કલ્પેશભાઈને બે સંતાન હતા, એક દીકરો અને એક દીકરી. અને કલ્પેશભાઈ તેના બે સંતાન અને તેની વહુ કુલ મળીને ચાર સભ્યો ઘરમાં રહેતા હતા. દીકરીની ઉંમર લગભગ છથી સાત વર્ષની હશે અને દીકરો દસ વર્ષનો હતો.
કલ્પેશભાઈ કંપનીમાં નોકરી કરી રહ્યા હતા અને એનાથી જ તેનું ગુજરાન ચાલતું. એક દિવસ નોકરી માંથી પાછા ફર્યા અને રાત્રે ઘરે આવ્યા ત્યારે તેનું ધ્યાન તરત જ હોલમાં રહેલી દીકરી ઉપર ગયું.
દીકરી પાછળ ફરીને કંઈક કરી રહી હતી કલ્પેશભાઈ નજીકથી જોવા ગયા કે દીકરી શું કરી રહી છે. એવું અનુમાન લગાવ્યું કે દીકરી કદાચ રમકડાંથી રમી રહી હશે પરંતુ ત્યાં જઈને જોયું તો ખબર પડી કે દીકરી તો તેનો ગલ્લો તોડી ને બેઠી હતી. અને તેમાંથી નીકળેલા પૈસાને એક કપડામાં ભેગા કરી રહી હતી.
એટલે કલ્પેશભાઈ એ સહજતાથી પૂછ્યું બેટા તુ શું કરી રહી છે, તરત જ પપ્પાનો અવાજ સાંભળીને દીકરી ત્યાંથી ઉભી થઈને રડતી રડતી તેના પિતાને ભેટી પડી અને કહ્યું પપ્પા ક્રિષ્ના આંટી બીમાર પડી ગયા છે. અને અંકલ બહારગામ ગયા છે અને પાછળથી ક્રિષ્ના આંટી ને ખૂબ જ તાવ આવ્યો છે.
કલ્પેશભાઈ અને તેના ભાઈ આજુ બાજુમાં જ રહેતા હતા. એટલે બન્ને ભાઈઓ ના સંતાનો એકબીજા ની સાથે રમતા પણ ખરા અને અવારનવાર એકબીજાના ઘરે જતા. દીકરી ત્યાં ગઈ હશે અને તેને ખબર પડી હશે કે ક્રિષ્ના આંટીને તાવ આવ્યો છે એવું વિચારીને કલ્પેશભાઈ એ તેની દીકરી ને કહ્યું પરંતુ બેટા ક્રિષ્ના આંટી સાથે તો મમ્મી બોલતા પણ નથી તો પછી તું આવું બધું કેમ કરી રહી છે?
કલ્પેશભાઈ અને તેના ભાઈ વર્ષોથી આજુબાજુમાં સાથે જ રહેતા હતા પરંતુ બંનેની પત્નીને એકબીજા સાથે જરા પણ બનતું નહીં એટલા માટે જ બંને લોકો એકબીજા સામે આવવાનું ટાળતા અને એકબીજા સાથે વાતો પણ ન કરતા.
દીકરી ને આવું કહ્યું એટલે દીકરીએ તરત જ પિતા ની વધુ નજીક આવીને ધીમેથી જવાબ આપ્યો પરંતુ પપ્પા આંટી અને મમ્મી એકબીજા સાથે નથી બોલતા. એ બધો એ લોકો નો ઝઘડો છે આપણો નથી.
સાત વર્ષની દીકરી ના મોઢે થી આવા શબ્દો સાંભળીને પિતા ભાવુક થઈ ગયા અને દીકરી સામે જોતા જ રહી ગયા. થોડા સમય પછી તેના ભાઈ ને ફોન કરીને પૂછ્યું ભાઈ તું ક્યારે આવવાનો છે. ભાઈને આવતા આવતા હજુ એક દિવસ થઈ જાય એવું હતું. બહારગામ કામમાં અટવાયેલો હતો.