બે સંતાનો, સુખી જીવન હોવા છતાં એક ભાઈએ તેની પત્નીને વર્ષો પછી છૂટાછેડા આપ્યા, મિત્રએ છૂટાછેડા આપવાનું કારણ પૂછ્યું તો એવું કહ્યું કે…

ગઈકાલે રાત્રે એક એવી ઘટના ઘટી કે મારા જીવન માં ક્યારેય અનુભવ ના કર્યો હોય તેવી ઘટના બની અને હજુ સુધી મારા મન માં એ વિચારો જ ચાલ્યા કરે છે લગભગ રાત્રે આઠેક વાગ્યા ની આસપાસ મારા મોબાઇલ માં રિંગ વાગી અને મેં ફોન ઉપાડ્યો.

તો સામે થી તો મારા મિત્ર ના પત્ની ફોન માં રડતા રડતા કહેતા હતા કે તમે ઝડપથી અમારા ઘરે આવી જાવ સાંભળી ને હું તો ગભરાઈ ગયો મેં પૂછ્યું કે શું થયું છે ??બે ત્રણ વાર પૂછતાં જવાબ માં બીજું કશું જ નહિ બસ તમે અત્યારે જ અમારા ઘરે આવી જાવ.

અને ફરીને તે રડવાનો અવાજ હું હમણાં જ આવું છું તેમ કહી ને ફોન કટ કર્યો અને લગભગ અડધો કલાક પછી મિત્ર ના ઘરે પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો ભાભી રડતા રડતા દેકારો કરી રહ્યા હતા અને તેના બંને સંતાનો પણ રડી રહ્યા હતા. હું મારા મિત્ર ની પાસે ગયો અને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે ???

શું વાત છે એ તો કહો અને તે પણ મને કઈ જવાબ નથી. આપતા ત્યારે ભાભી આવ્યા અને મારા હાથમાં કાગળ આપતા કહ્યું કે આ જુવો આ ઉંમરે મને છૂટાછેડા આપવા છે. અને તેના કાગળ તૈયાર કરી ને લાવ્યા છે. મેં મારા મિત્ર ને પૂછ્યું કે એવું તે શું થઈ ગયું કે આ કલ્લોલ કરતા પરિવાર માં એટલું ખતરનાક તોફાન આવી ગયું ?

તેના ઘર માં મારા મિત્ર ના માતા પણ રહેતા હતા, તે ઘરમાં દેખાયા નહીં એટલે મેં પૂછ્યું કે તમારા મમ્મી ક્યાં છે? ત્યારે તેના બાળકો એ કહ્યું કે ત્રણ દિવસ પહેલા બા ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છીએ આ સાંભળી ને મારો મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું મેં ઘર ના નોકર ને કહ્યું કે ભાઈ ચા પીવડાવ.

મારા માટે અને મારા મિત્ર માટે ચા તૈયાર થઈને આવી મારા મિત્ર ને પણ ચા પીવડાવવા ની કોશિશ કરી પણ મારા આગ્રહ પછી પણ તેને ચા ને હાથ લગાડ્યો નહિ પણ થોડા સમય પછી તે નાના છોકરાની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યો અને બોલ્યો કે મારી વૃદ્ધ માં ને એવા લોકો ને હવાલે કરી આવ્યા કે…

જેને તે જાણતા પણ નથી. મારી પત્ની એ કહી દીધું હતું કે હું હવે વૃદ્ધ માતા નું ધ્યાન રાખીશ નહિ. અને તેની સાથે ઘણા દિવસો થી બોલવાનું પણ બંધ કર્યું હતું. તેનું ધ્યાન રાખવાનું પણ બંધ કર્યું હતું. અને તેની સાથે ઘર ના નોકરો પણ મારી માં સાથે જેમ ફાવે તેમ વ્યવહાર કરતા હતા.

અને આજે ત્રણ દિવસ થયા મેં આ દુઃખ ના કારણે એક અનાજ નો દાણો પણ પેટ માં નાખ્યો નથી. માં એ તો મને દસ દિવસ પહેલા જ કહ્યું હતું કે તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ કારણ કે મારી પત્ની બાળકો થી તે પણ કંટાળી ગઈ હતી. ઘરના બધા લોકો ને મેં સમજાવવાની ખુબ જ કોશિશ કરી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel