બધા મારા થી હેરાન છે ત્યારે તેના પત્ની કહે છે કે ના એવું નથી, તમારી પૌત્રી સવારે જ તેના પપ્પા ને કહી રહી હતી કે દાદા ને સારા ડોકટર ને બતાવી ને દવા કરવો, એટલે તેને સારું થઇ જાય તે કેટલા હેરાન થાય છે ત્યારે નાથાબાપા તેની પત્ની ને કહે છે કે…
વહુ તો તારા વખાણ કરતા થાકતી નથી અને મારા થી તેને બહુ તકલીફ પડી રહી છે. એવી કઈ વાત નો ફરક છે મારા માં અને તારા માં ?? ત્યારે તેની પત્ની કહે છે કે એ તમને નહિ સમજાઈ કારણ કે મારી સાથે વહુ નો ગરજ નો સોદો છે, એટલે હું તેને સારી લાગી રહી છું.
અને મારા વખાણ પણ કરે છે કારણ કે છોકરાઓ ને રાખવા માં અને રસોઈ માં હું વહુ ને મદદ નથી કરતી પણ વહુ તેનાથી થાય તે મદદ મને કરે છે અને બધી જવાબદારી મારા ઉપર છે આ દુનિયા માં સામે વાળા ને જરૂર હોય ત્યારે જ તમે તેને સારા લાગો છો પછી તે સંબંધ માં કોઈ પણ હોય,
ઓરડાની બહાર સંતાઈને બંનેની વાત સાંભળતી વહુની આંખમાં આંસુ આવી ગયા એ વિચારીને કે મારી ઉંમર થશે ત્યારે મારી પણ આવી હાલત થશે? તે તુરંત જ સાસુ સસરા પાસે આવીને માફી માંગવા લાગી, ત્યારે સાસુ સસરા એ માફી આપી અને એકબીજા સામે કશું પણ બોલ્યા વગર જોઈ રહ્યા હતા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.