બંસી માધવને લઈને તેનું ઘર બતાવે છે. એક રૂમમાં જઈને માધવ ને બંસી પૂછે છે કે આવો બેસો તમને અમારું ઘર કેવું લાગ્યું?
માધવ જવાબ આપતા કહે છે સારું છે પરંતુ તમને જો ખોટું ન લાગે તો એક વાત પૂછવી છે.
બંસીએ કહ્યું બોલોને.
માધવ એ કહ્યું કે તમારું નામ બીટુ છે કે બંસી?
બંસી એ કહ્યું મારું નામ તો બંસી છે પરંતુ બધા વહાલથી મને બીટુ કહીને બોલાવે છે. સોરી બધા નહીં પણ મમ્મી પપ્પા. બીજું તો ઘરમાં કોઈ વહાલ કરે એવું છે જ નહીં.
માધવ એ કહ્યું હા તમારી વાતને હું સમજી શકું છું, કારણ કે હું પણ તમારી જેમ એકલો જ છું.
બંસી એ કહ્યું એટલે તમને પણ મારી જેમ ભાઈ બહેન નો પ્રેમ નથી મળ્યો?
માધવ એ કહ્યું ના, હું પણ મારા મમ્મી પપ્પાને એકનો એક દીકરો છું.
બંસીએ કહ્યું ના મારી જેમ નહીં, તમારી અને મારી પરિસ્થિતિમાં ઘણો ફરક છે. ભલે તમે અને હું બંને પોતાના માતા પિતાના એકના એક સંતાન છીએ છતાં તમે મારી વ્યથા નહીં સમજી શકો.
માધવ એ કહ્યું તમને કેમ એવું લાગે છે કે હું તમને નહીં સમજી શકું?
બંસીએ કહ્યું અત્યારે આપણે એ વાત રહેવા દઈએ, તો સારું.
માધવ એ કહ્યું જેવી તમારી ઈચ્છા, તમારો મારા વિશે શું વિચાર છે?
બંસી એ કહ્યું હું એ જાણીને ખુશ છું કે તમે મારા વિશે જાણવા માંગો છો, તમે મને સમજો છો, પણ… આટલું બોલીને તે ગભરાઈ જાય છે.
માધવ એ કહ્યું કેમ અટકી ગયા? હું તમને સાંભળી જ રહ્યો છું, તમે તમારા મનની વાત મને કહી શકો છો અને હું તમને વચન આપું છું કે આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે.
બંસી એ કહ્યું તમે મને ગમતા નથી એવું નથી પણ હું તમને લગ્ન માટે હા તો નહીં જ પાડી શકું.
માધવ એ કહ્યું તમે મને પસંદ કરો છો તો લગ્નની ના કેમ પાડી રહ્યા છો?
બંસી એ કહ્યું મારે તમારી સાથે લગ્ન નથી કરવા એવું નથી પરંતુ મારે લગ્ન જ નથી કરવા, કારણ કે મારા મનમાં એક પ્રશ્ન મને મૂંઝવે છે કે હું સાસરીમાં ચાલી જઈશ પછી મારા માતા-પિતાનું શું? અત્યારે તો એટલા સક્ષમ છે કે પોતે કામ કરીને કમાઈ શકે અને પોતાનું ભરણપોષણ કરી શકે, પરંતુ જ્યારે તે પોતાની વૃદ્ધાવસ્થાએ પહોંચશે, જ્યારે તેમનામાં કામ કરવાની શક્તિ નહીં રહે ત્યારે તેમના ઘડપણ નો સહારો કોણ? મારે તો કોઈ ભાઈ પણ નથી કે તેમની વૃદ્ધાવસ્થામાં સેવા કરી શકે. એમના માટે તો પોતાનું જ ઘર એક વૃદ્ધાશ્રમ જેવું જ થઈ જશે.
માધવ એ કહ્યું તમે પણ શું આ સમાજના લોકો જેવી વિચારસરણી લઈને બેઠા છો લગ્ન પછી તમે મારા માતા-પિતાને પોતાના માતા પિતા માની શકો તો શું હું તમારા માતા-પિતાને મારા માતા પિતા ન માની શકું? શું લગ્ન પછી માત્ર બે વ્યક્તિ જ સંબંધમાં જોડાય છે તમે એવું માનો છો પરંતુ મારું માનવું તો એવું છે કે લગ્ન પછી બે પરિવારનું જોડાણ થાય છે.
બંસીએ કહ્યું જો તમે ખરેખર મારા માતા-પિતા ને તમારા માતા પિતાની જેમ જ સાથે રાખવા માંગતા હોય અને જમાઈ નહીં પરંતુ દીકરા બનીને રહેવા માંગતા હોય તો મારી લગ્ન માટે હા છે. (તે મનોમન હરખાય છે)
માધવ એ કહ્યું જો તમારી આ લગ્ન માટે હા હોય તો આપણે બંને ખરેખર ખુશનસીબ હોઈશું, આજ સુધી આપણને બંનેને એક પિતાની છત્રછાયા અને માતાની મમતા મળી છે પરંતુ હવે બે પિતાની છત્રછાયા અને બે માતાની મમતા મળશે.
બંનેનું નક્કી કરી દેવામાં આવ્યું અને સગાઈ પણ કરવામાં આવી, સગાઈ પછી બંસી એક દિવસ બેઠા બેઠા વિચારી રહી હોય છે કે આ સમાજમાં મારા જેવી ઘણી બંસીઓ છે, કે જે મનમાં એ વાતથી મૂંઝાતી હોય છે કે મારા સાસરીમાં ગયા પછી મારા માતા-પિતાનું કોણ? તેમના ઘડપણનો સહારો કોણ બનશે? મારે તો ભાઈ પણ નથી કે તેઓની સેવા કરે, તો આવી દરેક બંસી ને જો માધવના પરિવાર જેવો પરિવાર મળે તો રાજી ખુશીથી પોતાની જિંદગી વિતાવી શકે. અને જો આવું થાય તો આપણા સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર જ ના પડે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.