ઘણા વર્ષો પહેલાની વાત છે, એક રાજા તેના પ્રદેશમાં પ્રજાનો હાલચાલ પૂછવા માટે ગામડેથી ગામડે ફરી રહ્યા હતા. અને દરેક જગ્યાએ જઈને લોકોનો હાલચાલ પૂછી રહ્યા હતા.
એક ગામડામાં જતી વખતે કાંટાવાળા ઝાડ માં રાજા એ પહેલો કુર્તો ફસાઈ ગયો. આથી તે કુર્તો ત્યાંથી કાઢવાની કોશિશ કરી, કુર્તો તો નીકળી ગયો પરંતુ કુર્તા નું એક બટન તૂટી ગયું.
રાજાની સાથે તેના મંત્રી પણ હાજર હતા. રાજાએ તરત જ તેના મંત્રીને આદેશ આપ્યો કે આ ગામડામાં કોઈ દરજી છે જે મારું બટન ટાંકી શકે? એની તપાસ કરાવો.
મંત્રીજીએ તપાસ કરાવી તો માલૂમ થયું કે એ ગામડા માં માત્ર એક જ દરજી રહેતો હતો જે કપડા સીવવાનું કામ કરતો હોવાથી રાજા નું બટન પણ ટકી શકે.
તે દર્દીને રાજાની સમક્ષ બોલાવવામાં આવ્યો, થોડા સમયમાં દરજી રાજા પાસે આવ્યો એટલે રાજાએ તેને પૂછ્યું તું મારા કુર્તા નું બટન ટાંકી શકે છે?
દરજીએ જવાબ આપતા કહ્યું અરે મહારાજે કોઈ મુશ્કેલ કામ નથી. બિલકુલ ટાંકી આપીશ. તમારી પાસે નીકળી ગયેલું બટન પડ્યું છે?
મંત્રી પાસે એ બટન હાજર હોવાથી એ બટન દર્દીને આપવામાં આવ્યું, મંત્રી પાસેથી બટન લઈને દરજી એ તરત જ રાજાના કુર્તામાં એ બટન ટાંકી આપ્યું. જોકે દરજી તેની સાથે બટન પણ લઈને આવ્યો હતો પરંતુ બટન મંત્રી પાસે હોવાથી એ જ બટન ટાંકી આપ્યું. એ બટન ટાંકવા માટે દરજીને માત્ર તેનો દોરો જ વાપરવો પડ્યો હતો.
રાજાએ દરજી ને પૂછ્યું કેટલા પૈસા આપું? દર્દીએ કહ્યું મહારાજ રહેવા દો, નાનું જ કામ હતું. એના શું પૈસા થાય?
દરજીએ મનમાં વિચાર્યું કે બટન તો રાજા પાસે હતું, તેને તો માત્ર પોતાની સોય વડે બટન ટાંકી જ આપ્યું છે.
એવામાં રાજાએ ફરી પાછું દરજી ને પૂછ્યું અરે નહીં નહીં કહે કેટલા પૈસા થયા?