આશ્રમમાં સેવા કરી રહેલા એક યુવકને સંતે પૂછ્યું તું માત્ર પૈસા માટે અહીં આવે છે? તો યુવકે આપ્યો એવો જવાબ કે સંત પણ…

એક અત્યંત ગરીબ યુવક હતો તેને જિંદગીમાં ખૂબ જ પૈસા કમાવવાના સપના હતા. તે એક સંત પાસે દરરોજ જતો હતો, અને આ તેનો નિયમિત પણે જાણે ક્રમ બની ચૂક્યો હતો.

દિવસમાં એક વખત તો અચૂક તે સંત પાસે આશ્રમમાં જ હતો અને ત્યાં આશ્રમની સાફ-સફાઈ કરતો અને સાફ-સફાઈ કરીને તે ફરી પાછો પોતાના કામ પર ચાલ્યો જતો.

તે નિત્ય ક્રમ પ્રમાણે સંત પાસે જતો અને ક્યારેક ક્યારેક તે સંતને રૂબરૂ મળો તો તો તેને પગે લાગીને આશીર્વાદ માંગતો અને સંત પાસે કહેતો કે તમે મને આશીર્વાદ આપો જેનાથી મારી પાસે ખૂબ બધા પૈસા અને સંપત્તિ આવી જાય, સંતને આવું વાક્ય સાંભળીને થોડી નવાઈ લાગી એટલે તને પૂછ્યું કે શું તું આ આશ્રમની સેવા કરી રહ્યો છે તે માત્ર આના માટે જ કરી રહ્યો છે?

યુવકે નિર્દોષભાવે હા કહી દીધી, ભલે તે માત્ર પોતાના સ્વપ્ન માટે ત્યાં સેવા કરી રહ્યો હતો પરંતુ તે જરા પણ ખોટું બોલ્યો નહિ અને ઇમાનદારીથી કહી દીધું કે મારો તો ઉદ્દેશ્ય જ એ છે કેમ મારી પાસે બહુ બધી સંપત્તિ આવી જાય.

અને આના માટે જ હું તમારી પાસે આવું છું, મારી પાસે ભાડાનું મકાન છે અને હું નાનો ધંધો કરીને ગુજરાન ચલાવું છું. ખબર નહી ક્યારે ભગવાન મારી પ્રાર્થનાને સાંભળશે?

સંત એ કહ્યું કે જરા પણ ચિંતા કરીશ નહિ, ભગવાન બધાને અવસર આપતો રહે છે. ફરી પાછું યુવકે નિરાશાજનક થઈને કહ્યું ખબર નહી ક્યારે સાંભળશે? એટલે સંત એ તેને કહ્યું કે જ્યારે તારી સામે અવસર આવશે તો પ્રભુ તને અવાજ કરીને જણાવશે નહીં, ચૂપચાપ તારા માટે આપોઆપ નવા રસ્તા ખુલતા જશે.

આટલું સાંભળ્યા પછી યુવક ત્યાંથી જતો રહ્યો અને નિત્ય ક્રમ અનુસાર પોતાના ધંધામાં તેમજ આશ્રમની મુલાકાત ચાલુ રાખી.

સમય વીતતો ગયો અને ધીમે ધીમે તેનો ધંધો વધતો ગયો સમય જાણે પલટો ખાઈ ગયો હોય તે રીતે પેલા યુવકને ખૂબ જ વધારે સંપત્તિ મળવા લાગી. એ એટલો બધો પોતાના ધંધામાં વ્યસ્ત રહેવા લાગ્યો કે તેણે આશ્રમમાં જવાનું જ છોડી દીધું.

તે તેના પરિવાર સાથે રહેતો સરસ મજાનો બંગલો પણ બનાવેલો હતો પરિવાર પણ હળી-મળીને રહેતો હતો પરંતુ કામ ખબર નહીં એક દિવસ અચાનક તે સવારે આશ્રમે પહોંચી ગયો અને ત્યાં જઇને કોઇને પણ કશું કહ્યા વગર ત્યાંનું કામ કરવા લાગ્યો.

