બોલિવૂડમાં જેને સ્વર કોકિલા પણ કહી શકાય તેવા લતા મંગેશકર હવે આ દુનિયામાં નથી રહ્યા, તેઓએ રવિવારે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે હવે તેની કારકિર્દીમાં હજારો ગીતો ગાયા હતા, અને લાખો લોકોને પોતાના અવાજથી દિવાના બનાવી દીધા હતા. જણાવી દઇએ કે તેઓને ક્રિકેટ નો પણ ઘણો શોખ હતો અને જ્યારે પણ તમને સમય મળતો ત્યારે તે ક્રિકેટ અચૂક જોયા કરતા. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે બીસીસીઆઇ પાસે ખેલાડીઓને આપવા માટે પૂરતા પૈસા નહોતા ત્યારે લતાજીએ તેઓની મદદ કરી હતી.
આ ખૂબ જ રસપ્રદ કિસ્સો છે, હકીકતમાં તેઓને ક્રિકેટથી ખૂબ જ લગાવ હોવાથી જ્યારે 1983 નો વર્લ્ડ કપ થયો ત્યારે લતાજી ત્યાં મેચ જોવા માટે ગયા હતા. તેઓ એક ઇન્ટરવ્યૂમાં પણ આ બાબત વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મેચ દરમિયાન ખૂબ જ સ્ટ્રેસ નો માહોલ હતો પરંતુ જેમ-જેમ મેચ આગળ વધતો ગયો તેમ મને પણ વિશ્વાસ થવા લાગ્યો હતો કે હવે ભારત જીતશે.
એવું પણ કહેવાય છે કે જ્યારે ભારત આ વિશ્વ કપ જીત્યું હતું ત્યારે પહેલી વખત વિશ્વકપ જીત્યું હતું અને એ સમયે બીસીસીઆઇ પાસે એટલા પૈસા પણ હતા નહીં કે તે પોતાના વિજેતા ખેલાડીઓને ઇનામ આપી શકે જોકે આજની તો પરિસ્થિતિ જ અલગ છે કારણકે આજે બીસીસીઆઇ પાસે પૈસાની કોઈ ખામી નથી. એ સમયે બીસીસીઆઈના અધ્યક્ષ મદદ માટે લતાજી પાસે ગયા હતા અને તેઓએ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ માં એક concert કરવા માટે કહ્યું હતું જેને લતાજીએ માન્ય રાખ્યું હતું ત્યાર પછી આ પ્રોગ્રામ થયા પછી ખૂબ હિટ ગયો હતો અને એમાંથી જેટલા પણ પૈસા ભેગા થયા એ પૈસામાંથી વિજેતા ખેલાડીઓને ઇનામ આપવામાં આવ્યું હતું.