એક ભાઈએ ભિખારીને કહ્યું હું તને 5000 રૂપિયા આપીશ પરંતુ એક શરતે... ભિખારીએ શરત પૂછી તો એવું કહ્યું કે ભિખારી...
બસ સ્ટેશનના દરવાજાની બહાર રોડની કિનારી ઉપર એક ભિખારી ભીખ માંગી રહ્યો હતો. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પોતાની હાથમાં રહેલી વાટકી માં રહેલા સિક્કાઓને ઉછાળીને અવાજ કરતો અને સાથે સાથે ત્યાંથી પસાર થનારા લોકોને કહેતો કે…
હે સાહેબ, મુજ ગરીબ ને થોડા પૈસા આપો ભગવાન તમને લાખો રૂપિયા આપશે. મુજ ગરીબ ને થોડા પૈસા આપો ભગવાન તમને લાખો રૂપિયા આપશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બસ સ્ટેશનથી બહાર નીકળનારા લોકો અને બસ સ્ટેશનમાં જનારા લોકો બધા લોકોમાંથી ઘણા લોકોનું ધ્યાન તે ભિખારી ઉપર પડતું, અમુક લોકો તેને પૈસા આપતા તો અમુક લોકો તેને અવગણીને ત્યાંથી નીકળી જતા.
મોટાભાગના લોકો તેને અવગણીને ત્યાંથી નીકળી જતા પરંતુ તે પોતે બોલવાનું જરા પણ બંધ ન કરતો અને સતત વાટકામાં રહેલા ચિલ્લર ને ઉછાળીને સાથે સાથે લોકોને કહીને તેનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરતો.
એવામાં એક વ્યક્તિ તેની પાસે આવીને ઊભો રહ્યો. આ વ્યક્તિ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહ્યો હતો, તેના હાથમાં કાળા કલરની સુટકેસ હતી અને તેના પહેરવેશ ઉપરથી તે કોઈ વેપારી હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એ વેપારી જેવો દેખાતો માણસ ત્યાં આવીને ઉભો રહી ગયો અને તે ભિખારીને નિહાળવા લાગ્યો. ભિખારી પણ થોડા સમય પછી આશ્ચર્યચકિત થઇ ગયો કે આ સજ્જન મને કેમ તાકી તાકીને જોઇ રહ્યા છે?
ત્યાં જ પેલા વ્યક્તિએ ભિખારી ના પૂછ્યું તમારે કેટલા રૂપિયા જોઈએ છે? ભિખારીએ તેની ટેવ મુજબ કહ્યું કે મુજ ગરીબ ને થોડા પૈસા આપો ભગવાન તમને લાખો રૂપિયા આપશે.
તે વ્યક્તિએ ભિખારીને કહ્યું કે હું તમને 5000 રૂપિયા આપુ, પરંતુ મારી એક શરત છે? ભિખારી એ તરત જ પૂછ્યું શું? તે વ્યક્તિએ કહ્યું કે જો હું તમને 5000 રૂપિયા આપો તો તમારે મને તમારા હાથમાં રહેલો વાટકો આપવાનો.
ભિખારી હજુ વિચારી રહ્યો હતો કે મારે શું કરવું જોઈએ, પરંતુ આટલા બધા રૂપિયા મળતા હોવાથી અંતે ભિખારીએ આશ્ચર્ય ચકિત થઈને પોતાના હાથમાં રહેલો વાટકો તે વ્યક્તિ તરફ આગળ વધાર્યો અને કહ્યું મને તમારી શરત મંજૂર છે.
બીજી જ ક્ષણે તે માણસે પોતાના ગજવામાંથી તરત જ 5000 રૂપિયા ગણી ને ભિખારીને આપી દીધા અને તેનો વાટકો લઈને ત્યાંથી નીકળી ગયો, અને ભિખારી પણ રૂપિયા લઈને ત્યાંથી આગળ વધવા લાગ્યો.
ભિખારી હવે ભીખ માંગવા માટે જેમ લોકોને આકર્ષિત કરી રહ્યો હતો તે બધું બંધ કરીને તરત જ બસ સ્ટેન્ડમાંથી નીકળવા લાગ્યો કારણ કે ભિખારી વિચારી રહ્યો હતો કે જો પેલો માણસ પોતાનું મન બદલીને ફરી પાછો મને વાટકો આપવા આવશે તો આ હાથમાં આવેલા પૈસા પણ મારા હાથમાંથી છૂટી જશે.
