2000 ની નોટ અને 1 રૂપિયાનો સિક્કો બંને માંથી કિંમતી શું? આ વાંચીને તમારો વિચાર બદલી જશે…

એક વખત એક રૂપિયા નો સિક્કો અને બે હજાર ની નોટ એક વ્યક્તિ ના ખિસ્સા માં ભેગા થઇ ગયા. ત્યારે સિક્કો બે હજાર ની નોટ જોઈ રહ્યો જાણે દુનિયા માં કઈ નવું પ્રાણી આવ્યું હોય. તેમ ત્યારે બે હજાર ની નોટે સિક્કા ને પૂછ્યું કે કેમ આવી રીતે શું જોવે છે?

કોઈ દિવસ બે હજાર ની નોટ જોઈ નથી. ત્યારે સિક્કા એ કહ્યું કે હું આજે પહેલી વાર બે હજાર વાળી નોટ જોઈ રહ્યો છું. અને વિચારું છું કે આ નોટ માંથી બધા સિક્કા કરવામાં આવે તો કોઈ થી વજન પણ નો ઉઠાવી શકાય.

એટલા બધા સિક્કા થાય અને મેં હજુ એટલા સિક્કા એક સાથે જોયા પણ નથી. રૂપિયા ના સિક્કા એ કહ્યું તમારી કિંમત તો મારા થી બે હજાર ગણી વધારે છે. તો તમે મારા થી પણ વધારે ફર્યા હશો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને અનુભવ કર્યા હશે ને? ત્યારે બે હજાર ની નોટ કહે છે કે અમારા એવા નસીબ ક્યાં છે? કે અમે તારી જેમ આરામથી ફરી શકીએ. તું વિચારે છે એવું કશું નથી, મારો જન્મ થયો ને માત્ર થોડા જ દિવસોમાં એક ઉદ્યોગપતિ ના હાથ માં આવી ગયેલી. અને તેને મને તિજોરી માં કેદ કરી ને રાખી દીધી.

એક વાર એક લાંચિયા અધિકારી માટે મને તિજોરીમાંથી બહાર કાઢવામાં આવી. ત્યારે મને એમ થયું કે હાશ હવે ખુલ્લી હવા માં ફરવા મળશે. પણ તેને તો મને બેંક ના લોકર માં પુરી દીધી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને ફરી પાછા હતા ત્યાં ને ત્યાં! મારા હરવા ફરવા ના બધા સપના મુરઝાઈ ગયા. લગભગ બે વર્ષ પછી ત્યાંથી મને કાઢવામાં આવી. તો ફરી પાછું એક બિલ્ડર ને ત્યાં ગઈ. અને તેને પણ મને કોથળા માં કચરા ની જેમ ભરી અને એક અંધાયી કોટડી માં નાખી દીધી.

ત્યારે મને એમ લાગ્યું કે આ જીવન માં તો મારે કોઈ સજા જ ભૉગવવા ની હોય તેમજ અહીંયા થી ત્યાં કેદ થતી રહું છું. પણ સદ્નસીબે ત્યાં થી નીકળી ને આખરે હું મુક્ત હવા માં આવી ખરી અને ખુલ્લા વાતાવરણ માં શ્વાસ લેવાની તક મળી હવે તું કહે તારી અત્યાર સુધી ની સફર કેવી રહી.

ત્યારે સિક્કો હરખાતા હરખાતા બોલ્યો કે હું તો માણસો ને ખુબ જ કામ માં આવ્યો છું. સવાર થી સાંજ સુધી માં દસ થી પંદર જગ્યા એ ફરી લઉં છું. કોઈ ના ખિસ્સા માંથી સવાર સવાર માં ભિખારી ના હાથ માં પછી ત્યાં થી નીકળી ને કોઈ કરિયાણા વાળા ને ત્યાં દૂધ વાળા ને ત્યાં અને ફરતા ફરતા સાંજ સુધી માં નાના બાળક ના હાથ માં આવું અને તેને ચોકલેટ કે બિસ્કિટ લેવા માં મદદ કરું.

અને સવાર થી સાંજ સુધી નો થાક ત્યારે ઉતરી જાય જયારે એ બાળક મને વાપરી અને રાજી રાજી થઇ જાય. મંદિર ની આરતી ની થાળી માં ભગવાન ના ચરણો માં જઈ ને સાક્ષાત દંડવત કરવાનો લાભ મને મળ્યો છે. પણ એના થી વિશેષ આનંદ તો એ વાત નો છે કે મને લોકો એ વાપરી વાપરી અને ઘસી નાખ્યો છે.

હું લોકો ને એટલા કામ માં આવ્યો તેનાથી વધારે ખુશી મને એકેય વાત ની નથી. સિક્કા ની વાત સાંભળી ને બે હજાર ની નોટ ની આખો ભીની થઇ ગઈ. અને કહ્યું કે અમારી કિંમત ભલે ગમે એટલી હોય પણ તારા જેટલા નસીબદાર અમે નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

અને દુઃખ એ વાત નું છે કે તારી જેમ લોકો ના કામ માં આવવા માટે અમારું સર્જન જ થયું નથી. જેના હાથ માં આવીએ તે અમને કેદ કરીને તિજોરી કે પછી બેંક ના લોકર કે કોથળા માં ભરી ને છુપાવે છે.

માણસ નું પણ આવુ જ છે. આપણે ગમે તેટલા મોટા હોય પણ કોઈ ને કામ માં કે કોઈ ની ખુશી નું કારણ ના બનતા હોય તો આપણે બે હજાર ની નોટ જેવા થઇ જતા હોઇએ છીએ. પણ એક રૂપિયા ના સિક્કા જેવા બની જઈએ તો દરેક ને દરેક મિનિટે કામ માં આવીએ અને બે હજાર ની નોટ કરતા પણ વધારે ઉપયોગી થવાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team