3 મિનિટ નો સમય કાઢી આ વાંચી લેજો, તમારો ભગવાન પરનો ભરોસો વધી જશે...
એક નાના ગામ માં એક સંત ફરતા ફરતા આવ્યા. અને ગામ ના પાદર માં આવેલ મંદિર માં તપ કરવા લાગ્યા. પરંતુ તેની તપ કરવા ની રીતભાત થોડી અલગ હતી, તે સંત એક લોઢાની સાંકળ થી પોતાને બાંધી ને મંદિર પાસે આવેલ કુવા માં ઊંધા લટકી ને તપ કરી રહ્યા હતા.
આ વાત ની ખબર પડતા ગામ ના લોકો અને આજુબાજુ ગામ ના લોકો મોટી સંખ્યા માં સંત ના દર્શન કરવા આવી રહ્યા હતા. તે સંત નું માનવું હતું કે આમ તપ કરવાથી ભગવાન બહુ જલ્દી થી તેના પર પ્રસન્ન થઇ જશે અને દર્શન આપશે અને પ્રસાદી માં કંઈક સિદ્ધિ આપશે.
સંત ની અલગ રીત જોઈ ને ગામલોકો, અને બીજા ગામ ના લોકો સંત થી અતિ પ્રભાવિત થયા. અને આખા પંથક માં સંત ના તપ કરવાની ચર્ચા થવા લાગી. ગામ ના એક યુવાને પણ સંત માંથી પ્રેરણા લઇ ને કુવા માં ઊંધા લટકી, અને તપ કરવા નું નક્કી કર્યું.
અને બીજા દિવસે તે એક દોરડા થી પોતાને બાંધી અને ઊંધા માથે કુવા માં લટકી ને તપ કરવાનું ચાલુ કરી દીધું, અને ભગવાન નું નામ લેવા નું શરુ કરી દીધું. તેના મન માં બિલકુલ નિર્દોષ ભાવ હતો, તેને ભગવાન પાસે થી કશું અપેક્ષા નહોતી, ફક્ત ભગવાન ના દર્શન કરવા ની ઇરછા હતી.
બે ત્રણ દિવસ પછી તે યુવાન નું દોરડું તૂટી ગયું, અને પોતે કુવા માં અંદર પડે તે પહેલા જ ભગવાને તેને પકડી લીધો, અને બહાર લાવી ને દર્શન આપ્યા. અને કહ્યું કે તારે જે જોઈતું હોય તે માંગ, પણ તે યુવાન ને તો ફક્ત ભગવાન ના દર્શન જ કરવા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જેથી તેને ભગવાન ને કહ્યું કે મારે કશું જોઈતું નથી બસ આપણા દર્શન થઇ ગયા એ મારા માટે બહુ છે. પરંતુ મારે આપને એક સવાલ કરવાનો છે કે એક સંત અમારા ગામ માં ઘણા સમય થી આ રીતે તપ કરે છે, તેને દર્શન આપવાના બદલામાં મને કેમ ત્રણ દિવસ માં દર્શન આપ્યા?
તે સંત તો મારા કરતા પણ વધારે સમય થી કુવા માં ઊંધા માથે લટકી ને તપ કરી રહ્યા છે? ત્યારે ભગવાને યુવાન ને જવાબ આપતા કહ્યું કે, સૌથી પહેલી વાત તો એ છે કે એ સંત ને ડર છે કે હું કુવા માં પડીશ તો મારુ મૃત્યુ પણ થઇ શકે, જેથી તે લોખંડ ની સાંકળ થી લટકી રહ્યા છે.
અને બીજી વાત એ કે તેને મારા દર્શન કરવા ની સાથે સાથે મારી પાસે થી કંઈક મેળવવાની ઇરછા છે, જયારે તારે મારા દર્શન કરવા સિવાય કોઈ જાત ની લાલચ નહોતી રાખી, જેથી મેં પહેલા તને દર્શન આપ્યા છે. અને તને મારા પર પૂરો વિશ્વાસ હતો.
કારણ કે તે દોરડા પર લટકી ને તપ કર્યું હતું અને ભગવાને તપ કરવાનો નિશ્વાર્થ ભાવ જોઈ ને એક મંત્ર આપ્યો, અને કહ્યું કે કોઈ પણ જાત ના બીમાર વ્યક્તિ ને હાથ ફેરવી અને આ મંત્ર બોલીશ ત્યારે તેની બીમારી તુરંત જ દૂર થઇ જશે, અને ભગવાન અદ્રશ્ય થઇ ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જીવન માં નિશ્વાર્થ કરવા માં આવતા કાર્યોમાં સફળતા મળવાના ચાન્સ વધારે હોય છે. જયારે પોતાના અંગત સ્વાર્થ થી કરવામાં આવતા કાર્યો માં, માર્યાદિત સફળતા મળતી હોય છે. આ રીતે જ ભગવાન પણ પૂરો વિશ્વાસ અને ભરોસો હોય ત્યારે જ આપણને સફળતા અપાવતા હોય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.