અઢળક પૈસો હોવા છતાં શેઠ કાયમ દુઃખી-દુઃખી રહેતા, એટલે શેઠના મિત્રે તેને એવી સલાહ આપી કે શેઠનું જીવન…

એક ખૂબ જ ધનવાન શેઠ હતા. વાત જ્યારે પૈસાની આવે તો શેઠ પાસે એટલો બધો પૈસો હતો કે તેને જીવનમાં પૈસાની કોઈ ખામી હતી નહીં. આ પૈસો તેને વારસામાં પણ મળ્યો હતો અને વારસા માંથી મળેલી સંપત્તિ માલમિલકતને તેઓએ પણ પોતાની મહેનતથી આગળ વધારી હતી.

શેઠ પાસે એટલી બધી સંપત્તિ હતી કે તેની કદાચ આવનારી ૭ પેઢીઓ પણ કંઈ કામ ન કરે તો પણ તેઓ ભૂખે ના મરે. અને શેઠ રહેતા હતા તે મકાન ને મકાન નહીં પરંતુ આલીશાન બંગલો કેવો પડે, ફિલ્મમાં બતાવનારા બંગલા પણ ઝાંખા પડે એવો બંગલો શેઠનો હતો.

તેના બંગલામાં ૩૦ જેટલાં તો નોકર કામ કરતા, શેઠ એક દિવસ તેના રૂમની બહાર નીકળીને હોલમાં લટાર મારી રહ્યા હતા. એવામાં તેઓને કોઈ ગીત ગાઇ રહ્યું હોય તેવો અવાજ સંભળાયો.

પહેલા તો શેઠ એ વાતને ઇગ્નોર કરી પરંતુ એ અવાજ ક્યારનો આવી રહ્યો હતો એટલે હવે જે બાજુથી અવાજ આવી રહ્યો હતો ત્યાં જઈને આજુબાજુ જોવા લાગ્યા, શેઠે જોયું તો તે અવાજ તેનો એક નોકર કરી રહ્યો હતો.

તે નોકર પોતાનું કામ પણ કરી રહ્યો હતો અને સાથે સાથે ગીત ગાઈ રહ્યો હતો, તેના મોઢા ઉપરથી તેના હાવભાવ સાફ દેખાઈ રહ્યા હતા. તે અંદરથી ખૂબ જ ખુશ હોય તેવું જણાઈ રહ્યું હતું.

આથી શેઠે તેનો કરને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કેમ ભાઈ આજે આટલો બધો ખુશ છે? એટલે ન કરે તેનો જવાબ આપતાં કહ્યું કે આ માત્ર આજ માટે નહીં હું તો હંમેશા માટે આવી રીતે ગીત ગાઈને જ કામ કરું છું. અને હું કાયમ ખુશ જ રહું છું.

શેઠ ને જવાબ સાંભળીને થોડું આશ્ચર્ય થયું. તું કેમ આટલો બધો ખુશ છો? ફરી પાછું શેઠે તેને પૂછ્યું એટલે તેને જવાબ આપ્યો કે માલિક તમે મને જે પગાર આપો એમાંથી હું મારા પરિવાર ની ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખી રહ્યો છું. અને અહીંથી ફરી પાછો ઘરે જાવ ત્યારે ઘરે જઈને મારા પત્ની સાથે મારા માતા-પિતા સાથે અને મારે બે બાળકો છે તેમની સાથે અવનવી વાતો કરતો રહું છું.

પેલા શેઠ આ સાંભળીને થોડું અચરજ પામ્યા કારણકે તેને મનોમન થવા લાગ્યું કે શેઠ ની પાસે તો આટલી બધી અઢળક માલમિલકત છે તેઓ પાસે અઢળક સંપત્તિ છે. પરંતુ જે રીતે એક નોકર ખુશ દેખાઈ રહ્યો હતો. તો એવી રીતે તે પોતે કેમ ખુશ રહી શકતા નથી? તે પોતે કાયમ દુઃખી કેમ હોય છે? આવા બધા સવાલો તેના મગજમાં સતત રહ્યા હતા.

આથી તેણે તેના એક મિત્રને ફોન કર્યો અને પછી કહ્યું મારે આવી સમસ્યા છે, આના ઉકેલ કઈ રીતે કાઢવો. તેનો મિત્ર ખૂબ જ અંગત મિત્ર હતો એટલે તેને કહ્યું હું તને કહુ એમ તું કરશે તો તારી આ સમસ્યા દૂર થઈ જશે અને તો ખુશ રહેવા લાગશે.