એવામાં સંત ત્યાંથી નીકળી રહ્યા હતા તેને આ માણસને જોયો એટલે તે તરત જ ઓળખી ગયા, રૂમમાં સાફ સફાઇ કરી રહેલા આ માણસને સંતે બોલાવીને આશ્ચર્ય સાથે કહ્યું ઓહો શું વાત છે? આટલા વર્ષો પછી તું અહીં આવ્યો છે? એવું સાંભળવા મળ્યું હતું કે તું તો મોટો શેઠ બની ગયો છે.

તે માણસે જવાબમાં કહ્યું કે હા, મેં ખૂબ જ સંપત્તિ એકઠી કરી બાળકો ના લગ્ન પણ કર્યા. એ પણ બધા લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. જીવનમાં હવે પૈસાની કોઈ જ ખામી રહી નથી, ખૂબ જ નવા સંબંધો પણ બની ગયા છે પરંતુ ઘણી વખત એવું લાગે છે કે દરેક લોકો મારી સાથે માત્ર પૈસાને કારણે સંબંધ નિભાવી રહ્યા છે.

મારી પાસે પૈસા ખૂબ જ છે પરંતુ મનમાં શાંતિ નથી, એવું લાગતું રહ્યું હતું કે હું દરરોજ આશ્રમ આવી અને નિત્યક્રમ નિભાવતો રહીશ પરંતુ એ પણ થઈ શક્યું નહીં. આજે તો નક્કી કરીનાખ્યું કે અહીં આવીને જ મને શાંતિ મળી શકે છે. સંપત્તિ ધન વગેરે બધું દેખાડો માત્ર છે.

પ્રભુએ મને બધું આપી દીધું પરંતુ મને અને મનની શાંતિ મળી શકતી નથી.

આટલું સાંભળીને સંત એ સહજ ભાવથી તેને કહ્યું કે પરંતુ તે ભગવાન પાસે મનની શાંતિ તો માંગી જ હતી નહીં. અને તુતો આશ્રમ ની સેવા પણ માત્ર સંપત્તિને પામવા માટે જ કરી રહ્યો હતો તો પછી ભગવાનને શું કામ દોષ આપી રહ્યો છે? તે જે માંગ્યું હતું એ તો તને મળી જ ગયું છે.

તો હવે આટલા વર્ષો પછી ફરી પાછો કેમ આશ્રમ ની સેવા કરવા આવી ગયો?

આશ્રમની સેવા કર એમાં મને કોઈ પણ જાતનો વાંધો નથી, હોઈ શકે કે તને મનની શાંતિ પણ મળી જાય. એ તો તને પહેલા પણ રોકી રહ્યો ન હતો અને હવે પણ રોકીશ નહીં.

જાણે પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય એ રીતે પેલા માણસે ઉદાસ થઈને સંત ના ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા અને કહ્યું કે હવે કંઈ માંગવા માટે હું સેવા નહીં કરું બસ મને મનની શાંતિ મળી જાય તો બીજું કંઈ જ જોતું નથી.

સંતે કહ્યું કે પહેલા એ નક્કી કરી લે કે કંઈ જ માંગવા માટે આશ્રમની સેવા નહીં કર, અલબત્ત મનની શાંતિ થી વધારે કશું નથી હોતું જેથી કરીને નક્કી કરી લે કે હવે સેવા ના બદલામાં કશું માંગ્યું નથી.

પેલા માણસે બે હાથ જોડીને સંતને એટલું કહ્યું કે તમારી બધી વાત હું શબ્દશઃ સમજી ગયો છું. મારી આંખો ઉઘાડવા માટે તમારા ચરણોમાં ખૂબ ખૂબ પ્રણામ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો તમારા ગુજરાતી પરિવાર મિત્રો સાથે તેમજ દરેક ગ્રુપમાં અવશ્ય શેર કરજો. અને કોમેન્ટમાં સ્ટોરી કેવી લાગી તેનો પ્રતિભાવ પણ આપી શકો છો.

error: Content is Protected!