અમુક તોફાની છોકરાઓએ ટ્રેનમાં સાંકળ ખેંચી, ટ્રેન ઉભી રહી અને પોલીસ આવી ત્યારે તે ડબ્બામાં બેઠેલા વૃદ્ધ માણસ એ કહ્યું સાંકળ મેં ખેંચી છે, પછી જે થયું…

ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરડા લોકો ગાડા વાળે, પરંતુ આજકાલના અમુક જુવાનિયા પોતાની જાતને સૌથી વધારે હોશિયાર સમજે છે. અને મોટી ઉંમરના લોકોમાં સમજણનો અભાવ હોય તેવું વર્તન કરતા હોય છે. પરંતુ કદાચ ભણતર ઓછું હશે પણ જીવનના અનેક પ્રકારના અનુભવ ની ગણતરી કરીએ તો 70-80 વર્ષ ની ઉંમર થયા પછી માણસ ઘણા અનુભવ કરી ચૂક્યો હોય છે.

એક વૃદ્ધ વ્યક્તિને બહારગામ જવાનું થયું, ટ્રેનની ટિકિટ લઈને ડબ્બામાં બેઠા. ડબ્બામાં તેના સિવાય બીજું કોઈ પણ મુસાફર ન હતું. ટ્રેન ધીરે ધીરે ચાલુ થઈ પરંતુ હજી પણ કોઈ જ બીજું મુસાફર ટ્રેનમાં પ્રવેશ કર્યો ન હતો.

થોડા સમય પછી એક સાથે સાતથી આઠ જેટલા જુવાન છોકરાઓ ચાલતી ટ્રેનમાં એ ડબ્બામાં ચડી ગયા. અને તેઓ પોતે એકબીજા સાથે વાતોચીતો અને ધીંગા મસ્તી કરવા લાગ્યા. થોડા સમય પછી આ મસ્તી વધવા લાગી અને ડબ્બામાં જાણે ધમાલ મચાવી દીધી કોઈ બારીમાં પગેથી પાટા મારી રહ્યું હતું તો કોઈ બીજી કોઈ ધમાલ કરી રહ્યો હતો.

એ વડીલ શાંતિથી તોફાન કરી રહેલા તે જુવાનિયાઓને જોઈ રહ્યા હતા. હજુ તેની નજર તેના પર જ હતી ત્યાં એક છોકરાએ કહ્યું કે ચાલો આજે આપણે ટ્રેનની સાંકળ ખેંચીએ, ત્યારે બીજા લોકોએ કહ્યું કે અહીંયા નજર કરે જો અહીં બોર્ડ માર્યું છે કે ટ્રેનની સાંકળ કારણ વગરની ખેંચવામાં આવશે તો પાંચસો રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલની સજા થઈ શકે છે.

એટલે તે સમૂહમાંથી એક છોકરાએ કહ્યું કે આપણે ટ્રેનની સાંકળ ખેંચીએ એમાં શું, આપણે આટલા બધા સાથે તો છીએ. બધા લોકો ભેગા થઈને દંડની રકમ ભરી આપશો. આટલું બોલીને બધાએ ભેગા મળીને ₹500 ભેગા કરી અને એક મિત્ર પાસે રાખ્યા.

પછી તેમાંથી એક છોકરો વળી પાછું બોલ્યો કે સાંકળ ખેંચ્યા પછી કોઈ અધિકારી આવે ત્યારે આપણે બધા એમ કહીશું કે સાંકળ અમે નહીં પરંતુ અહીં બેઠેલા આ વૃદ્ધ માણસ એ ખેંચી છે. એટલે આપણે દંડના રૂપિયા પણ નહીં દેવા પડે.

તેના મોઢેથી આવી વાત સાંભળીને વડીલે કહ્યું કે અરે છોકરાઓ મેં તમારું શું બગાડ્યું છે તો તમે મને ફસાવો છો? પરંતુ જેને તોફાન જ કરવા હોય તે કોઈનું માને નહીં અને તે છોકરાઓએ થોડા જ સમય પછી સાંકળ ખેંચી એટલે તરત જ ટ્રેન ઉભી રહી ગઈ.

થોડા સમય પછી રેલવેના અધિકારીઓ સાથે પોલીસને લઈને આવ્યા કે પૂછ્યું સાંકળ કોને ખેંચી છે? એટલે બધા છોકરાઓએ સાથે એક જ અવાજમાં કહ્યું કે અહીં બેઠેલા આ વૃદ્ધ માણસે સાંકળ ખેંચી છે. તે વડીલ ની સામે જોતા તેને તરત જ સામેથી કહ્યું કે હા મેં જ સાંકળ ખેંચી છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel