બાપુજી દીકરા-વહુ થી જુદા રહેતા હતા, પરંતુ એક દિવસ અચાનક દીકરો આવીને તેને પોતાની ઘરે લઈ ગયો. આ વાત જાણીને વહુએ તેના પતિને કહ્યું…

હવે પપ્પા તમે હજુ સુધી કેમ તૈયાર નથી થયા? ઘરમાં પ્રવેશતાની સાથે જાણીતો અવાજ સંભળાયો. બાપુજી દીકરાના લગ્ન થયાના થોડા સમય પછી જ અલગ રહેવા જતા રહ્યા હતા. આજે દીકરો તેના ઘરમાં આવીને આ શબ્દ બોલ્યો, દીકરાએ વધુ કરતાં કહ્યું તમારું બેગ હજુ સુધી તમે તૈયાર નથી કર્યું? મેં તમને ગઈકાલે રાત્રે જ ફોન કરીને જણાવ્યું હતું કે હું તમને આવતીકાલે તેડવા આવવાનો છું.

અરે દીકરા પણ, ફરી પાછું હું એ ઘરમાં પ્રવેશ કરીશ ફરી પાસે રોજની જેમ ઝગડાઓ શરુ થઇ જશે. એના કરતાં મને અહીં શાંતિથી રહેવા દે. એટલું જ નહીં આ ઘરમાં તારી મમ્મીને યાદો પણ ભરાયેલી છે, એટલે અહીં જ રહેવા માંગુ છું.

દીકરો થોડો ભાવ થઈ ગયો તેમ છતાં તેણે કહ્યું પપ્પા મમ્મી ગઈ તેને છ મહિના થઈ ગયા છે, તમારી તબિયત હવે પહેલાની જેમ ઠીક રહેતી નથી. આવા સંજોગોમાં હું તમને એકલા છોડી શકીશ નહીં. તમે મારી સાથે ચાલો.

અરે પણ એ ઘરમાં મારે… હજી બાપુજી તેનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ દીકરાએ બાપુજી ને રોક્યા અને કહ્યું હું તમને કહું છું એટલે તમારે આવવું જ પડશે.

પપ્પા તમે ખોટી ચિંતા નહીં કરો, હવે મારી વહુ પણ પહેલા જેવી નથી. એ પણ તમને સ્વીકારવા માટે તૈયાર થઇ જશે. ગઈકાલે જ ડોક્ટરનો મને ફોન આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે તમારું ડાયાબિટીસ નું લેવલ વધારે પડતું છે એટલે વધારે સાવચેતી રાખવાની છે. કહેતા કહેતા દીકરાએ પણ બેગ પેક કરવા માંડી.

બાપુજીએ પૂછ્યું હું તારા સંસારમાં દખલગીરી કરવા નથી માંગતો, તે તારી વહુ ને વાત કરી હતી? પપ્પા મારે એમાં એને શું વાત કરવી? મારી અને તેની વિચારસરણી થોડી અલગ અલગ છે. અંતે પિતાજી ને લઈને દીકરો ઘરે આવે છે. વહુએ તેના સસરા ને જોઈને કહ્યું સારું થયું પપ્પા તમે થોડા દિવસો માટે અહીં રહેવા આવી ગયા. પરંતુ શબ્દ કંઈક બીજું કહી રહ્યા હતા અને તેના ચહેરા પરના હાવભાવ પણ કંઈક બીજું કહી રહ્યા હોય તેવું બાપુજીને લાગ્યો.

એક દિવસ સવારે વહુ અને દીકરો વાત કરી રહ્યા હતા તે બાપુજીએ સાંભળી, વહુએ દીકરા ને પૂછ્યું કે પપ્પા અહીં કેટલો સમય સુધી રહેવાના છે? દીકરા એ તરત જ તેની વહુ ને જવાબ આપતા કહ્યું તે હવે અહીં જ રહેશે કારણકે પેલા ઘરે હવે તેની સાર સંભાળ રાખવા માટે આખરે કોઈ નથી. અરે તો ત્યાં તમે કોઈ વ્યવસ્થા કરી શકો ને, વહુ એ જવાબ આપતા કહ્યું.

બાપુજી આટલું સાંભળ્યું એટલે તેને થયું ફરી પાસે બંને વચ્ચે વાત આગળ વધે તે પહેલા બાપુજી પોતાના જવાની તૈયારી કરવા લાગ્યા. બાપુજી જવાની તૈયારી કરવા લાગ્યા એટલે દીકરાએ તેને રોક્યા તો દીકરાને કહ્યું કે હું તારા સંસારમાં સુખી છે અને તારા સંસારને હું બગાડવા માંગતો નથી, તું અને તારી વહુ પ્રેમથી રહો. એમાં હું રાજી છું. અને હા જ્યાં સુધી મારો સવાલ છે તો હું મારી સારસંભાળ રાખી શકીશ.

