ત્યારે તેના ભાઈના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી તેને તેની બહેન સાચિને કહ્યું કે બહેન તું જરા પણ ચિંતા નહીં કર આમાંથી જે બધી કિંમતી વસ્તુઓ છે તે માત્ર હું લઈને આવ્યો છું પરંતુ આ બધું મોકલનાર તારા સાસુ સસરા છે, અને તેને કોઈપણ ને જણાવવાની ના પાડી છે. અરે ત્યાં સુધી કે તને જણાવવાની પણ ના પાડી હતી. પરંતુ હું તને એટલા માટે જણાવું છું કે જેથી તને હંમેશા માટે ખ્યાલ રહે કે તારા સાસુ સસરા ને તારું કંઈ ખરાબ ન લાગે તેની કેટલી ચિંતા છે.
સાચિ આ વાત સાંભળીને થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, તેની બધી ચિંતાઓ એક જ ક્ષણમાં નીકળી ગઈ, અને તેને તરત જ સાસુ સસરા પાસે જોઈને તેમના પગ અડીને પગે લાગી અને તેમનો આભાર માન્યો, તેના સાસુની મમતા અને દુરદર્શીતા એ સાચિ ને અભિભૂત કરી નાખી હતી.
હજુ આટલું ઓછું હતું તે તરત જ સાસુએ સાચિ ના ગળામાં એક સુંદર હાર પહેરાવ્યો અને કહ્યું કે આ લે બેટા, આ તારા માટે છે હવે તું જરા પણ ચિંતા વગર રહેજે અને આજે નહીં કોઈપણ દિવસ તું જરા પણ ચિંતા ન કરીશ. સાચિ ના ગળામાંથી શબ્દો નહોતા નીકળી શકતા, તે એટલી ભાવુક થઈ ગઈ હતી આંખમાં આંસુ સાથે બંનેએ એકબીજાને આલિંગન આપ્યું.
સાચિની ચિંતાઓ દૂર થઈ ગઈ હતી, ચિંતા ની જગ્યા હવે કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાઈ ગઈ હતી. તેના મોઢામાંથી બીજો તો એક શબ્દ પણ ન નીકળી શક્યો પરંતુ સાસુને ભેટીને તે માત્ર એટલું જ બોલી “માં!”
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.