ભગવાને ગામના બધા લોકોને દર્શન આપશે એવું કહ્યું એટલે બીજા દિવસે રાજા સહિત બધા લોકો ત્યાં ગયા, ત્યાં જઈને રાજાએ જોયું તો…

એક ન્યાયપ્રિય તથા પ્રજાવત્સલ અને ધાર્મિક સ્વભાવ ના રાજા હતા. તે દરરોજ ભગવાન ના પૂજા પાઠ કરતા હતા ત્યારે એક દિવસે ભગવાને તેના પર પ્રસન્ન થઇ ને દર્શન આપ્યા અને કહ્યું કે હે રાજા હું તારાથી ખૂબ જ ખુશ છું તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવો.

ત્યારે પોતાની પ્રજા ને પ્રેમ કરવા વાળા રાજા એ કહ્યું કે હે ભગવાન આપે આપેલું મારી પાસે બધું સુખ છે અને મારી પ્રજા ને પણ સુખ શાંતિ છે પરંતુ મારી પણ એક ઇરછા છે કે આપે મને જેમ દર્શન આપ્યા તેમજ મારી પ્રજા ને પણ દર્શન આપો.

ત્યારે ભગવાને કહ્યું કે રાજા એ તો શક્ય નથી એમ કહી ને રાજા ને સમજાવ્યા પરંતુ રાજા ભગવાન ની સામે જીદ કરવા લાગ્યા અને અંતે રાજા ની જીદ ની સામે ભગવાન ને હા પાડવી પડી અને રાજા ને કહ્યું કે આવતી કાલે સવારે ગામ ની બહાર આવેલા પહાડ પર હું તમારી પ્રજા ને દર્શન આપશે.

અને તમે તમારી બધી પ્રજા ને લઇ ને પહાડ પાસે આવી જશો. રાજા એ તો આખા નગર માં ઢંઢેરો પિટાવી અને જાહેર કર્યું કે આવતી કાલે સવારે બધા નગરજનો ને ગામની બહાર પહાડ ઉપર ભગવાન બધા ને દર્શન આપવાના છે. અને બીજા દિવસે સવારે રાજા બધા નગરજનો ને સાથે લઇ ને ગામ ની બહાર આવેલા પહાડ ની દિશા માં ચાલવા લાગ્યા.

બધા ચાલી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક જગ્યાએ તાંબાના સિક્કા નો પહાડ દેખાયો. ત્યારે પ્રજા માંથી ઘણા લોકો સિક્કા લેવા માટે ચાલ્યા ગયા. ત્યારે રાજા એ તેમને સમજાવ્યા કે તમે અત્યારે ભગવાનને મળવા માટે જઇ રહ્યા છો અને આ તાંબા ના સિક્કા નું શું કામ છે ???

તાંબા ના સિક્કા માટે થઇ ને તમે તમારા ભાગ્યમાં ભગવાન ના દર્શન કરવાનો મોકો મળે છે તે ગુમાવી રહ્યા છો.

પરંતુ લોભ અને લાલચ ના કારણે અમુક લોકો તાંબાના સિક્કા ના ઢગલા માંથી પોતાના થી લઇ શકાય એટલા સિક્કા ના પોટલાં બાંધીને ઘરે ચાલ્યા ગયા એવું વિચારી ને કે પહેલા સિક્કા લઇ લો ભગવાન ના દર્શન તો પછી પણ કરી શકીશું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel