200 બાળકો ઉપર કરેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું કે 15 વર્ષ પછી આમાંથી 50% લોકો ગુનો કરીને જેલમાં હશે, 15 વર્ષ પછી જ્યારે પ્રોફેસર આ રિસર્ચ નું પરિણામ જાણવા માટે ગયા ત્યારે…

તપાસ કરતા પ્રોફેસરને જાણવા મળ્યું કે એક શિક્ષિકા આ દરેક વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવતા હતા, આ શિક્ષિકા પોતાના નિવૃત્ત થઈ ચૂક્યા હતા પરંતુ તેમ છતાં તે ઘરે બેસી રહેવાને બદલે અહીં આવીને બધા છોકરાઓને ભણવા માટે પ્રેરણા આપતા અને તેઓને સાચા અને સારા સંસ્કાર મળે એટલા માટે તેઓ આખો દિવસ આ વિસ્તારમાં જ રહેતા.

બધા છોકરાઓને ભણવા માં કોઈ મદદની જરૂર હોય તો તેઓ કરતા અને સારા સંસ્કાર પણ આપતા. કોઈપણ છોકરાને ખરાબ ટેવ હોય તો એ ટેવ છોડાવીને સારી ટેવ અપનાવવા માટે કહેતા. પ્રોફેસર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો પાસેથી શિક્ષિકા નું સરનામું લઈને ત્યાં જવાનું વિચાર્યું.

પરંતુ બધાને તે શિક્ષિકા નું સરનામું પૂછ્યું તો બધા પાસેથી એક જ જવાબ મળ્યો કે તેઓને ખબર નથી કે એ ક્યાં રહેતા હતા અને અત્યારે ક્યાં રહે છે તેના વિશે પણ કોઈ જાણતું નથી. પ્રોફેસર ગમે તેમ કરીને તે શિક્ષિકાને મળવા માગતા હતા. લગભગ ઘણી બધી શોધખોળ કરી ત્યારે આખરે તે શિક્ષિકા મળી ગયા.

શિક્ષિકા પાસે જઈને પ્રોફેસરે તેને પૂછ્યું કે આ ઝૂપડપટ્ટીમાં રહેતા છોકરાઓને તમે ભણાવતા તેમાં આટલો બધો ફેરફાર કઈ રીતે લાવી શક્યા? એ શિક્ષકને જાણે બધું મોઢે હોય તે રીતે તરત જ કહ્યું કે મેં કોઈ જ ફેરફાર તેઓમાં નથી કર્યો, એ છોકરાઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને હું પણ એ છોકરાઓને ખૂબ જ પ્રેમથી રાખતી અને સમજાવતી.

બસ આટલું સાંભળીને પ્રોફેસર ત્યાંથી ઊભા થઇને જવા લાગ્યા, કારણકે તેને આખરે બ્રહ્મજ્ઞાન થઈ ચૂક્યું હતું કે નાની ઉંમરમાં બાળકોને જો સાચો પ્રેમ સાચી સમજણ અને સારા સંસ્કાર મળે તદુપરાંત સાચી શિક્ષા મળે તો બાળક નો ઉછેર ગમે ત્યાં થયો હોય પરંતુ મોટા થઈને એ બાળકો ખોટે રસ્તે જતા નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.