બોસને કહ્યું મારે પિતાજીનું શ્રાદ્ધ કરવા માટે ચાર દિવસની રજા જોઈએ છે. તો બોસ હસવા લાગ્યા અને એવું કહ્યું કે…

સુરેશ મલ્ટિનેશનલ કંપની માં સર્વિસ કરતો હતો. સારી પોસ્ટ પર હોવાથી કંપની તરફ થી ગાડી-બંગલા વગેરે જેવી અનેક વૈભવી સગવડતા મળતી હતી. અને પગાર પણ પાંચ આંકડા માં હતો. આજે સુરેશ તેના બોસ ની ચેમ્બર માં આવ્યો.

તેના બોસ એ તેને પૂછ્યું આવ સુરેશ, બોલ શું કામ છે? ત્યારે સુરેશે તેને કહ્યું કે સર મારે આવતા અઠવાડિયા માં ચાર દિવસ ની રજા જોઈએ છે. ત્યારે બોસ ને તેની રજૂઆત થી નવાઈ લાગી, કારણ કે આશરે અઢી વર્ષ ની નોકરી માં સુરેશે એક પણ રજા પાડી નહોતી.

બોસે બે મિનિટ વિચારી ને કહ્યું કે શું કારણ છે? ત્યારે સુરેશે કહ્યું કે મારા પિતાજી નું શ્રાદ્ધ છે. એટલા માટે મારે મારા ગામડે જઈને પરિવાર સાથે શ્રાદ્ધ ની વિધિ કરવાની છે. પરિવારના કેટલાક સભ્યો બહાર ગામ રહે છે, તે બધા અમારા ગામમાં આવી જશે. અને બધા ની હાજરી માં શ્રાદ્ધ ની વિધિ થશે.

ત્યારે બોસે થોડા મંદ હાસ્ય સાથે સુરેશ ને કહ્યું કે આવડી મોટી કંપની માં નોકરી કરે છે, અને આવી જુનવાણી વિચાર રાખે છે? આવું બધું તો અભણ માણસો કરે, આપણે તો ભણેલા ગણેલા છીએ. આપણે આ માથાકૂટમાં નો પડાય.

મને ખબર છે તે તારા પિતાજી ની ખુબ સેવા કરી છે અને માતાની સેવા માટે હજુ સુધી પત્ની અને બાળકો ગામડે જ રહે છે. તને આ બધું કરવાનો ફાયદો શું? તું અહીંયા એકલો રહે. તારા પત્ની અને બાળકો ગામ માં એકલા રહે…

સુરેશે જવાબ આપતા કહ્યું કે કોઈ પણ પુત્ર નું જીવન એ તેના પિતા એ આપેલી ભેટ છે, અને એમાં ફાયદો કે નુકશાન થોડું જોવાનું હોય? એ તો મારી ફરજ છે. મારા પિતા માટેની, અને મારો આત્મસંતોષ છે કે હું પિતાજી ના આત્માની શાંતિ માટે કંઈક કરું છું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel