ભગવાને ગરીબ માણસના સપનામાં આવીને કહ્યું “કાલે સવારે હું દર્શન આપવા તારી દુકાને આવીશ.” માણસ બીજા દિવસે દુકાને ગયો તો બપોર સુધી કોઈ ન આવ્યું, બપોરે અચાનક જ બહાર નીકળી ને જોયું તો સામે…

એક ખૂબ જ ઈમાનદાર દુકાનદાર હતો. દરરોજ સવારે નવ વાગ્યે તેની દુકાન પર આવી જતો અને તે દુકાને આવીને દરરોજ ઇમાનદારીથી ધંધો કરતો ધંધામાં કોઈપણ દિવસ છેતરપિંડી કરી નહોતી. અને તે માણસનું સ્પષ્ટપણે એવું માનવું હતું કે ભલે તે છેતરપિંડી કરી શકે અને ગ્રાહકને ખબર ન પડે પરંતુ ઉપર બેઠા બેઠા ભગવાન બધું જુએ છે એટલે જ તે માણસ એકદમ ઈમાનદારીથી તેનું કામ કરતો અને મજૂરીના પૈસા જે થતા હોય એટલા જ લેતો અને કોઈ પણ ગ્રાહક સાથે છેતરપિંડી કરતો નહીં.

તેને માટીના વાસણ બનાવવાનું કામ હતું અને સવારથી રાત સુધી તે અત્યંત મહેનત કરીને વાસણ બનાવતો અને તેમાંથી જ તેના ઘરનું ગુજરાન ચાલતું. એની આવક તેના જરૂરિયાત પૂરતી જ હતી. પરંતુ સીમિત આવકમાં પણ તેમાં પરિવાર અત્યંત ખુશ ખુશાલ રહેતો હતો. અને બધા લોકો પરિવારમાં સુખેથી જીવન વ્યતિત કરતા હતા.

એક દિવસની વાત છે જ્યારે રોજિંદા જીવન પ્રમાણે સાંજે દુકાનેથી ઘરે આવીને ભોજન લીધું ત્યાર પછી સુઈ ગયા. અચાનક તેને સપનામાં ભગવાનના દર્શન થયા અને ભગવાને તેને કહ્યું કે આવતીકાલે સવારે ભગવાન તેને મળવા માટે તેની દુકાન ઉપર આવશે.

અને બસ આટલું સપનું જોયું ત્યાં તેની આંખ ખૂલી ગઈ તરત જ સવારે જાગીને તેને દરરોજની જેમ રોજિંદા કાર્યો પતાવીને બીજી બધી તૈયારીઓ શરૂ કરી કારણકે આજે ભગવાન તેમને મળવા આવવાના હતા. ભગવાનને ધરાવવા માટે નાસ્તો, ચા અને જમવા માટે ભોજન તેમજ મીઠાઇ વગેરે લઈ આવ્યો. પછી દુકાને ગયો, દુકાને જઇને દરરોજ કરતાં પણ વધારે સારી રીતે દુકાને ચોખ્ખી કરી અને ભગવાન ની રાહ જોવા લાગ્યો.

પરંતુ સાથે સાથે તેનું કામ પણ ચાલુ કરી દીધું એમ વિચારીને કે ભગવાન જ્યારે પણ આવે ત્યારે હું ઊભો થઈ જઈશ. થોડા સમયમાં વરસાદ આવવા લાગ્યો. થોડા સમય થાય કે તે માણસ બહાર નીકળીને નજર કરતો કે ભગવાન તો નથી આવ્યા ને, પરંતુ દુકાન ની આસપાસ કોઈ નજર આવતું નહીં ફરી પાછો દુકાનમાં આવીને કામે બેસી જતો.

થોડા સમય પછી ફરી પાછું બહાર નજર કરી તો તેની નજર એક જગ્યાએ પડી જ્યાં એક ખુબ જ મોટા ઉંમરના મહિલા સામે ઉભા હતા અને વરસાદમાં પલળીને તે ખૂબ જ ભીના થઇ ગયા હતા, તેની પાસે છત્રી જેવું કંઈ નહોતું અને વરસાદમાં પલળીને તે મહિલા ને ઠંડી લાગી રહી હતી. એટલે તે દુકાનદારને તેની ઉપર ખૂબ જ દયા આવી ગઈ અને જે ચા દુકાનદાર ભગવાન માટે લઈ આવ્યો હતો એ જ ચા ને લઈને તે વૃદ્ધ મહિલા પાસે ગયો અને તેને ચા પીવડાવી. તે વૃદ્ધ મહિલા ધ્રૂજી રહ્યા હતા એટલે તેને તેની ઉપર દયા આવી ગઈ અને તેની ચા પિવડાવી.

ધીમે ધીમે સમય વીતવા લાગ્યો, ફરી પાછો દુકાનદાર કામે બેસી ગયો. જોતજોતામાં બપોરનો સમય થઈ ગયો. તેનો જમવાનો સમય પણ થઇ ગયો હતો અને ભગવાન માટે લઇ આવેલું ભોજન લઈને ઘરે જઈ રહ્યો હતો એવામાં તેને સામે એક સ્ત્રી મળી જેની પાસે એક બાળક હતું તે સ્ત્રી એ દુકાનદારને કહ્યું સાહેબ મને કંઈક ખાવાનું આપો મારા બાળકને ભૂખ લાગી છે, એટલે તે દુકાનદારે ભગવાન માટે લઈ આવેલું ભોજન તે સ્ત્રીને આપી દીધું અને પોતે પણ ઘરે જઈને જમીને ફરી પાછો દુકાને આવ્યો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel