ભાગીને લગ્ન કર્યાના થોડા સમય પછી પત્નીએ પતિને કહ્યું હું માતા બનવાની છું તો પતિએ પત્નીને કહ્યું…

થોડા સમય પછી સોનિયા પાસે રહેલા પૈસા પણ બધા પૂરા થઈ ગયા હતા અને ઘરમાં હવે ખાવા માટે એક દાણો પણ અન્નનો બચ્યો ન હતો. તેને પહેલા વિચાર્યું કે પિતાને ફોન કરીને બધી વાત કરી દે પરંતુ માતા-પિતા સાથે ઝઘડીને આવી હોવાથી તેને ફોન કરવાની હિંમત ન થઈ.

અંતે એ શહેરમાં તે નોકરીની શોધમાં આમતેમ ભટકવા લાગી, એક ત્યાં હોટલ હતી ત્યાં તેને નોકરી મળી ગઈ. નોકરી મળી એટલે તેને ત્યાં પોતાના ડોક્યુમેન્ટ આપ્યા ત્યારે હોટલના માલિકે ડોક્યુમેન્ટ જોઈને તેના પિતાનું નામ વાંચ્યું એટલે થોડી ચમક અનુભવી.

ત્યારે તેને તે દીકરીને પૂછ્યું કે બેટા તું અહીંયા શું કરે છે, એકલી રહે છે? ત્યારે સોનિયા થોડી ભાવુક થઈ ગઈ અને કહ્યું કે હા હું એકલી જ રહું છું. અને હું હવે સિંગલ મધર બનવા જઈ રહી છું એટલે મારે આ નોકરીની ખૂબ જ જરૂર છે.

સિંગલ મધર શબ્દ સાંભળીને હોટલના માલિક ને લાગ્યું કે કંઈક તો ગડબડ છે, બીજા દિવસે સોનિયા જ્યારે ત્યાં એકાઉન્ટિંગનું કામ કરી રહી હતી, ત્યારે તેના પિતા તે હોટલમાં આવ્યા. ઘણા સમય પછી તેના પિતાને જોઈને તે ભાવુક થઈ ગઈ, પિતાએ તેને પૂછ્યું કે બેટા તું અહીંયા શું કરી રહી છે.

ત્યારે તે ઉભી થઈને તેના પિતાને માત્ર ભેટી પડી, તેના ગળે જાણે ડૂમો ભરાઈ ગયો હતો, તે એક પણ શબ્દ બોલી ન શકી. પિતા પણ તેને રડતી જોઈને ભાવુક થઈ ગયા અને પૂછવા લાગ્યા બેટા શું થયું છે કેમ રડી રહી છો, ત્યારે રડતા રડતા સોનિયાએ તેના પિતાને બધી વાત જણાવી ત્યાર પછી બધી વાત પૂરી કરીને કહ્યું પપ્પા મને માફ કરી દો અને મને પ્લીઝ ઘરે પાછી લઈ જાઓ.

હું ગમે તે થાય પરંતુ મારા આ બાળકને ખોવા નથી ઈચ્છતી, પિતા સોનિયા ને કહેવા લાગ્યા કે બેટા અમે તને શોધવાની ઘણી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ખબર નહીં તમે ક્યાંય મળ્યા જ નહીં. હું વર્ષો પહેલા જ્યારે આ શહેરમાં નોકરી કરતો હતો ત્યારે દરરોજ બપોરે અહીંયા આ હોટલમાં જમવા માટે આવતો હતો.

અને આજે તારા ડોક્યુમેન્ટ જોઈને હોટલના માલિકે મને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારી દીકરી અહીંયા છે અને મને લાગે છે કે તે થોડી તકલીફમાં છે. એટલા માટે જ હું તરત જ આજે અહીંયા આવી ગયો છું, ચાલો આપણે ફરી પાછા આપણા ઘરે જતા રહીએ.

પિતાએ હોટલના માલિકનો ખૂબ આભાર માન્યો અને બંને હોસ્પિટલે દેખાડવા માટે પણ ગયા, ત્યાર પછી તેઓ પોતાના શહેર પાછા ફર્યા અને ફરી પાછી માતા પિતા સાથે તે દીકરી રહેવા લાગી. એ દિવસે તે દીકરીને સમજાઈ ગયું હતું કે માતા-પિતાથી વધુ પ્રેમ આ દુનિયામાં કોઈ કરી શકે નહીં. સુખ અને દુ:ખ તો આવતા જ રહે છે… પણ દુઃખ હોય ત્યારે પણ મા-બાપ માત્ર ખુશીઓ અને પ્રેમ આપે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડે તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel