અનમોલભાઈ સોની ને બેંક માં કામ હોવા થી આજે દુકાને તેના એક ના એક દીકરા ને મોકલ્યો. સુખી પરિવારનો એક નો એક દીકરો હોવાથી વધુ પડતા લાડ માં ઉછેર થયેલો. જેથી નાનામોટા સાથે કેવી રીતે વાત કરવી, માનસન્માન આપવું… તેની સમજણ હોવા છતાં તે ગમે ત્યારે ગેરવર્તન કરી લેતો.
અનમોલભાઈએ ઘરે થી સમજાવી ને મોકલ્યો હતો કે દુકાને કોઈ પણ આવે તેની સાથે શાંતિ થી વાતચીત કરજે અને બીજું કોઈ ખાસ કામ હોય તો મને ફોને કરજે. દીકરો દુકાને પહોંચી ગયો અને પોતાની કેબિન માં બેઠો હતો. માણસો કામકાજ કરી રહ્યા હતા. તેવા માં એક માણસ શેઠ ના દીકરા પાસે આવે છે. અને કહે છે કે એક મોટી ઉંમરના ભાઈ આવ્યા છે મોટા શેઠ ને મળવા માંગે છે.
શેઠ ના દીકરા એ પોતની કેબીન માં બોલાવ્યા થોડીવાર માં એક વૃદ્ધ દાદા હાથમાં લાકડી લઈને તેની સામે ધીરે ધીરે ચાલતા આવે છે. દીકરો તે દાદાને સામે ખુરશી માં બેસાડે છે. માણસ પાસે દાદા માટે ચા-પાણી મંગાવે છે. બાદ માં પૂછે છે દાદા તમારે મારા પિતાજી નું શું કામ હતું? ત્યારે દાદાએ પોતાના ખિસ્સા માંથી એક નાની અને અત્યંત જૂની ચિઠ્ઠી કાઢી અને શેઠ ના દીકરાને આપીને કહ્યું કે મારે આ ચિઠ્ઠીમાં લખેલું છે તેમ દસ તોલા સોનું લેવાનું છે.
ચિઠ્ઠી એટલી જૂની હતી કે તેનો કાગળ પણ પીળો પડી ગયો હતો અને અત્યંત જૂનો થઈ ગયો હતો. તેમ છતાં દીકરાએ તેથી લીધી અને જોયું.
દીકરાએ ચિઠ્ઠી જોઈને વાંચ્યું ચિઠ્ઠીમાં દસ તોલા સોનું લેવાનું લખ્યું હતું. પરંતુ તેનો ભાવ 1600 રૂપિયા હતો. આ વર્ષો જૂની ચીઠી જોઈ ને શેઠ નો દીકરો ગુસ્સા થી લાલપીળો થઇ ગયો અને કહેવા લાગ્યો કે તમે પચાસ વર્ષ પહેલા મારા દાદા ને સોળસો રૂપિયા આપ્યા હતા… ત્યારે તમે કહો છો તેમ 160 રૂપિયા ભાવ હશે પરંતુ હવે તો સોના નો ભાવ પચાસ હજાર છે… તો આ ભાવ માં તમને સોનુ નો મળે અમે બહુ બહુ તો તમને તમારા રૂપિયા આપી શકીએ.
શેઠ ના દીકરા ની વાત સાંભળી ને વૃદ્ધ દાદા કંઈ બોલ્યા વગર બેસી રહ્યા, જાણે કંઈક વિચારી રહ્યા હોય એવામાં થોડીવાર પછી શેઠ દુકાન માં આવ્યા બધા માણસો ના કામ માં નજર કરી ને શેઠ કેબીન માં આવે છે. અને દીકરો કહે છે કે આ વૃદ્ધ પચાસ વર્ષ પહેલા ની એક ચીઠી લઇ ને આવ્યા છે અને કહે છે મારે દસ તોલા સોનુ લેવાનું છે…