બે મિનિટ વાંચતા થશે, પરંતુ વાંચશો નહીં તો અફસોસ થશે…

દેડકાઓ નો એક સમૂહ જંગલમાં યાત્રા કરી રહ્યો હતો, ત્યારે તેમાંથી બે દેડકાઓ એક ઊંડા ખાડામાં પડી ગયા. તેને નીચે પડેલા જોઈ ને બીજા બધા દેડકાઓ ની ચારેબાજુ ભીડ થઈ ગઈ.

બધા દેડકાઓ જોવા આવ્યા કે એ ઊંડા ખાડામાં કોણ પડી ગયું છે, બધા દેડકા ઓએ જોઈને કહ્યું કે આ બંને દેડકાઓ ની બચવાની કોઇ સંભાવના નથી. તેને ખાડામાં કહ્યું કે તમારી બચવાની હવે કોઈ સંભાવના નથી.

તેમ છતાં ખાડામાં પડી ગયેલા બંને દેડકાઓ બધા લોકોની વાતને નજરઅંદાજ કરીને ખાડામાંથી બહાર નીકળવા માટે પુરજોશથી કૂદકા મારવા લાગ્યા. એક સમય એવો પણ આવ્યો કે બંને દેડકા બહાર નીકળી જશે એવું બહાર ઊભેલા દેડકાઓને લાગ્યું.

પરંતુ અનેક પ્રયાસો કર્યા હોવા છતાં બંને દેડકાઓ ખાડામાંથી બહાર નહોતા નીકળી રહ્યા. પરંતુ તે બંને દેડકાઓ પ્રયાસ કરતા હોવા છતાં બહાર દેડકાઓ નો સમૂહ તેને હજુ પણ કહી રહ્યો હતો કે તમે નહીં બચી શકો, તમારે પ્રયાસ કરવાનું છોડી દેવું જોઈએ.

આખરે એ બંને દેડકા માંથી એક દેડકા નું ધ્યાન બહાર રહેલા દેડકાઓ ની વાતો પર ગયું અને તેને હાર માની લીધી. તેને પણ લાગ્યું કે તે હવે નહીં બચી શકે.

અને થયું પણ એવું જ તેને બહાર આવવાના પ્રયાસો બંધ કરી દીધા અને આખરે તેના રામ રમી ગયા. પરંતુ બીજો દેડકો હજુ પણ પુરજોશથી કૂદકો લગાવીને બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો.

તે જેટલું જોર થી કુદી શકતો હતો તેટલું જોર થી કુદી કુદીને બહાર આવવા માટે લગાતાર પ્રયત્ન કરી રહ્યો હતો. દેડકાઓ ની ભીડ પણ તેને રાડો પાડીને કહી રહી હતી કે તું હવે બહાર નહીં આવી શકે, કોશિશ કરવાનું છોડી દે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel