સારી તબિયત માટે તો ખૂબ કામના કરીએ છીએ પરંતુ આપણી સારી તબિયત રાખવા માટે ભગવાનનો કોઈ દિવસ આભાર નથી માનતા.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!