આ વાર્તા વાંચતા નહીં, પરંતુ અંદર સુધી અનુભવજો.

એક જંગલ ની આ વાત છે. એક હરણી ગર્ભવતી હતી અને તે હરણી નું બચ્ચું જમવાની બસ તૈયારીમાં જ હતું. અને આનો અંદાજ હરણીને આવી ચૂક્યો હતો એટલે તે સુરક્ષિત જગ્યા માટે આજુબાજુ જોવા લાગી.

થોડા સમય આજુબાજુ જોયા પછી તેને એક ઘાસનું મેદાન દેખાયું, જે મેદાન નદી પાસે હતું અને દૂરથી દેખાઈ રહ્યું હતું. તેને આ જગ્યા સુરક્ષિત લાગી એટલે તેણે નિર્ણય કરી લીધો કે તેં ત્યાં જઇને બચ્ચાને જન્મ આપશે.

આ સુરક્ષિત જગ્યા તે જ્યાં ઊભી હતી ત્યાંથી થોડી દુર હતી તેમ છતાં તે ધીમે ધીમે આગળ વધવા લાગી અને ટૂંક સમયમાં જ તેને પોતાની પ્રસૂતિની પીડા પણ શરૂ થઈ ગઈ.

તેમ છતાં તે ધીમે ધીમે આગળ વધી રહી હતી. અને ત્યાં જ અચાનક આખા વિસ્તારમાં ઉપર આકાશમાં કાળા ડિબાંગ વાદળ ચારે બાજુ છવાઇ ગયા અને તુરંત જ વિજળીનો ગડગડાટ જાણે કે ચરમસીમા પર શરૂ થઈ ગયો.

અને વીજળી પડી એટલે તરત જ જંગલમાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણી ત્યાં જ ઉભી રહી ગઈ અને આ બધું જોઈ રહી હતી. એટલે હવે તેણે ગભરાયેલી આખો સાથે ડાબી બાજુ જોયું તો ત્યાં કોઈ એક શિકારી ઉભો હતો. જેનું તીર નું નિશાન બિલકુલ પોતાની તરફ જ તાકી રહયો હતો.

એક ગભરાઈ ગઈ એટલે તરત જ જમણી બાજુ આગળ વધવા લાગે પરંતુ હજી તો એક ડગલું ભરે ત્યાં જ તેને એક વિકરાળ સિંહ કે જેની આંખમાં ભૂખ ચોખ્ખી દેખાઈ રહી હતી. એટલે તે પણ તેનો સ્વીકાર કરવાથી થોડો જ દૂર હતો.

બંને દિશાએ ખૂબ જ પરિસ્થિતિ વણસી ચૂકી હતી, હવે આ પરિસ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે, એક કારણ તેને પ્રસૂતિની પીડા પણ શરૂ થઈ ચૂકી છે.

તમે જ વિચાર કરો કે તેનું શું થશે? શું એ હરણી બચી શકે?

શું એ હરણી પોતાના બાળકને પોતાના વહાલા બચ્ચાને જન્મ આપી શકશે કે નહીં?

શું એ બચ્ચાને જન્મ આપે તો એ બચુ બચી જશે?

બીજી બાજુ પરિસ્થિતિનો વિચાર કરો તો એવું પણ થઈ શકે

દાવાનળમાં બધી જ વસ્તુઓ સળગી ને એકદમ ભસ્મીભૂત થઇ જશે?

શું તમને લાગે છે કે હરણી ડાબી બાજુ જતી રહી હશે? જવાબ છે ના કારણકે ત્યાં હતો પેલો શિકારી તેની તરફ જ તીર રાખીને જ ઉભો હતો.

તો શું હરણી જમણી બાજુ જતી રહી હોઈ શકે? જવાબ એનો પણ ના જ છે કારણકે ત્યાં પણ સિંહનો શિકાર કરવા માટે તૈયાર ઉભો હતો.

હવે આના પછી શું હરણી આગળ ની બાજુ ચાલી શકે તેમ હતી કે કેમ? જવાબ એનો પણ ના છે કારણકે ત્યાં નદી હતી અને તે તેને તાણી જાય તેમજ હતી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel