50 વર્ષથી વધુ ઉમરના લોકો માટે આ લેખ તેના આવનારા જીવન માટે ખૂબ જ મહત્વનો છે… એક વખત અચૂક વાંચજો

લોકોની વાતો સાંભળો, ધ્યાનથી સાંભળો પરંતુ અંતે તો તમારા સ્વતંત્ર વિચારોના આધારે જ નિર્ણય લેવો.

ભગવાનને પ્રાર્થના કરો પરંતુ ભગવાન પાસે ભીખ ના માંગો, કારણકે ભગવાન પાસેથી માંગું જ હોય તો તમે માફી પણ માંગી શકો અથવા હિંમત પણ માંગી શકો.

પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન તમારે પોતાને જ રાખવું, તમારા ખોરાકનું તમારા ડાયેટનું વગેરે બધાનું ધ્યાન તેમજ તમારા આર્થિક સામર્થ્ય અનુસાર સારું અને પૌષ્ટિક ભોજન લેવાનું રાખો. આ સિવાય બને ત્યાં સુધી જે કામ તમારાથી હાથે થી થઈ શકતું હોય તે બીજા પર છોડો. નાના કષ્ટ પર ધ્યાન ન આપો કારણ કે ઉંમરની સાથે સાથે નાની મોટી શારીરિક સમસ્યાઓ થતી રહે છે.

પોતાના જીવનને હંમેશા ઉત્સાહપૂર્વક જીવવાનો પ્રયત્ન કરવો, હંમેશા પોતે પણ પ્રસન્ન રહેવું અને બને ત્યાં સુધી પ્રયત્ન કરવો કે આપણાથી બીજા પણ પ્રસન્ન રહે.

દર વર્ષે નાની એવી યાત્રા એક અથવા વધુ વખત કરવી જોઈએ આનાથી તમારા જીવન જીવવાનો નજરીયો પણ બદલી શકે છે.

કોઈ નાનીમોટી વાતમાં જો તકરાર થઈ જતી હોય તો તેને ઈગ્નોર કરવી અને તમારું જીવન તમારે સ્ટ્રેસ ફ્રી રહીને જીવવાનો પ્રયત્ન કરવો.

તમે જાણતા જ હશો કે જીવનમાં કોઇપણ વસ્તુ સ્થાયી નથી, એટલે કે તમારી પાસે સમસ્યાઓ હોય તો સમજ્યા પણ રહેતી નથી, ચિંતાઓ પણ જતી રહે છે આ વાત ઉપર કાયમ વિશ્વાસ રાખો.

પોતાના સામાજિક દાયિત્વ જવાબદારીઓ નો બોજ તમારા રિટાયરમેન્ટ સુધીમાં પૂરો કરી લેવો અને જીવનમાં હંમેશા યાદ રાખવું કે જ્યારથી તમે પોતાના માટે જીવવાનું શરૂ નહીં કરો ત્યાં સુધી હકીકતમાં તમે જીવન જીવવાનો આનંદ નહીં માણી શકો.

શું તમને આ પોસ્ટ ગમી? જો હા તો આને દરેક લોકો જોડે શેર કરજો અને આ પોસ્ટને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel