ત્યારે એક વખત જ્યારે કર્ણ સોનાનું દાન કરી રહ્યા હતા એવામાં એક સાધુ પણ ત્યાં ઉભા હતા તેને કર્ણ જ્યારે સોનાનું દાન આપવા લાગ્યા ત્યારે તે સાધુએ કહ્યું કે અમારે સોના સાથે શું લેવાદેવા? મારે તો પાણી પીવું છે મને ખૂબ જ તરસ લાગી છે.
ત્યારે કર્ણને જવાબ આપતા કહ્યું હતું કે અહીંયા પાણી તો નથી પરંતુ ઈશારો કરીને કહ્યું કે ત્યાં સામે પાણીનું પરબ છે તમને ત્યાં પાણી મળી જશે. આખા જીવનમાં તેને ખાવાનું કે પાણીનું દાન નહોતું કરેલું પરંતુ એક વખત આંગળી ચીંધી અને સાચો રસ્તો દેખાડ્યો.
જેના કારણે તેને એમ કહેવામાં આવ્યું કે તમને જ્યારે પણ ભૂખ લાગે અથવા તરસ લાગે ત્યારે તમે જમણા હાથની પહેલી આંગળી મોઢામાં રાખશો એટલે તમારા મોઢામાં અમી વર્ષા થશે, અને તમને તૃપ્તિનો અનુભવ થશે. કદાચ એટલા માટે જ ત્યારથી આ કહેવત પડી હશે કે આંગળી ચિન્ધ્યાનું પુણ્ય.
મહાભારત ની ચર્ચાઓ માંથી બહાર આવીને અત્યારના યોગ વિશે વાત કરીએ તો ઘણી વખત મારી તમારી સાથે બધા સાથે બને છે કે આપણે ક્યાંય અજાણ્યા માર્ગમાં જતા હોય કોઈને સરનામું પૂછી હતો ઘણા લોકો ખોટા રસ્તે ભટકાવી મૂકે છે.
ખૂબ જ સીધો અને સચોટ સંદેશ છે આપણી સામે કે દુનિયાના મહાન દાનવીર ને પણ તેને જે આપ્યું તે જ સ્વર્ગમાં મળ્યું. તો આપણે જેવું કરીએ છીએ એવું જ પામીએ છીએ. આપણો હિસાબ કેવી રીતે થશે એ આપણે જાણીએ છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.