અલ્ઝાઇમર ના કારણે લોકોને બોલવા અથવા કોઈ વાતચીત શરૂ કરવામાં પણ તકલીફ આવી શકે છે તેઓ ઘણી વખત ભૂલી જતા હોય છે કે તેઓએ કઈ વાત કરવાની છે અને ક્યાંથી શરૂ કરવાનું છે અથવા પછી તે જેઓ વિશે બોલવા માંગતા હોય તેનું નામ પણ ભૂલી જતા હોય છે.
આ બીમારીમાં યાદશક્તિની સાથે સાથે ઘણી વખત આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે. એટલે કે આ લોકોને લખવા-વાંચવામાં અથવા દૂરથી આવી રહેલી ચીજવસ્તુઓને જોવામાં તકલીફ પડી શકે છે.
અમુક વિશેષજ્ઞ ન્યુરોલોજીસ્ટ અનુસાર આ માનસિક બીમારી દર્દીની પર્સનાલિટી કોઈ ભ્રમિત ડરેલા તે ચિંતિત લોકો જેવી થઈ જાય છે. વ્યક્તિના મૂળ તેમજ પર્સનાલિટીમાં આવનારા આવા ફેરફાર ઘણી વખત ઘરમાં ઓફિસમાં કે મિત્રો સાથે જોવા મળે છે.
ઘણી વખત આ દર્દીઓ ને વાતચીત શરૂ કરવામાં મુશ્કેલી થવા લાગે છે કારણ કે વાતચીત શરૂ કરવા માટે અને વાત અંત કરવા માટે તે લોકો કયો શબ્દ ઉપયોગ કરવો તે જ નથી શોધી શકતા. આ સમસ્યા ઘણી સામાન્ય થવા લાગે છે.
અલ્ઝાઇમર થી પીડિત દર્દી તેઓની ઓફિસ સોશિયલ લાઈફ અથવા કોઈ પબ્લિક પ્લેસમાં જવાથી અલગ પડવા લાગે છે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.