એક રાજા ને રાત્રે સુતા હતા ત્યારે એક સપનું આવ્યું જેમાં રાજા એ જોયું કે તેના મોઢામાં ના દાંત આગળ નો એક દાંત મૂકી ને બધા દાંત પડી ગયા છે. અને મોઢા માં આગળ નો એક દાંત જ બચ્યો છે.
બીજા દિવસે દરબાર ભરાયો ત્યારે રાજા એ દરબાર માં જાહેરાત કરી કે મને આવેલા સપના નો અર્થ સમજાવી શકે તેવો કોઈ જ્ઞાની વ્યક્તિ ને બોલાવી અને મને આવેલા સપના નું રહસ્ય સમજવામાં આવે.
રાજ્ય માં ઢંઢેરો પીટવામાં આવ્યો કે જે વિદ્વાન કે જ્ઞાની માણસ રાજા ને આવેલા સપના નો અર્થ સમજાવશે તેને રાજા તરફથી ઇનામ આપવામાં આવશે.
દરબાર માં ઘણા લોકો આવ્યા પરંતુ તેમાંથી કોઈ વ્યક્તિ રાજા ને સંતોષ થઇ તેવો જવાબ આપી શક્યા નહિ બે દિવસ પછી એક જ્ઞાની વ્યક્તિ રાજા ના દરબાર માં આવ્યો અને રાજા ને કહ્યું કે હું આપને આવેલા સપના નો અર્થ સમજાવીશ.
એટલે રાજાએ તેને આવેલા સપના ની વિગતવાર વાત કરી અને કહ્યું કે મને આવેલા આ સપના નો અર્થ મને સમજાવો અને આતુરતા થી તે વ્યક્તિ ના જવાબ ની રાજા રાહ જોવા લાગ્યા.
થોડીવાર પછી આવેલા જ્ઞાની માણસે રાજા ને કહ્યું કે આપને બહુ બેકાર સપનું આવ્યું છે અને તેનો અર્થ એ થાય છે એમ કહી અને રાજા ને કહેવા લાગ્યો કે તમારી નજર સામે જ તમારો આખો પરિવાર ખતમ થઇ જશે.
અને બધા ના મૃત્યુ પછી તમારું મૃત્યુ થશે. આ વાત સાંભળતા જ રાજા ને ગુસ્સો આવ્યો અને હુકમ કર્યો કે આ જ્ઞાની માણસ ને પકડી અને જેલમાં પુરી આપો.
બીજા દિવસે બીજો એક જ્ઞાની વ્યક્તિ રાજા ની સામે આવે છે અને કહે છે કે મને આપ વિગતવાર સપના ની વાત કહો અને હું આપને આવેલા સપના નો સાચો અર્થ જણાવીશ.