50 વર્ષ પહેલાનું લેણું લેવા એક વૃદ્ધ આવ્યા તો શેઠ એના પગે પડી ગયા, દીકરાએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે…

આ સાંભળી શેઠ એકદમ ચમકી ગયા (જાણે વર્ષો પહેલા બનેલી ઘટના તેની નજર સમક્ષ આવી ગઈ હોય…) અને વૃદ્ધ ની સામે ટગર ટગર નજરે જોવા મંડ્યા ત્યાં જ વૃદ્ધ બોલ્યા કે અનમોલ બેટા, ભૂલી ગયો કે શું અને વૃદ્ધ નો અવાજ સાંભળી ને શેઠ ને પચાસ વર્ષ ની જૂની ઓળખાણ એક મિનિટ માં તાજી થઇ ગઈ શેઠ તરત જ વૃદ્ધ ના પગે પડી ગયા કે આટલા બધા વર્ષ થી તમે ક્યાં હતા, તમને શોધવાની કેટલી બધી કોશિષો કરી… કેબીન ની ખુરશીમાંથી છોકરા ને ઉભો કરીને વૃદ્ધ ને બેસાડ્યા.

તેના દીકરા સામે જોઈ ને અનમોલ ભાઈએ કહ્યું કે પચાસ વર્ષ પહેલા જયારે દુકાળ પડ્યો ને આપણી બધી ઉઘરાણી ન આવી ત્યારે આપણી પાસે ખાવા માટે પણ કઈ નહોતું વધ્યું. ત્યારે આ દાદા એ આપણને કરિયાણું ભરી દીધું અને આ ચીઠી માં લખેલ દસ તોલા સોનુ ધંધો કરવા માટે આપેલું હતું.

આજે એ જ દસ તોલા સોના માંથી આપણે આ દુકાન મકાન તેમજ આ શૉ રૂમ માં જે માલ પડ્યો છે તે બધું આ વૃદ્ધ ના દાસ તોલા માં થી કમાયા છીએ.

આજે આ ફક્ત દાસ તોલા ના જ નહિ આપણી બધી માલમિલકત માં પચાસ ટાકા ના ભાગીદાર છે કારણ કે જયારે પૈસા આપ્યા ત્યારે વ્યાજ લેવાની વાત પણ નહોતી માન્યા જેથી તે આપણા ભાગીદાર કહેવાય આજે આપણા માટે આના થી સારો દિવસ ના હોય જયારે આપણે તેના હક્ક ના રૂપિયા આપી દઈએ આમ કરી શેઠ વૃદ્ધ ના પગે પડી ગયા. અને તેને પેઢીમાંથી 50 ટકાનો હિસ્સો આપ્યો.

શેઠ ત્યાં દાદાના પગ પાસે બેસીને વર્ષો જૂની વાતો વાગોળતા રહ્યા અને એક બીજા વાતોમાં ખોવાઈ ગયા. દીકરો ત્યાં ઉભો ઉભો બધું જોતો રહી ગયો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો બધા લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel