રાજા ની દુઃખી હાલત જોઈને સાધુએ કહ્યું કે રાજા તમારા માટે એક ઉપાય છે તમારે એક એવું કામ કરવું પડશે જે લોકો ની નજર માટે ખોટું હોય પણ હકીકત માં ખોટું ના હોય અને જયારે લોકો તમને ખોટું કામ કરતા જોઈશે.
ત્યારે તે તમારી નિંદા કરશે અને જેટલા લોકો તમારી નિંદા કરશે તે બધા ના ભાગે તમારું કરેલું કર્મ જે ગાય નો પોદળો મને આપેલો અને આજે એક મોટો ઢગલો થઈ ગયો છે તે બધા નિંદા કરવા વાળા ને સરખા ભાગે ચાલ્યું જશે.
અને તમે તેમાંથી છુટકારો મેળવી શકશો રાજા એ સાધુ ની વાત સાંભળી ને તેના મહેલ માં પાંચ આવ્યા અને વિચાર કરવા લાગ્યા કે એવું શું કરું કે લોકો ને મારી નિંદા કરવાની ફરજ પડે અને હું આ પાપ કર્મ થી છુટકારો મેળવી શકું.
બીજા દિવસે સવાર સવાર માં રાજા ગામ માં આવેલા મુખ્ય ચોક માં મદિરા ભરેલી એક બોટલ લઇ ને બેસી ગયા અને સવાર થી આવતા જતા માણસો રાજા ની સામે નજર પડતા જ અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે રાજા થઇ ને સવાર સવાર માં મદિરા ની બોટલ લઇ ને બેસી ગયા છે.
કઈ લાજ શરમ જેવું તો છે જ નહિ અને અનેક સાચી ખોટી વાતો રાજા વિશે બોલવા લાગ્યા પરંતુ રાજા તો લોકો ની નિંદા ની પરવાહ કર્યા વિના જ જાણે નશા માં હોય તેવું વર્તન કરી રહ્યા હતા.
આખો દિવસ સુધી આમ કર્યા બાદ રાજા બીજે દિવસે જ્યારે સાધુ ને મળવા માટે ગયા ત્યારે તેને જોયું કે ઝૂંપડી પાસે પડેલા પોદળા નો ઢગલો ગાયબ હતો ત્યારે સાધુ પાસે જઈને પૂછ્યું કે આ ઢગલો ક્યાં ગાયબ થઇ ગયો ?
ત્યારે સાધુ એ કહ્યું કે તમારી નિંદા કરવા વાળા ના ભાગે ચાલ્યો ગયો અને સાધુ એ કહ્યું કે જ્યારે આપણે બીજા લોકો ની કારણ વગર નિંદા કરીએ છીએ ત્યારે તેને કરેલા પાપ નો ભાર પણ આપણે ઉઠાવવો પડે છે.
અને આપણે ભોગવવા પડે છે હવે તે આપણે હસતા હસતા ભોગવીએ કે રડતા રડતા આપણે જ્યારે બીજા લોકો ને જે પણ આપીયે છીએ તે તેના સમયે અનેક ગણું થઇ ને આપણી પાસે જ પાછું આવે છે.
એટલે આપણે શું જોઈએ છે તે નક્કી કરીને જ બીજા સાથે વર્તન વ્યવહાર કરવો…