એક વખત એક રૂપિયા નો સિક્કો અને બે હજાર ની નોટ એક વ્યક્તિ ના ખિસ્સા માં ભેગા થઇ ગયા. ત્યારે સિક્કો બે હજાર ની નોટ જોઈ રહ્યો જાણે દુનિયા માં કઈ નવું પ્રાણી આવ્યું હોય. તેમ ત્યારે બે હજાર ની નોટે સિક્કા ને પૂછ્યું કે કેમ આવી રીતે શું જોવે છે?
કોઈ દિવસ બે હજાર ની નોટ જોઈ નથી. ત્યારે સિક્કા એ કહ્યું કે હું આજે પહેલી વાર બે હજાર વાળી નોટ જોઈ રહ્યો છું. અને વિચારું છું કે આ નોટ માંથી બધા સિક્કા કરવામાં આવે તો કોઈ થી વજન પણ નો ઉઠાવી શકાય.
એટલા બધા સિક્કા થાય અને મેં હજુ એટલા સિક્કા એક સાથે જોયા પણ નથી. રૂપિયા ના સિક્કા એ કહ્યું તમારી કિંમત તો મારા થી બે હજાર ગણી વધારે છે. તો તમે મારા થી પણ વધારે ફર્યા હશો.
અને અનુભવ કર્યા હશે ને? ત્યારે બે હજાર ની નોટ કહે છે કે અમારા એવા નસીબ ક્યાં છે? કે અમે તારી જેમ આરામથી ફરી શકીએ. તું વિચારે છે એવું કશું નથી, મારો જન્મ થયો ને માત્ર થોડા જ દિવસોમાં એક ઉદ્યોગપતિ ના હાથ માં આવી ગયેલી. અને તેને મને તિજોરી માં કેદ કરી ને રાખી દીધી.
એક વાર એક લાંચિયા અધિકારી માટે મને તિજોરીમાંથી બહાર કાઢવામાં આવી. ત્યારે મને એમ થયું કે હાશ હવે ખુલ્લી હવા માં ફરવા મળશે. પણ તેને તો મને બેંક ના લોકર માં પુરી દીધી.
અને ફરી પાછા હતા ત્યાં ને ત્યાં! મારા હરવા ફરવા ના બધા સપના મુરઝાઈ ગયા. લગભગ બે વર્ષ પછી ત્યાંથી મને કાઢવામાં આવી. તો ફરી પાછું એક બિલ્ડર ને ત્યાં ગઈ. અને તેને પણ મને કોથળા માં કચરા ની જેમ ભરી અને એક અંધાયી કોટડી માં નાખી દીધી.
ત્યારે મને એમ લાગ્યું કે આ જીવન માં તો મારે કોઈ સજા જ ભૉગવવા ની હોય તેમજ અહીંયા થી ત્યાં કેદ થતી રહું છું. પણ સદ્નસીબે ત્યાં થી નીકળી ને આખરે હું મુક્ત હવા માં આવી ખરી અને ખુલ્લા વાતાવરણ માં શ્વાસ લેવાની તક મળી હવે તું કહે તારી અત્યાર સુધી ની સફર કેવી રહી.