તો શું તે પાછળ જઈ શકે જવાબ તેનો પણ ના છે કારણ કે પાછળ જાય તો જંગલના ઉપડેલા દાવાનળ નો શિકાર થઇ જાતે.
તો આખરે શું થયું હોઈ શકે આનો જવાબ શું હોય? હકીકતમાં આનો જવાબ કે આ ઘટના એક પ્રકારની સ્ટોકેઈસ્ટીક પ્રોબેબિલીટિ થિયરીનો એક એકઝામ્પલ છે.
જવાબ એ છે કે હરણી પોતે કંઈ જ કરતી નથી તે માત્રને માત્ર એક જ વિચાર કરે છે એ વિચાર માત્ર પોતાના બચ્ચાને એટલે કે એક નવા જીવને જન્મ આપવાનો હતો.
હરણી કંઈ જ કરતી નથી અને માત્ર પોતાના બચ્ચાને જન્મ આપવા ઉપર જ પોતાનો સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
હવે આગળ શું થાય છે? આગળ જાણે એમ બને છે કે હરણી ત્યાં ત્યાં ઊભી રહી જાય છે બધા જ ખતરાની વચ્ચે તે ઉભી હોય છે ત્યાં તેની બીજી ક્ષણમાં અમુક ઘટનાઓ બને છે.
શિકારી છે તેની ડાબી બાજુ ઊભો હતો તે નિશાન તાકીને બેઠો હોય છે અને હજુ તીર છોડે તે પહેલા જ તેની ઉપર વીજળી પડે છે અને તે સંપૂર્ણપણે અંધ બની જાય છે.
તરત જ અકસ્માત તરીકે બનેલી આ ઘટનાને લીધે તે તીર છોડી તો દે છે પરંતુ તે પોતાનું નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.
જોગાનુજોગ એ તીર હરણીને વાગતું નથી પરંતુ તે હરણીની બાજુમાંથી પસાર થઈને તેની જમણી બાજુ ઊભેલા સિંહને વાગે છે. અને તેના શરીરમાં તીર ઘુસવાથી તે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે.
અને પહેલાથી જ વીજળીના કડાકા ભડાકા થતા હોય છે તેની સાથે સાથે ચારે બાજુ મુશળધાર વરસાદ થવા લાગે છે અને વરસાદ થવાની થોડી જ ક્ષણોમાં જંગલમાં પેદા થયેલ દાવાનળ બુઝી જાય છે.
અને આ બધાની સાથે એક બીજી ઘટના પણ બની રહી હોય છે, હરણી એક તંદુરસ્ત અને અતિ સુંદર બચ્ચાને જન્મ આપે છે.
હવે આ જ બધી ઘટનાઓને જો આપણા જીવન સાથે સરખાવવામાં આવે તો આપણા દરેકના જીવનમાં તમે માનો કે ન માનો પરંતુ એવી ઘણી ક્ષણો આવી હશે અથવા તો આવે છે જ્યારે આપણને બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો જ સામા મળે છે. દરેક દિશામાંથી સંજોગો જાણે આપણને ઘેરી વળતા હોય તેવું લાગતું હોય છે.
એમાંના અમુક કેટલાક વિચારો તો એટલા બધા શક્તિશાળી હોય છે કે તે આપણા પર એ હદે હાવી થઈ જાય છે અને આપણને જાણે બેધ્યાન બનાવી દે છે.
પરંતુ હંમેશા યાદ રાખજો કે જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ જવાની તાકાત ધરાવે છે.
ભલે ચારે દિશાઓમાં તમને નકારાત્મકતા જોવા મળતી હોય તો પણ તમારા મનમાં દ્રઢ નિશ્ચય રાખવામાં આવે તો આપણને અવશ્ય સફળતા મળે જ છે.
જો આ સ્ટોરી તમે ખરેખર સમજીને જીવનમાં ઉતારી લો તો આપણને સફળતાની નજીક જતા કોઈ રોકી શકે નહીં.
જો તમને આ સ્ટોરી ગમી હોય તો તમારા દરેક ફ્રેન્ડ સાથે શેર કરજો અને સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.