આપણે બધાએ વિજય માલ્યાનું નામ તો સાંભળ્યું જ હશે. વિજય માલ્યા એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તેઓ યુ બી ગ્રુપના ચેરમેન છે. વર્ષ 1973 માં તેમના પિતાના અવસાન પછી તેઓને 28 વર્ષની ઉંમરે UB ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા અને તેમની હેઠળ હાલમાં 60 કંપનીઓ છે.
જણાવી દઈએ કે માલ્યાને રમતગમતમાં ખાસ રસ છે. તેઓએ ખોટ કરતી કંપનીઓને યા તો વેચી દીધી અથવા બંધ કરી દીધી. અત્રે ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા મોટાભાગે તેમના રંગીન મિજાજ માટે જાણીતા છે. તેઓ ઘણી વખત પાર્ટીઓમાં મોડલ સાથે જોવા મળે છે અને અવાર-નવાર ચર્ચામાં પણ આવતા રહે છે.
તેઓને લક્ઝરી કારનો ખૂબ જ શોખ હતો અને એક સમય હતો જ્યારે તેની પાસે 250થી વધુ લક્ઝરી કાર હતી પરંતુ આજે તેઓ દેશના એક મોટા દેવાદાર બની ને રહી ચૂક્યા છે અને લોકો તેને હવે ભાગેડુ તરીકે ઓળખે છે. એવું કહેવાય છે કે તેઓએ ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ લીધી હતી અને તેઓ લોન લઈને ભાગી ગયા છે.