વિદેશમાં બનેલી આ સત્ય ઘટના છે, છેલ્લે સુધી વાંચજો ખૂબ જ હૃદય સ્પર્શી છે… જજ સાહેબ દરરોજની જેમ આજે પણ અદાલતમાં આવ્યા અને તેના ટેબલ પર કેસના કાગળ પડ્યા હતા.
થોડા સમય પછી અદાલતમાં એક માણસ પ્રવેશ કરે છે. તે માણસના ચહેરા ઉપરથી તેની ઉંમરનો અંદાજ લગાવીએ તો અંદાજે 90 થી પણ વધારે ઉંમરના હશે અત્યંત વૃદ્ધ દેખાતા હતા.
એ માણસ જાણે એક એક પગલું ભરતાં ભરતાં એ જ વિચારી રહ્યો હતો કે મને અદાલતમાં શું કામ બોલાવવામાં આવ્યો હશે?
એ દાદા ત્યાં આવી અને પાસે રહેલી ખુરશીમાં બેસ્યા ત્યાર પછી જજ સાહેબ ની સામે જોયું. જજ સાહેબે તેની સામે સ્માઇલ કરીને તેને કહ્યું ગુડ મોર્નિંગ, સાહેબ.
તે દાદા પાછો જવાબ આપી અને કહ્યું ગુડ મોર્નિંગ જજ.
હવે તે દાદા પર જે ગુના માટે નો આરોપ નોંધાયો હતો તે જણાવવા માટે જજ સાહેબે તેના ટેબલ પરથી કાગળ હાથમાં લઈને વાંચવાનું શરૂ કર્યું. તેને કહ્યું દાદા તમારી ઉપર સ્કૂલ ઝોનમાં ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
દાદા ને સરખુ બરાબર સમજાયું નહીં એટલે તેને ફરી પાછું જજ સાહેબને પૂછ્યું શું?
જજ સાહેબે કહ્યું તમારી પર સ્કૂલ ઝોનમાં એટલે કે જે જગ્યાએ સ્કૂલ હતી તે જગ્યાએથી તમારી ગાડી બાંધેલી સ્પીડ લિમિટ કરતા વધારે સ્પીડ માં જઈ રહી હતી એટલે તમે સ્કૂલ ઝોનમાં મહત્તમ નોંધવામાં આવેલી સ્પીડ નું ઉલ્લંઘન કરેલું છે.
તે દાદાએ જજ સાહેબને જવાબ આપતા કહ્યું સાહેબ હું એટલું ઝડપથી ચલાવતો જ નથી. અને હું ગાડી કોઈ દિવસ ચલાવતો જ નથી. જ્યારે ચલાવવાની અતિશય જરૂર હોય ત્યારે જ હું ચલાવું છું.
દાદાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું… મારી ઉંમર 96 વર્ષની છે, એ દિવસે મારે લોહી ના કામ માટે જવાનું હતું. મારા દીકરા માટે હોસ્પિટલમાં લોહી નું કામ કરાવવાનું હતું.
જજ સાહેબ આશ્ચર્ય પામ્યા, તેને કહ્યું તમારી ઉંમર 96 વર્ષની છે અને તમે હજુ પણ તમારા દીકરા ને હોસ્પિટલ લઈને જાઓ છો, તમે હજુ પણ તેની સારસંભાળ લઈ રહ્યા છો?