તરત જ શેઠ એ હા પાડી દીધી, તેના મિત્રે કહ્યું કે તું પેલા નોકરના ઘરે જઈને દરવાજા પર 2000 રૂપિયાની નોટ નો ડટ્ટો મૂકી આવ, પરંતુ હા તેમાં પૂરેપૂરી 100 નહીં પરંતુ એક ઓછી એટલે કે 99 નોટ જ રાખજે. અને શેઠે પણ તેના મિત્રના કહ્યા પ્રમાણે જ 99 નોટ વાળુ બંડલ ત્યાં નોકર ના દરવાજે રાખી દીધો.

નોકર ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે બહાર એક થેલી પડી હતી એટલે તે થેલી માં અંદર હાથ નાખી ને જોયો તો પૈસા હતા, તે તરત જ ઘરમાં જતો રહ્યો અને પૈસા ગણવા લાગ્યો. ધીમે ધીમે એક પછી એક પૈસા ગણ્યા પરંતુ 100 ની જગ્યાએ તે થેલીમાંથી માત્ર 99 નોટ જ નીકળી. એટલે તેને પણ લાગ્યો કે આમાં તો 100 નોટ જ આવે છે. બીજી એક નોટ ક્યાં જતી રહી હશે?

આવો વિચાર કરવા લાગ્યો, અરે મારી ગણવામાં તો ભૂલ નહીં થતી હોય ને એવું વિચારીને નોટ ને લગભગ દસ વખત ગણી કાઢી. પરંતુ એક નોટ મળે જ નહીં.

અંતે આજુબાજુમાં જોવા લાગ્યો પરંતુ ક્યાંય એક નોટ હતી નહીં, અને 2000 રૂપિયાની નોટ હોવાથી નોકરને તેનું મહત્વ પણ ઘણું હતું. એણે પોતે નક્કી કર્યું કે ગમે તે રીતે 100 નોટ ભેગી કરીને જ રહેશે.

એટલે હવે તે બાકીના પૈસા ભેગા કરવા માટે ધ્યાન દેવા લાગ્યો, એના જીવનમાં પણ ઘણા ફેરફાર થઈ ગયા. જે પોતે કામ પર જઈને ગીત ગાતા ગાતા કામ કરી રહ્યો હતો એની જગ્યાએ તેણે તો ગીત ગાવાનું જ બંધ કરી દીધું, આ સિવાય ઘરે પણ તે પરિવાર સાથે ખૂબ જ હસી મજાક કરતો પરંતુ જરૂર સિવાય પરિવાર સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું તેમાં છે વાતવાતમાં તેના પત્ની પર
અથવા બાળકો પર ગુસ્સે થવા લાગે.

એક સમયે ખૂબ જ મોજીલો હતો એનો કર અત્યારે આવો દુઃખી થઈ ગયો તે જોઈને શેઠ ને જે મનમાં સવાલ હતો તેનો ઉકેલ મળી ગયો. તેને કઈ રીતે ખુશ રહેવું તેનો જવાબ મળી ગયો.

શેઠ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે સારું જીવન જીવી શકીએ તેના માટે મહેનત કરવી એ ખૂબ જ સારી વાત છે પરંતુ એટલી બધી મહેનત પણ નકામી છે જે મહેનત કર્યા પછી આપણાથી આપણા પરિવારજનો જ દૂર જતા રહે. થોડા ઘણા વૈભવની લાલચમાં આપણે આપણા સુખ અને ખુશી નો ભાગ ન લઈ લઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

હા ભલે એક સ્ટોરી છે પરંતુ ઘણા લોકોને લાગુ પડે તેવી છે. પરિવાર સાથે હળીમળીને રહો તેની સાથે સમય પસાર કરો એથી જ સાચી ખુશીની લાગણી પ્રાપ્ત થાય છે. અને ઘણા લોકો ના મન માં આ વાત સમજાય ત્યારે તેઓ પણ જાણતા હોય છે કે હવે બહુ મોડું થઈ ગયું છે.

અત્યારના સંજોગો અનુસાર પરિવાર સાથે રહેવાનો આથી વિશેષ સમય કદાચ જ ભવિષ્યમાં મળે. આથી પરિવારની સાથે હળીમળીને રહો અને જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમ જ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપશો.

error: Content is Protected!