બેટા આંટી સાથે તો તારી મમ્મી બોલતી પણ નથી અને તું કેમ એને મદદ કરે છે? ત્યારે દિકરીએ કહ્યું પપ્પા, એ તો મમ્મી અને આંટી…

કલ્પેશભાઈને બે સંતાન હતા, એક દીકરો અને એક દીકરી. અને કલ્પેશભાઈ તેના બે સંતાન અને તેની વહુ કુલ મળીને ચાર સભ્યો ઘરમાં રહેતા હતા. દીકરીની ઉંમર લગભગ છથી સાત વર્ષની હશે અને દીકરો દસ વર્ષનો હતો.

કલ્પેશભાઈ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અને એનાથી જ તેનું ગુજરાન ચાલતું. એક દિવસ નોકરી માંથી પાછા ફર્યા અને રાત્રે ઘરે આવ્યા ત્યારે તેનું ધ્યાન તરત જ હોલમાં રહેલી દીકરી ઉપર ગયું.

દીકરી પાછળ ફરીને કંઈક કરી રહી હતી કલ્પેશભાઈ નજીકથી જોવા ગયા કે દીકરી શું કરી રહી છે. એવું અનુમાન લગાવ્યું કે દીકરી કદાચ રમકડાંથી રમી રહી હશે પરંતુ ત્યાં જઈને જોયું તો ખબર પડી કે દીકરી તો તેનો ગલ્લો તોડી ને બેઠી હતી. અને તેમાંથી નીકળેલા પૈસાને એક કપડામાં ભેગા કરી રહી હતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે કલ્પેશભાઈ એ સહજતાથી પૂછ્યું બેટા તુ શું કરી રહી છે, તરત જ પપ્પાનો અવાજ સાંભળીને દીકરી ત્યાંથી ઉભી થઈને રડતી રડતી તેના પિતાને ભેટી પડી અને કહ્યું પપ્પા ક્રિષ્ના આંટી બીમાર પડી ગયા છે. અને અંકલ બહારગામ ગયા છે અને પાછળથી ક્રિષ્ના આંટી ને ખૂબ જ તાવ આવ્યો છે.

કલ્પેશભાઈ અને તેના ભાઈ આજુ બાજુમાં જ રહેતા હતા. એટલે બન્ને ભાઈઓ ના સંતાનો એકબીજા ની સાથે રમતા પણ ખરા અને અવારનવાર એકબીજાના ઘરે જતા. દીકરી ત્યાં ગઈ હશે અને તેને ખબર પડી હશે કે ક્રિષ્ના આંટીને તાવ આવ્યો છે એવું વિચારીને કલ્પેશભાઈ એ તેની દીકરી ને કહ્યું પરંતુ બેટા ક્રિષ્ના આંટી સાથે તો મમ્મી બોલતા પણ નથી તો પછી તું આવું બધું કેમ કરી રહી છે?

કલ્પેશભાઈ અને તેના ભાઈ વર્ષોથી આજુબાજુમાં સાથે જ રહેતા હતા પરંતુ બંનેની પત્નીને એકબીજા સાથે જરા પણ બનતું નહીં એટલા માટે જ બંને લોકો એકબીજા સામે આવવાનું ટાળતા અને એકબીજા સાથે વાતો પણ ન કરતા.

દીકરી ને આવું કહ્યું એટલે દીકરીએ તરત જ પિતા ની વધુ નજીક આવીને ધીમેથી જવાબ આપ્યો પરંતુ પપ્પા આંટી અને મમ્મી એકબીજા સાથે નથી બોલતા. એ બધો એ લોકો નો ઝઘડો છે આપણો નથી.

સાત વર્ષની દીકરી ના મોઢે થી આવા શબ્દો સાંભળીને પિતા ભાવુક થઈ ગયા અને દીકરી સામે જોતા જ રહી ગયા. થોડા સમય પછી તેના ભાઈ ને ફોન કરીને પૂછ્યું ભાઈ તું ક્યારે આવવાનો છે. ભાઈને આવતા આવતા હજુ એક દિવસ થઈ જાય એવું હતું. બહારગામ કામમાં અટવાયેલો હતો.

તરત જ પિતાએ દીકરી ને કહ્યું બેટા તું આ સાઈડમાં રાખી દે હું ડોક્ટર ને ફોન કરી દઉં છું અને ડોક્ટર પાસે ભાઈ ની વહુ નો ઈલાજ કરાવ્યો. પરંતુ દીકરી એ પૈસા નું પોટલું હજુ તેની પાસે જ રાખ્યું હતું.

ડોક્ટરે જોઈને બધી દવા લખી દીધી ત્યારબાદ કહ્યું કે બે દિવસનો આરામ કરવાની જરૂર છે. બાકી કંઈ ચિંતા કરવા જેવું નથી. એટલે ડૉક્ટર સાહેબે તેની ફી માંગી કે તરત જ દીકરીએ પોતાનું પોટલું ખોલીને કહ્યું ડોક્ટર અંકલ પપ્પા પાસેથી નહીં પરંતુ મારી પાસેથી પૈસા લઈ લો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ડોક્ટર પણ આટલી નાની દીકરીને આવી રીતનું વર્તન કરી થોડા આશ્ચર્ય પામ્યા અને પિતા સામે જોઈને કહ્યું આખરે વાત શું છે? કેમ તમારી દીકરી આવું કહી રહી છે એટલે પિતાએ તેને બધી વાત કરી…

ડોક્ટર અત્યંત ભાવુક થઈ ગયા અને તેની આંખમાંથી પાણી નીકળી ગયા, ડોક્ટર ને રડતા જોઈને પિતાએ કહ્યું અરે તમે આટલા બધા કેમ ભાવુક થઈ ગયા?

ત્યારે ડોક્ટરે કહ્યું ભાઈ જોઈ લો આનું નામ દીકરી કહેવાય. મારે પણ એક દીકરી છે જે પરણીને અત્યારે સાસરીમાં રહે છે. એ દીકરી અચાનક મને યાદ આવી ગઈ એટલે મારાથી આસું ન રોકી શકાયા.

ત્યાર પછી ડોક્ટરે કહ્યું ભાઈ મારે તમારી પાસેથી કોઈ પૈસા નથી જોઈતા, એટલે પિતા તેને વારંવાર કહેવા લાગ્યા કે અરે સાહેબ તમે તમારા પૈસા તો લઈ લો. ત્યારે ડોક્ટરે બહુ કહ્યું એટલે જવાબ આપતા કીધું કે આ પૈસામાંથી તમે તમારી દીકરીના લગ્ન કરો ત્યારે મારા તરફથી એક ભેટ આપી દેજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પિતા વધારે આગળ કશું બોલી શકયા નહીં. અને ભાવુક થઈ ગયા, છ સાત વર્ષની દીકરી ના મુખે થી આવી બધી વાતો સાંભળીને પિતા તો ભાવુક થઈ ગયા પરંતુ જ્યારે આ વાત બંને દેરાણી જેઠાણી ને કરી ત્યારે વર્ષોના ઝઘડા જાણે સમાપ્ત થઈ ગયા હોય એમ બંને લોકો એકબીજા સાથે હળીમળીને રહેવા લાગ્યા.

જો સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટ કરીને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team