અત્યંત સુખી પરિવારની દીકરીના લગ્ન થયા પછી થોડા જ સમયમાં તેના પતિને ધંધામાં મોટી ખોટ આવી, પછી તે સ્ત્રીએ જે કર્યું તે જાણીને તમે પણ...

એક નાનકડા ગામમાં એક અતિ સુંદર અને ધનાઢ્ય પરિવારની દીકરી નિશાની સગાઈ ખૂબ જ સુખી પરિવારમાં કરવામાં આવી. તેના પિતા એક ખૂબ જ સફળ વેપારી હતા. દીકરી પહેલાથી જ અત્યંત સુખમાં ઉછરી હતી. પરંતુ અચાનક જ લગ્નના થોડા વર્ષો પછી તેના પતિને ધંધામાં ખૂબ જ મોટી ખોટ આવી.

અને તેને ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હોવાથી આખો પરિવાર પૈસા વિહોણો થઈ ગયો. તે લોકોએ પોતાની બધી જ સંપત્તિ વેચવા માટે મજબૂર થવું પડ્યું. પરિવારના બધા જ લોકો એક ખૂબ જ નાની ઝૂંપડીમાં રહેવા માટે મજબૂર થઈ ગયા. અને જાણે દરરોજ નવા દિવસે તે દિવસનું ખાવાનું કઈ રીતે આવશે એ જ પ્રશ્ન થયા કરતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દરરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે અસંખ્ય સંઘર્ષ કરવો પડતો હતો, નિશા નો પતિ ખુબ જ નિરાશ થઈ ગયો હતો. તે હવે પોતાનું ગુજરાન કેવી રિતે ચલાવશે અને સાથે સાથે પત્નીને તેમજ પરિવારને કેવી રીતે સંભાળશે તે માટે કાયમ ચિંતીત રહેવા લાગ્યો.

મહેલ જેવા મકાનમાં રહેલા લોકો અત્યારે સાધારણ જીવન જીવી રહ્યા હતા, જો કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં નિશા એ ક્યારેય પણ હાર નહોતી માની અને કાયમ તેના પત્નીને વિશ્વાસ અપાવતી કે ફરી પાછા સફળ થઈ જશે.

ધીમે ધીમે સમય વીતતો ગયો અને પતિને નોકરી મળી ગઈ, નોકરી મળ્યા પછી પહેલા કરતા જાણે થોડી મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં, હજુ તેઓ ખુબ જ અછત માં રહેતા હતા.

નિશા એ પણ ઘર ચલાવવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું, તે ગામમાં રહેતા લોકોના કપડાં સીવીને ઘરમાં મદદ કરવા લાગી, આવી પરિસ્થિતિ હોવા છતાં તે કાયમ હસતા મોઢે મહેનત કરતી અને સ્પષ્ટપણે માનતી કે મહેનત આખરે સફળતા અપાવે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

નિશા ના માતા પિતા પાસે અઢળક સંપત્તિ હતી પરંતુ કોઈ પણ દિવસ નિશાએ તેના માતા પિતા પાસે કંઈ માગ્યું ન હતું અને એટલું જ નહીં તે પોતાના આવા જીવન વિશે કોઈ પણ પાસે ફરિયાદ પણ નહોતી કરતી.

વર્ષો ના વર્ષો વીતી ગયા પછી, આખરે તેના પતિને એક નવો ધંધો શરુ કરવાનો મોકો અને અનુકૂળતા મળી ગઈ. પોતાના નવા ધંધા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો અને તેને ઘણું સમર્થન પણ મળી રહ્યું હતું. ધીરે ધીરે તે પોતાની સફળતા ના કદમ ઉપર આગળ વધી રહ્યો હતો.

થોડા વર્ષો પછી તેનો ધંધો વધવા લાગ્યો અને અનેક ગણો થવા લાગ્યો, ઘણો બધો સમય વીત્યા પછી એક સમયે એવો પણ આવ્યો હતો જ્યારે તેનો ધંધો ખૂબ જ વધારે ચાલવા લાગ્યો, અને તે પહેલા કરતાં પણ વધારે ધનાઢ્ય થઈ ગયો.

એટલા વર્ષો પછી જયારે તેના બાળકો ને તે ખુબ સારી જિંદગીની ભેટ આપી શક્યો ત્યારે તે ખુબ ખુશ થયો, ફરી પહેલા કરતા પણ વધુ મહેનતથી આગળ વધવા લાગ્યો. અને શહેરના નામાંકિત લોકોમાં તેનું નામ આવવા લાગ્યું, તેનું એક દિવસ સન્માન કરવા માટે ખુબ જ મોટો કાર્યક્રમ સમાજમાં રાખવામાં આવ્યો, આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સન્માન કરાયા પછી તેને બે શબ્દો બોલવા માટે સ્ટેજ પર આમંત્રિત કર્યાં અને લોકોએ તેમને પૂછ્યું કે તમે ખરાબ સમય માંથી શું શીખ્યા, ત્યારે તેને જવાબ આપતા કહ્યું કે હું ખરેખર ખુબ જ ભાગ્યશાળી છું. કારણ કે ખરાબ સમય આવ્યો પછી મને હકીકતમાં ખબર પડી કે કોણ મારા છે અને કોણ મારા નથી.

પરંતુ એક વાત સાચી છે કે જો ખરાબ સમયમાં તમારી સાથે તમારો પરિવાર ઉભો હશે તો તમે ગમે તે જંગ જીતી જશો, તમારા સપનાઓ પર વિશ્વાસ રાખજો કારણ કે હાર ન માનીએ તો અંતે સફળતા મળે જ છે. ત્યાં હાજર બધા લોકોએ તાળીઓથી આ શબ્દો ને વધાવી લીધા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team