એક ઘરડા માણસને તેના જીવનમાં ઘણા અફસોસ થયા હતા. તે મનોમન વિચારી રહ્યો હતો કે હવે પહેલા જેવો જમાનો નથી રહ્યો કે પાછળના જન્મનું કરજ તમે આગળના જન્મમાં ચૂકવો. હવે આ આધુનિક યુગમાં બધું જાણે હાથોહાથ થઈ ગયું હોય તેવું લાગે છે.
તેણે ઘણી વસ્તુ ટાંકી હતી જે આજના જમાનાને અનુરૂપ બંધ બેસે છે. ચાલો જાણીએ તેને શું કહ્યું હતું. અને જો તમારી ઉંમર ૫૦થી વધુ હોય તો આ બધા મુદ્દાઓ અચૂક વાંચજો.
તમારા પોતાના કે પછી સ્થાયી રહો જેથી સ્વતંત્ર જીવન જીવવાનો આનંદ લઈ શકો.
તમારું જેટલું પણ બેંક બેલેન્સ હોય તે મને તમારી ભૌતિક સંપત્તિ તમારી પાસે રાખો. વધારે પડતા પ્રેમમાં પડીને તમારી સંપત્તિ તમારું બેલેન્સ કોઈના નામે કરવાનું વિચારતા પણ નહીં.
પોતાના બાળકો એ કરેલા તમને વાયદા પર નિર્ભર ન રહો કે તેઓ તમારી વૃદ્ધાવસ્થામાં સેવા કરશે. કારણકે સમય બદલવાની સાથે સાથે તેની પ્રાથમિકતા પણ બદલી જાય છે અને ક્યારેક ક્યારેક ઈચ્છા હોવા છતાં તે લોકો કંઈ કરી શકતા નથી.
એવા લોકોને તમારા મિત્ર મંડળમાં સામેલ રાખવો જે તમને તમારા જીવનમાં પ્રસન્ન જોવા માંગતા હોય, એટલે કે એવા મિત્રો તમારા મિત્ર મંડળ માં રાખો જે તમારા સાચા હિતેચ્છુ હોય.
કોઈની સાથે તમારી ગણના ન કરવી. અને ન તો કોઈની પાસે આશા રાખવી.
પોતાના સંતાનોના જીવનમાં ક્યારેય દખલઅંદાજી ન કરો, તેઓને પોતાની રીતે પોતાનું જીવન જીવવા દો અને તમે તમારી રીતે તમારું જીવન વ્યતિત કરો.
તમે તમારી વૃદ્ધાવસ્થા ને આધાર બનાવીને કોઈની પાસે સેવા કરાવવાનો કે તેનું સન્માન પામવાનો પ્રયાસ ક્યારેય ન કરવો.