શાંતાબેન સવાર સાંજ મંદિરે જઈ ને મંદિર માં સાફ સફાઈ ના કામ માં મદદ કરતા અને ભગવાન ના ભજન કીર્તન કરતા નાનપણ થી જ ધર્મ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી. તેને સંતાનમાં એક નો એક દીકરો હતો, તેના દીકરા ને અકસ્માત થતા તે મંદિરે થી ભગવાન ને પ્રાર્થના કરી અને હોસ્પિટલે પહોંચ્યા.
તેના પાડોશ માં રહેતા હંસાબેન પણ હોસ્પિટલે આવ્યા ત્યારે શાંતાબેન ને કહ્યું કે તમારા ભગવાન કેવા છે? તમે રાત ને દિવસ તેની સેવા કરો છો અને તમારા દીકરા ને અકસ્માત થયો ભગવાને તમારી સાથે શું કર્યું ? શાંતાબેને જવાબ આપતા કહ્યું કે એ તો ભગવાન ની ઇરછા તેને જે પણ કર્યું, તે સારા માટે જ કર્યું હશે.
થોડા દિવસ પછી શાંતાબેન ના દીકરા નો બીજી વખત અકસ્માત થયો. અને હંસાબેન ત્યારે પણ આવ્યા અને કહ્યું કે ભગવાન તમારી સાથે જ આવું કેમ કરી રહ્યા છે ?શાંતાબેને કહ્યું કે નક્કી ભગવાન મારી કંઈક કસોટી કરી રહ્યા હશે તે હજુ પુરી શ્રદ્ધા અને વિશ્વાસ થી ભગવાન ને માની રહ્યા હતા.
એક દિવસ હંસાબેન શાંતાબેન પાસે આવ્યા અને કહ્યું કે તમારા દીકરા ની કુંડળી લઇ ને મારી સાથે ચાલો ગામ માં એક ખુબ જ પ્રખર જ્યોતિષ આવ્યા છે અને અમાંરા સંબંધી છે આપણે તેની પાસે તમારા દીકરા ની કુંડળી દેખાડી ને જાણીયે કે તેના જીવન માં હેરાનગતિ કેમ આવે છે, અને આટલા બધા અકસ્માત કેમ થાય છે?
બંને જ્યોતિષ પાસે ગયા અને જ્યોતિષ ને કુંડળી જોવા માટે આપી અને કહ્યું કે આ દીકરાને વારંવાર અકસ્માત થાય છે તમે કંઈક ઉપાય બતાવો જ્યોતિષ કુંડળી જોઈ ને ગણિત માંડવા લાગ્યા અને થોડીવાર પછી બોલ્યા કે આ છોકરા નું જીવન તો પૂરું થઇ ગયું હોય.!!!!