તેના બાળક બાજુ ધ્યાન ગયું તો તેની ઉંમરનો અંદાજ લગાવ્યો કે તેની ઉંમર લગભગ એક દોઢ વર્ષ માંડ હશે. તે સ્ત્રી તેના બાળકને સારું થઈ જાય એ માટે ભગવાન સામે પ્રાર્થના કરી રહી હતી. પ્રાર્થના કરતા કરતા તે રડી રહી હતી.
શેઠ ઝૂંપડીમાં અંદર ગયા અને પૂછ્યું તમે આમ ભગવાન ના ફોટા સામે બેસી ને કેમ રડો છો? અને પ્રાર્થના કરો છો કે મારા પુત્ર ને સારું થઇ જાય?
ત્યારે એ સ્ત્રી એ જવાબ આપતા કહ્યું કે ગઈ કાલે સાંજે એક સાધુ મહાત્મા આવ્યા હતા. મારા પુત્ર ની તબિયત ખરાબ હોવાથી ઓપરેશન કરાવવું પડે તેમ હતું અને મેં તેને આખી વાત કરતા તેઓએ મને એમ કહ્યું હતું કે અડઘી રાત્રે આમ કરજે તારા પુત્ર ના ઓપરેશન ની જવાબદારી લેવા વાળી વ્યક્તિ તને શોધતા શોધતા અહીંયા આવી જશે.
શેઠ ને ભગવાન માં બહુ શ્રદ્ધા નહોતી એટલે તેઓ વિચારમાં પડી ગયા કે ગઈકાલે સાંજે જયારે આ સ્ત્રી ને સાધુ મહાત્મા એ કહ્યું ત્યાર થી મારી તબિયત ખરાબ છે. અને ત્યાર થી લઇ ને અત્યાર સુધી મને પણ થોડો વખત જ નીંદર આવી છે. અને બહાર ચક્કર લગાવવાનું મન થયું એટલે આ કામ માં મને નિમિત્ત બનાવામાં આવ્યો છે.
શેઠે તે સ્ત્રી ને કહ્યું કે તારા પુત્ર નો બધો ખર્ચો હું આપી દઈશ. અને તારે મારા ઘરે જ કામ કરવાનું અને ઘર ની બાજુ માં એક રૂમ માં રહેવાની સગવડતા કરી આપી શેઠ હવે બધું સમજી ચુક્યા હતા.
તેઓની તબિયત બગાડી ને ભગવાને જે કાર્ય તેના હાથે કરવાનું હતું ત્યાં સુધી પહોંચાડવા માટે કેવું ચક્કર ચલાવ્યું. કર્મ ની સાથે સેવા કરવી પણ કેટલી જરૂરી છે. જીવ માત્ર ની સેવા કેટલી જરૂરી છે તે શેઠ ને હવે સમજાયું.
શેઠ પણ ભગવાન પાર વિશ્વાસ કરવા મંડ્યા અને સમયે સમયે આવી રીતે હેરાન થતા માણસો ને મદદ કરવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો અને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.