આપણા જીવનની કિંમત કેટલી છે, બધું કામ પડતું મૂકીને આ વાંચી લેજો એટલે સમજાઈ જશે

એક દીકરો તેના પિતા પાસે જઈને તેને પૂછે છે કે માણસના જીવનનું મૂલ્ય કેટલું હોય છે? ત્યારે તેના પિતાએ તેને જવાબ આપતા કહ્યું કે માણસના જીવન નું મૂલ્ય હું તને સમજાવીશ તો તું સમજી નહીં શકે, પરંતુ એ તને સમજાવવા માટે મારે એક વસ્તુ તને આપવી પડશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને પછી હું તને સમજાવીશ કે માણસના જીવનનું મૂલ્ય કેટલું હોય છે, આટલું કહીને તેના પિતા તેના દીકરાને એક પથ્થર આપે છે. અને તેને કહે છે કે આ પથ્થર લઇને તું બજારમાં જા અને રસ્તા ઉપર બધા પોતાનો સામાન લઈને વેચવા બેસતા હોય ત્યાં જઈને બેસી જજે.

તને જો કોઈ આ પથ્થર ની કિંમત શું છે એવું પૂછે ત્યારે તારે કોઈ જવાબ આપવાનું નથી. એના બદલામાં તારે ફક્ત તારી પાંચ આંગળી ઉંચી કરીને બતાવવાની છે. કિંમત શું કહે છે તે જાણીને ફરી પાછો મારી પાસે આવી જજે.

છોકરાએ એવું જ કર્યું, છોકરો એ પથ્થર લઇને બજારમાં ગયો અને બધા બેઠા હતા ત્યાં રસ્તા પર જ બેસી ગયો. થોડી વારમાં એક સાધારણ માણસ બે છોકરા પાસે આવીને પથ્થર નો ભાવ પૂછે છે ત્યારે છોકરાએ પોતાની પાંચ આંગળી ઉંચી કરીને બતાવી.

એટલે એ સાધારણ માણસે પોતાના ખિસ્સામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢી અને કહ્યું હું આ પથ્થર ખરીદવા માંગું છું. છોકરો પથ્થર લઈને ફરી પાછો તેના પિતા પાસે ચાલ્યો જાય છે અને પિતા પાસે આવીને કહે છે કે મારી પાસે એક ગ્રાહક આવ્યા હતા જેવો આ પથ્થરને પાંચ રૂપિયામાં ખરીદવા માંગે છે.

ત્યારે તેના પિતાએ કહ્યું કે હવે તું મ્યુઝિયમમાં આજ પથ્થર લઇને જા અને ત્યાં જઈને ત્યાંના સ્ટાફ પાસે વાત કરીને આની કિંમત કેટલી ગણી શકાય તે જાણે આવ. પરંતુ કિંમતમાં મેં કહ્યું એ રીતે પાંચ આંગળી બતાવજે. છોકરો એ પથ્થર લઇને ચાલતો થઈ ગયો, શહેરના મ્યુઝિયમમાં એ પહોંચી ગયો.

મ્યુઝિયમમાં જઈને થોડા સમય સુધી આમતેમ પૂછપરછ કરીને અંતે કોઈને મળવા માટે ઓફિસની બહાર રાહ જોઇને બેઠો હતો. અંદાજે અડધી કલાક પછી તે અધિકારીને મળવા માટે અંદર ગયો અને અધિકારીને પોતાની પાસે રહેલો પથ્થર બતાવ્યો.

થોડીવાર પથ્થરને નિહાળીને પ્લે અધિકારીએ છોકરા સામે જોઈને પૂછ્યું કે આ પથ્થર ની કિંમત કેટલી છે? ત્યારે છોકરાએ પિતાના કહ્યા પ્રમાણે પાંચ આંગળી ઉંચી કરી. ત્યારે તે અધિકારીએ તેને જવાબમાં કહ્યું કે સારું હું તને આ પથ્થરના 500 રૂપિયા આપીશ.

છોકરો ફરી પાછો પથ્થર લઇને ઘરે આવવા માટે નીકળી ગયો, ફરી પાછો પિતા પાસે આવીને તેને કહ્યું કે મ્યુઝિયમમાં તો એક અધિકારી મને 500 રૂપિયા આપવાની વાત કરે છે. પિતા ને વાત કરતા ની સાથે દીકરા ના અવાજમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પિતાએ કહ્યું કે હવે તો આ જ પથ્થર લઇને સોની બજારમાં જઈ આવ, ત્યાં જઈને કોઈ ઝવેરીની દુકાન માં આની કિંમત જાણીને ફરી પાછો આવજે. છોકરાને પાંચ આંગળી ની વાત બરાબર યાદ હતી, તે ફરી પાછો નીકળી ગયો સોની બજારમાં ઝવેરીની દુકાન શોધવા માટે.