દીકરો વિચારી રહ્યો હતો કે અચાનક બાપુજી આમ સામાન પેક કરી ને કેમ જવા લાગ્યા નક્કી તેને વહુ એ કંઈ કીધું છે અથવા તો તેણે કંઈક સાંભળી લીધું હશે.

દીકરાએ કહ્યું ઠીક છે પપ્પા તમે જતાં રહેજો તમારા ઘરે પરંતુ આજે નહીં આવતીકાલે હું તમને મુકી જઈશ. દીકરો ત્યારે બીજું કશું બોલ્યો નહીં, બીજા દિવસે સવારે તેણે તેની વહુ ને વાત કરી કે આજે પપ્પા જઈ રહ્યા છે, અચાનક જ તેના ચહેરા પર એક ખુશી દેખાણી. પરંતુ મેં સાથે સાથે એક નિર્ણય કર્યો છે કે પપ્પા આટલા મોટા ઘરમાં એકલા કેવી રીતે રહીશ એટલે બાજુમાં જ એક જમીન પડી છે. ત્યાં એક નાનકડું પ્લે હાઉસ અને સાથે સાથે ત્યાં એક નાનકડી સ્કૂલ પણ બનાવવાનું વિચારી રહ્યો છું.

પપ્પાએ સ્કૂલના ટ્રસ્ટી હશે, સાથે સાથે પપ્પાના મિત્રો પણ ટ્રસ્ટ બનાવશે જેથી કરીને પપ્પા ન હોય તો પણ સ્કૂલ ચાલુ રહે. આ સ્કૂલમાં ગરીબ લોકો માટે શિક્ષણ મળી રહેશે, આટલું તેની વહુ ને કહીને દીકરો બાપુજી પાસે ગયો બાપુજી ને કહ્યું તમારી જે જમીન પડી છે કે જેના લગભગ અત્યારે બજાર વેલ્યુ પ્રમાણે પાંચ કરોડ જેટલા રૂપિયા ગણી શકાય. એ જમીન ને ટ્રસ્ટમાં ફ્રેન્ડ તરીકે જમા કરી દેજો અને એમાંથી ઊભી થનારી આવક માંથી ગરીબ બાળકો ની ફીસ માં મદદ મળી રહેશે. અને રહી વાત તમારા રહેવાની તો તમારું પેન્શન તમારી માટે પૂરતું છે. અને હું આજે જ ઓફિસ જઈને આ પ્લાન ઉપર કામ કરું છું. બાપુજી તો તેના દીકરા ની સામે આશ્ચર્ય ચકિત થઈને જોઈ રહ્યા હતા.

દીકરો પપ્પાને જમીનની વાત કરી રહ્યો હતો તે વાત વહુ પણ ઉભી ઉભી સાંભળી રહી હતી, અને તેઓના પપ્પા પાસે આટલી મોટી જમીન છે તેવી તેને ખબર જ હતી નહીં, જાણે કોઈ મોટું નુકસાન થઈ ગયું હોય એ રીતે તેણે તેના પતિને કહ્યું શું તમે પણ મજાક કરી રહ્યા છો? તેના પતિએ તરત જ તેને જવાબ આપી દીધો હું જરા પણ મજાક નથી કર્યો હું તો માત્ર મારા બાપુજીની જિંદગી વ્યવસ્થિત કરી રહ્યો છું, જેથી કરીને કોઈ મારા બાપુજીના જવાની રાહ ન જુએ.

મારો ધંધો આજે જે પણ કંઈ છે તે માત્ર પપ્પા ના કારણે જ છે, કારણકે પપ્પા એ જો મને પૈસા ન આપ્યા હોત તો હું આ ધંધો શરૂ જ ન કરી શક્યો હોત. આ સાંભળીને તેની વહુ એ મોઢું બગાડીને કહ્યું એમાં શું નવી વાત છે એ તો એની ફરજ હતી.

દીકરાએ પણ સામે જવાબ આપતા કહ્યું, ફરજની વાત તું તો ના જ કરે, બાપુજીની તબિયત સારી ન હોય ત્યારે તેની સેવા કરવાની ફરજ તારી જ આવે છે. અને જ્યાં સુધી તારા મમ્મી પપ્પા નો સવાલ છે, તો મેં કોઈ દિવસ તને ત્યાં તારી ફરજ પૂરી કરતા રોકી નથી. તને બાપુજી અને મમ્મી ભેગું રહેવું નહોતું એટલે આપણે અલગ રહેવા માટે આવ્યા હતા, પરંતુ આજે જ્યારે હું મારા પિતાનું ઋણ ચૂકવવામાં થોડું ઉમેરી રહ્યો છું તો મને એ નિભાવવા થી કોઈ રોકી ન શકે. આજે તેના દીકરા ના અવાજમાં આટલી બધી દ્રઢતા જોઈને બાપુજી અવાચક થઈ ગયા.

વહુ પણ ત્યાં જ ઉભી હતી પરંતુ તેના મોઢા માં બોલવા માટે શબ્દો જ બાકી ન હતા.

error: Content is Protected!