એમ વિચારીને તે ત્યાંથી નીકળી ગયો અને જતા જતા પણ વિચારતો હતો કે હવે આ બસ સ્ટેન્ડ પાસે કોઈ દિવસ નહિ આવું. તે હવે બીજી જગ્યાએ જશે પરંતુ અહીં કોઈ દિવસ નહિ આવે. રસ્તામાં ભિખારી ભગવાનનો આભાર માનતા તેને કહી રહ્યો હતો કે ઘણા લોકો રોજ આવીને રૂપિયા બે રૂપિયાના સિક્કા મારા વાટકામાં નાખતા હતા, પરંતુ આજે આખો વાટકો 5000 રૂપિયામાં વેચાઈ ગયો. આ તો મારા ઉપર ભગવાનની કૃપા કહેવાય.
ફરી પાછો ભિખારી વિચારવા લાગ્યો કે તે માણસ તો પાગલ કહેવાય જેણે આ વાટકો કે જેની કોઇ કિંમત નહતી તેને પાંચ હજાર રૂપિયામાં ખરીદી લીધો.
બીજી બાજુ 5000 રૂપિયા આપીને વાટકો ખરીદનાર વ્યક્તિ હવે સીટી બસમાં પોતાની ઘરે જઈ રહ્યો હતો અને બસમાં જગ્યા મળતાની સાથે તરત જ તેની કાળી સૂટકેસ ખોલીને તેમાં વાટકો સુરક્ષિત રીતે મુકેલો છે તે બધું તપાસી રહ્યો હતો.
ફરી પાછો વાટકો બહાર કાઢીને જાણે કેટલું વજન હશે તેનો અંદાજો લગાવી રહ્યો હતો. એ માણસ કોઈ બીજું નહીં પરંતુ એક ખૂબ જ કુશળ નજર વાળો વ્યક્તિ હતો. અંદાજે ૫૦૦ ગ્રામ જેટલું વજન તો હશે એમ વિચારીને ફરી પાછો વાટકો અંદર મૂકી દીધો.
વર્ષોથી તે વ્યક્તિએ જે ફેક્ટરીમાં કામ કર્યું હતું. તે ફેક્ટરીમાં અનેક પ્રકારની ધાતુઓ સાથે કામ કર્યું હતું, ભિખારી ના હાથમાં જ્યારે બસ સ્ટેન્ડની બહાર નીકળતી વખતે એ વાટકો જોયો ત્યારે જ તે આશ્ચર્યચકિત થઇ ગયો હતો કારણકે તેની કુશળ નજરે તે વાટકો ઓળખી લીધો હતો.
આજુબાજુ ઘણી જગ્યાએ વાટકામાં ધૂળ પણ હતી પણ તેની નજરે તરત જ ઓળખી લીધું કે આ વાટકો કઈ ધાતુ નો છે. એ વાટકો અતિ કિંમતી ધાતુ એટલે કે સોના નો વાટકો હતો.
બધા લોકોએ વાટકામાં રૂપિયો બે રૂપિયા નાખતા હતા, પરંતુ એ વાટકાની સાચી કિંમત તેના સિવાય કોઈને ખબર નહોતી. એ વાટકામાં રૂપિયા નાખનારને પણ તેની કિંમત નહોતી ખબર અને તે ભિખારીને પણ આ કિંમતનો કોઈ અંદાજો નહોતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તે વેપારી અત્યંત ખુશ હતો કારણ કે તેને લાખોની કિંમતનો આ વાટકો માત્ર પાંચ હજારમાં ખરીદી લીધો હતો અને બીજી બાજુ ભિખારી પણ અત્યંત ખુશ હતો કારણ કે કોઈ દિવસ જીવનમાં 5000 રૂપિયા તેને એક સાથે જોયા પણ નહોતા અને આજે તેને 5000 રૂપિયા મળ્યા હતા.
આ સ્ટોરી ને આપણા જીવન સાથે સરખાવીએ તો આપણે પણ આપણા આ મનુષ્ય અવતાર ની સાચી કિંમત ભૂલીને તેને એક સામાન્ય વાટકા તરીકે સમજીને તેને ઉછાળી ને આપણે બસ માત્ર સિક્કાઓ ભેગા કરવામાં લાગી ગયા છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરશો, તેમજ ધાર્મિક વિષય પર આવી બીજી સ્ટોરીઓ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.