થોડા જ સમયમાં ઝવેરીના ત્યાં જાય છે અને ત્યાં જઈને તેને પથ્થર દેખાડે છે, એ ઝવેરી પથ્થર જોઈને અત્યંત ખુશ થઈ જાય છે. જાણે એ પથ્થર તેને વર્ષોથી જોતો હોય અને તેની સામે આવી ગયો હોય એટલો બધો ખુશ થઈ જાય છે.

છોકરાને તે ઝવેરી પૂછે છે કે આ પથ્થર તારે કેટલામાં વેચવાનો છે? ત્યારે છોકરાએ પાંચ આંગળી ઉંચી કરીને બતાવી એટલે ઝવેરીએ તરત જ પોતાની તિજોરી માંથી પાંચ લાખ રૂપિયા કાઢ્યા અને છોકરા ની સામે રાખ્યા.

છોકરો આ બધું તેના નજર સામે બનતું જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો. થોડા સમય સુધી એ વિચારોમાં ખોવાઈ ગયો કે એક જ પથ્થરની આટલી બધી અલગ અલગ કિંમત, અને એ કિંમતમાં પણ કેટલો બધો ફેર? તરત જ તે પથ્થર લઇને તેના પિતા પાસે જતો રહ્યો.

પિતાને એ પથ્થર આપીને તેને કહ્યું તમે કહ્યું એ પ્રમાણે હું સોની બજારમાં ગયો ત્યાં મને આ પથ્થરના પાંચ લાખ રૂપિયા મળે તેમ છે, ત્યારે તેના પિતાએ તેને કહ્યું. અહીં તારી પરીક્ષા પૂરી થાય છે, હવે હું તને માણસના જીવનનું મૂલ્ય સમજાવું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

પિતાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે માણસના જીવનની કિંમત આ પથ્થર જેવી છે, તમે જેવા લોકો સાથે રહેશો એટલે કે તમારી સંગત જેવી હશે તેવી તમારી કિંમત નક્કી થશે. તમારે કેટલું કિંમતી બનવું છે તેવા લોકો સાથે રહો, સારા સંસ્કારી લોકોની સંગત હશે તો આપણી કિંમત સારી રહેશે.

અને એવી જ રીતે તારે નક્કી કરવાનું છે કે માણસના જીવનનું મૂલ્ય આખરે કેટલું છે?

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

પિતાના ખાતાની પાસબુક ખુલી ત્યારે બંને બહેનોના હોશ ઊડી ગયા, કારણ કે એમાં...

પિતા નવિનનું બ્લડપ્રેશર અચાનક વધી જવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સાંજ સુધીમાં તબિયત સ્થિર થઈ ગઈ, પણ હોસ્પિટલની ડિપોઝિટ અને તપાસ માટે

By Just Gujju Things Team

તમે હવે બીજા ઘરના છો" કહીને ભાઈએ બહેનને બિઝનેસ મીટિંગમાંથી બહાર મોકલી, પણ સોમવારે...

શનિવારે સવારે શિવાની પોતાના પિતા દેવેન્દ્રની બ્લડપ્રેશરની દવા આપવા પિયર આવી, ત્યારે ડાઇનિંગ ટેબલ પાસેનું દ્રશ્ય જોઈને અટકી ગઈ. ટેબલ પર ધંધા

By Just Gujju Things Team

ભાઈ-બહેનને ભણાવવા પોતાનું ભણતર છોડનાર મોટી બહેનને જ્યારે પૂછ્યા વગર ઘર વેચવાની વાત...

સાંજે સાડા પાંચ વાગ્યે કલ્પના સ્કૂલની ઓફિસથી થાકીને ઘરે આવી, ત્યારે હોલમાં બેઠેલા નાના ભાઈ અમિત, એની પત્ની હેતલ, નાની બહેન નિધિ અને એના પતિ મિ

By Just Gujju Things Team

માતા-પિતાની દવાનો ખર્ચ ઉપાડનાર મોટા ભાઈએ ઘરમાં હુકમ ચલાવવાનું શરૂ કર્યું ત્યારે નાના ભાઈએ...

"ભાવિન, બાપુજીની દવા અને રિપોર્ટના મહિને પંદર હજાર રૂપિયા હું ભરું છું! તો પછી ઘરમાં તહેવાર કેવી રીતે ઉજવવો, બહેનને ક્યારે બોલાવવી અને કયા ડોક્ટર

By Just Gujju Things Team