2000 ની નોટ અને 1 રૂપિયાનો સિક્કો બંને માંથી કિંમતી શું? આ વાંચીને તમારો વિચાર બદલી જશે…

ત્યારે સિક્કો હરખાતા હરખાતા બોલ્યો કે હું તો માણસો ને ખુબ જ કામ માં આવ્યો છું. સવાર થી સાંજ સુધી માં દસ થી પંદર જગ્યા એ ફરી લઉં છું. કોઈ ના ખિસ્સા માંથી સવાર સવાર માં ભિખારી ના હાથ માં પછી ત્યાં થી નીકળી ને કોઈ કરિયાણા વાળા ને ત્યાં દૂધ વાળા ને ત્યાં અને ફરતા ફરતા સાંજ સુધી માં નાના બાળક ના હાથ માં આવું અને તેને ચોકલેટ કે બિસ્કિટ લેવા માં મદદ કરું.

અને સવાર થી સાંજ સુધી નો થાક ત્યારે ઉતરી જાય જયારે એ બાળક મને વાપરી અને રાજી રાજી થઇ જાય. મંદિર ની આરતી ની થાળી માં ભગવાન ના ચરણો માં જઈ ને સાક્ષાત દંડવત કરવાનો લાભ મને મળ્યો છે. પણ એના થી વિશેષ આનંદ તો એ વાત નો છે કે મને લોકો એ વાપરી વાપરી અને ઘસી નાખ્યો છે.

હું લોકો ને એટલા કામ માં આવ્યો તેનાથી વધારે ખુશી મને એકેય વાત ની નથી. સિક્કા ની વાત સાંભળી ને બે હજાર ની નોટ ની આખો ભીની થઇ ગઈ. અને કહ્યું કે અમારી કિંમત ભલે ગમે એટલી હોય પણ તારા જેટલા નસીબદાર અમે નથી.

અને દુઃખ એ વાત નું છે કે તારી જેમ લોકો ના કામ માં આવવા માટે અમારું સર્જન જ થયું નથી. જેના હાથ માં આવીએ તે અમને કેદ કરીને તિજોરી કે પછી બેંક ના લોકર કે કોથળા માં ભરી ને છુપાવે છે.

માણસ નું પણ આવુ જ છે. આપણે ગમે તેટલા મોટા હોય પણ કોઈ ને કામ માં કે કોઈ ની ખુશી નું કારણ ના બનતા હોય તો આપણે બે હજાર ની નોટ જેવા થઇ જતા હોઇએ છીએ. પણ એક રૂપિયા ના સિક્કા જેવા બની જઈએ તો દરેક ને દરેક મિનિટે કામ માં આવીએ અને બે હજાર ની નોટ કરતા પણ વધારે ઉપયોગી થવાય છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel