15 વર્ષની ઉંમરમાં પ્રેગ્નન્ટ થઈ ગઈ, પછી ઘર છોડીને ભાગી ગઈ, થોડા સમય પછી તેની સાથે જે થયું તે જાણીને…

વ્યક્તિએ કહ્યું બેટા તું જરા પણ ચિંતા નહીં કર, તારા ઘરે હું ફોન કરીશ અને હું જ વાત કરીશ જો તે લોકો તારી સાથે વાત કરવામાં આવશે તો જ હું તને વાત કરાવીશ. થોડા સમય સુધી દીકરીએ બહાના કર્યા પરંતુ અંતે તેના ઘરના નંબર આપ્યા. વ્યક્તિએ ફોન લગાવ્યો અને સામેથી કોઈ સ્ત્રી વાત કરી રહી હતી.

સ્ત્રી લગભગ આ દીકરીની માતા જ હશે, તે વ્યક્તિ થોડો ગભરાઈ ગયો અને તેની ઓળખાણ આપી ત્યાર પછી કહ્યું કે તમારી દીકરી તમારી સાથે વાત કરવા માંગે છે. થોડા સમય સુધી ફોનમાં કશો અવાજ ન આવ્યો, પછી સ્ત્રી રડવા લાગી તરત જ વ્યક્તિએ ફોન દીકરીને આપ્યો અને દીકરી એક પણ શબ્દ બોલ્યા વગર તેની માતાને રડતી સાંભળી રહી હતી. પછી કહ્યું હેલો મમ્મી અને આટલું કહીને પોતે પણ રડી પડી. અને તરત જ ફોન પેલા વ્યક્તિને આપી દીધો… વ્યક્તિએ તેની મમ્મી સાથે વધુ વાતચીત કરી.

પછી સરનામું વગેરે જાણીને તે વ્યક્તિ પેલી દીકરીને લઈને બસ સ્ટેશને ગયો અને ત્યાર પછી ઘર સુધીની એક બસ ટિકિટ લઈ આપી દીધી. પછી એ દીકરીને થોડા પૈસા આપ્યા તેમજ બસ સ્ટેશનમાંથી બાળક માટે થોડા ડાઇપર લઈ આપ્યા, થોડું દૂધ અને તે દીકરી માટે રસ્તામાં કરવા માટે નાસ્તો લઇ આપ્યો.

એ દીકરી બસ રડતા રડતા એ વ્યક્તિનો વારંવાર આભાર માની રહી હતી અને કહી રહી હતી થેન્ક્યુ. બસ આવી એટલે બસમાં ચડતા પહેલા એ દીકરી તે વ્યક્તિને ભેટી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. વારંવાર તે વ્યક્તિનો આભાર માની રહી હતી, વ્યક્તિએ તેને સાંત્વના આપીને બસમાં બેસાડી દીધી અને ઘરે પહોંચીને તે વ્યક્તિ સાથે કોન્ટેક્ટ માં રહેવા માટે કહ્યું.

બસ ઉપડી અને તે દીકરીએ બસમાંથી એ વ્યક્તિને હાથ હલાવીને bye કહ્યું, બસ ત્યારથી જ એ દીકરી સાથે પહેલા વ્યક્તિનો સંબંધ જાણે ગાઢ થઈ ગયો.

દીકરી તેના ઘરે પહોંચી ગઇ અને એ વ્યક્તિ સાથે પણ વાતચીત કરી લીધી, બસ તે દિવસ પછી દર વર્ષે તહેવારોની સિઝન આવે ત્યારે એ દીકરી હોલી ડે કાર્ડ સૌથી પહેલા એ વ્યક્તિને મોકલે.

આજે તે દીકરી કોલેજમાં ભણી રહી છે અને ૨૪ વર્ષની થઇ ચૂકી છે, અને એ વ્યક્તિએ આ દીકરી ની મદદ કરી એ વાતની જાણ માત્ર તે વ્યક્તિને તેમજ પેલા કાફેના માલિક બે જ વ્યક્તિને ખબર છે. અને તે વ્યક્તિની ઓળખ આજ સુધી અજ્ઞાત છે.

આ અમેરિકામાં બનેલી સત્યઘટના છે, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. તેમજ આ સ્ટોરી અને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel