હજુ પણ તે ભગવાનની રાહ જોઈને બેસતો થોડું કામ કરતો ફરી પાછો બહાર નીકળીને ભગવાન આવ્યા નથી ને એ જોઈ આવતો. આવું ઘણી વખત થયું સાંજનો સમય થયા પછી ફરી પાછો તે બહાર આવ્યો કે ભગવાન તો નથી આવ્યા ને ત્યાં સામે એક માણસ ઉભા હતા. દુકાનદાર ને જોઈને દુકાન પાસે આવ્યા અને કહ્યું ભાઈ મને ખૂબ જ ભૂખ લાગી છે મને કંઈક ખાવાનું આપો ને…
દુકાનદાર વિચારમાં પડી ગયો કે હવે શું કરવું ભગવાન નહોતા આવ્યા એટલે તેની ચા પણ બીજાને આપી દીધી તેનું ભોજન પણ બીજાને આપી દીધું હવે માત્ર મીઠાઈ બચી હતી, આ માણસ પણ અહીં માંગવા માટે આવ્યા છે અને તેની ઉંમર પણ મોટી છે એટલે લાચાર થઈને તે દુકાનદારે ભગવાન માટે લઈ આવેલી મીઠાઈ તે માણસ ને આપી દીધી. વૃદ્ધ માણસ ત્યાંથી જતા રહ્યા અને ફરી પાછો દુકાનદાર વિચારવા લાગ્યો કે હજુ સુધી ભગવાન ના આવ્યા. એવું વિચારીને ફરી પાછો કામે લાગી ગયો.
ધીમે ધીમે રાત પડી ગઈ અને દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો તેમ છતાં પણ ભગવાન નહોતા આવ્યા એટલે દુકાનદાર ફરી એક વખત બહાર નીકળીને કોઈ આવ્યું નથી એ જોવા લાગ્યો પછી દુકાન બંધ કરી અને કહ્યું વાહ રે ભગવાન વાહ તમે પણ મારા જેવા ગરીબની મજાક ઉડાવી લીધી, સવારે આવવાના હતા હું ત્યારથી તમારી રાહ જોઈ રહ્યો હતો પરંતુ તમે રાત સુધી ન આવ્યા. હે ભગવાન આ તમારી કેવી પરીક્ષા છે?
એટલામાં જ ત્યાં આકાશવાણી થઇ અને ભગવાને સાક્ષાત તે માણસને દર્શન આપ્યા અને કહ્યું હું તારી સામે આજે સવારે નહીં પરંતુ ૩ વખત આવ્યો સવાર બપોર અને સાંજે પણ આવ્યો, અને ત્રણેય વખત તારી પરીક્ષા કરી. અને ખરેખર તારી સેવાઓથી હું ખૂબ જ ખુશ થયો છું. તારા મનમાં જે દયાળુ અને પરોપકારી ભાવ રહેલો છે તેનાથી હું ખુશ થયો છું. આટલું કહીને ક્ષણવારમાં ભગવાન ગાયક થઈ ગયા.
ભલે કદાચ આ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ સ્ટોરી માંથી એટલું તો સમજી જ શકાય છે કે માણસ એ જ માણસની મદદ કરવા લાગે તો સાચા અર્થમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું થઈ શકે. તમારી આજુબાજુમાં રહેલા લાચાર લોકોમાં પણ જોવા વાળા ભગવાન જોઈ શકે છે. અને તેની સેવા પણ કરે છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.