એક રાજા ના દરબાર માં એક અતિ સુંદર અને રૂપવાન નર્તકી રાજા નું દિલ બહેલાવવા માટે નૃત્ય કરી રહી હતી, પરંતુ નર્તકી જેટલી સ્વરૂપવાન હતી રાજા એટલો જ કદરૂપી હતો.
ત્યારે તે નર્તકી એ રાજા ને કહ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે, પણ તમે ખોટું લગાડી ને મને સજા આપો તો મારે કઈ પૂછવું નથી. ત્યારે રાજા એ વચન આપ્યું કે હું તને કોઈ સજા નહિ આપું, તારે જે સવાલ પૂછવો હોય તે પૂછી શકે છે.
નર્તકી એ રાજા ને પૂછ્યું કે જ્યારે ઈશ્વર બધા ને રૂપ વહેંચી રહ્યા હતા ત્યારે તમે ક્યાં ચાલ્યા ગયા હતા ? એટલે રાજા મનમાં અને મનમાં હસવા લાગ્યા.
અને તરત જ તે નર્તકી ને જવાબ આપ્યો કે જ્યારે ઈશ્વર રૂપ વહેંચી રહ્યા હતા ત્યારે જ સાથે સાથે નસીબ પણ વહેંચી રહ્યા હતા તું જ્યારે રૂપ લેવા માટે લાઈનમાં ઉભી હતી.
ત્યારે હું ઈશ્વર પાસે નસીબ લેવા માટે લાઇનમાં ઉભો હતો અને પરિણામે મારી પાસે રૂપ નથી પણ નસીબ મારી પાસે છે અને એટલે જ તારા જેવી સુંદર રૂપ વાળી અનેક નર્તકી મારા રાજ દરબાર માં આવી અને નૃત્ય કરી રહી છે.