બસ સ્ટેશન જવાની ઉતાવળમાં રસ્તામાં એક્સિડન્ટ થયું, રસ્તા વચ્ચે સામેની મોટરમાંથી એક ભાઈ ઉતર્યા નજીક આવીને એવું કહ્યું કે...

હું મોટાભાગે બસ સ્ટેશન જવાનું થાય ત્યારે કોઈ મિત્ર કે પાડોશી ભેગો જ જાઉં છું, પરંતુ આજે જરા અચાનક જવાનું થયું અને તેમાં પણ ઉતાવળ માં હતો, એટલે મોબાઈલ કાઢીને તરત જ કેબ બુક કરી નાખી, આંગળીના ટેરવે હવે કેટ કેટલી સુવિધાઓ મળે છે તો શું કામ ફાયદો ન ઉપાડીએ?

થોડા સમય પછી કેબ આવી ગઈ એટલે હું ટેક્ષી માં બેસી ને બસ સ્ટેશન જવા માટે જઈ રહ્યો હતો. ત્યાં જ એક ફ્લેટ ના પાર્કિંગ માંથી એક મોટર વાળો ઝડપ થી પાર્કિંગ ની બહાર આવ્યો. ટેક્ષી વાળા એ જોરદાર બ્રેક મારતા મારું એકસીડન્ટ થયું. કંઈ જ નુકશાન એક પણ વાહન માં નહોતું થયું. બધો વાંક મોટર ચલાવવા વાળા નો હતો.

તેમ છતાં તે મોટર માંથી બહાર આવી અને ટેક્ષી વાળા પર ગુસ્સો કરવા લાગ્યો. અને સાથે સાથે રોફ જમાવવા માટે ખુબ ગાળો પણ બોલવા લાગ્યો. ટેક્ષીવાળો કશું જ બોલ્યો નહિ અને ત્યાંથી ચાલતો થયો. ત્યારે મને પણ થયું કે મોટર વાળા નો જ બધો વાંક હતો, તેમ છતાં તેની ગાળો કેમ સાંભળી? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ તો આપણી નજર બરાબર હતી. એટલે બહુ વાગ્યું નથી, નહીં તો આપણે બંને ને અત્યારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોત. ત્યારે ટેક્ષીવાળા એ કહ્યું કે ભાઈ બોલતા તો બધાને આવડે છે. પણ આવા લોકો કચરા ગાડી કહેવાય તેની સાથે માથાકૂટ કરાય નહિ. આટલી વાત સાંભળતા મને ટેક્ષીવાળા ની વાત સાંભળવાની જીજ્ઞાશા થઈ, અને મેં પૂછ્યું કે ભાઈ તે મોટર વાળા ને કચરા ગાડી કેમ કહી? તે મને સમજાયું નહિ તો મને સમજાવો.

ત્યારે ટેક્ષીવાળા એ મને વાત કરી તે સાંભળીને મને પણ આશ્ચર્ય થયું તેને વાત કરતા કહ્યું કે, આવા લોકો પોતાના મગજ માં હવા રાખી ને ફરતા હોય છે. તે તેના ઘર માં દુકાન માં કે કોઈ પણ જગ્યા એ બધાની સાથે અભદ્ર વહેવાર કરવા માટે ટેવાયેલા હોય છે. અને પૈસાના જોરે બધાની ઉપર પોતાનો પાવર કરતા હોય છે.

તેને કોઈ ની વાત સાંભળવામાં કે સમજવામાં જરા પણ રસ નથી હોતો. ત્યાં સુધી કે તેની પત્ની પુત્ર કે માતા પિતા કે ભાઈ બહેન પોતાના ઘર ના સભ્યો ની સાથે પણ સારી રીતે વર્તન કરતા નથી હોતા. જેથી તેના ઘરના સભ્યો પણ તેને કામ વગર બોલાવતા હોતા નથી. અને ઘર માં અશાંતિ જ ફેલાવતા હોય છે.

આવા લોકો તેના મગજ માં ક્રોધ ઘૃણા ચિંતા અને નિરાશા વગેરે ભરી ને જ ફરતા હોય છે. અને ગમે તેની સાથે ખરાબ વર્તન કરી નાખે છે. જયારે એક વ્યક્તિની સાથે ઝગડો કરી નાખે છે. પછી બીજા ચાર પાંચ લોકોને એમ ને એમ પોતાની ભૂલ હોવા છતાં ખરાબ વર્તન કરી અને ગાળો આપે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને પોતાના મગજ માં ભરેલો કચરો બીજા પાર ઠાલવી ને પોતે હળવા બનવાની કોશિશ કરે છે. અમે તો નાના માણસ કહેવાય આવા રૂપિયા વાળા ની સાથે અમે માથાકૂટ પણ નો કરીયે કારણ કે તે મગજ માં જે કચરો લઇ ને ફરે છે. તે અમે અમારા મગજ માં શું કામ લઈએ અમે આવા લોકો થી દૂર જ રહીયે.

માથાકૂટ કરીને અમારો મગજ ખરાબ કરીયે તો અમે અને અમારા ઘર ના સભ્યો દુઃખી થઈ જાય જે લોકો અમારી સાથે સારું વર્તન કરે છે તેનો આભાર અને આપણે એ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે માનસિક રોગી ફક્ત ગાંડા ની હોસ્પિટલ માં જ હોય છે. તેનાથી અનેક ગણા છુટા રખડે છે.

જેમાંથી એક આપણને આજે ભટકાયો અને પછી ટેક્ષીવાળા એ કહ્યું કે જે ખેતરમાં બીજ (સકારાત્મક વિચાર) નાખી ને ખેતી કરવા માં આવતી નથી, કુદરત તેને ઘાસ ફુસ થી ભરી આપે છે. (નકારાત્મક વિચાર) અને આ જગત માં જેની પાસે જે હોય તે જ આપણને આપી શકે છે.

સુખી સુખ આપે છે. દુઃખી દુઃખ આપે છે. જ્ઞાની જ્ઞાન આપે છે. ભયભીત ભય આપે છે. પરંતુ આપણે બધા પાસેથી શું લેવું તે તો આપણા પર છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team