વાત ભારતની નથી, વાત વિદેશની છે. એક છોકરો હતો, છોકરાની ઉંમર લગભગ ૧૪ થી ૧૫ વર્ષની હશે. વિદેશના એક સ્ટોરમાંથી કોઈ વસ્તુની ચોરી કરી રહ્યો હતો અને ચોરી કરતા તે ઝડપાઇ ગયો હતો.
તરત જ દુકાનદારને ખબર પડી એટલે પોલીસને બોલાવી ને છોકરાને પોલીસના હવાલે કરી દીધો. છોકરાએ તે સ્ટોરમાંથી એક બ્રેડનું પેકેટ અને એક પનીર નું પેકેટ ચોરી કર્યું હતું.
મામલો અદાલતમાં પહોંચ્યો એટલે છોકરા ને ત્યાં હાજર કરવામાં આવે છે, જજે આખો કેસ સાંભળ્યો પછી તે છોકરાને જજે પૂછ્યું શું તે ખરેખર સ્ટોરમાંથી બ્રેડ અને પનીર નું પેકેટ ચોરી કર્યું હતું?
છોકરો 10 સેકન્ડ સુધી કશું બોલ્યો નહીં અને માત્ર માથું નીચું કરીને ઊભો રહ્યો.
થોડા સમય પછી માથું આમાં ધુણાવીને જજ સાહેબને તેને કહ્યું કે હા.
જજ પણ થોડીવાર કશું બોલ્યા નહીં, પછી જજે છોકરાને ફરી પાછો એક સવાલ પૂછ્યો તે ચોરી શું કામ કરી?
છોકરાએ જજ સાહેબને જવાબ આપ્યો સાહેબ મારે જરૂર હતી.
જજ સાહેબે છોકરાને પૂછ્યું તો જરૂર હતી તો ખરીદી કરી લેવાય ને?
છોકરાએ જવાબમાં કહ્યું મારી પાસે પૈસા ન હતા.
જજ સાહેબે ફરી પાછો સામે જવાબ આપ્યો કે ઘર વાળા પાસેથી લઈ લેવાય ને.
છોકરાએ કહ્યું મારા ઘરમાં મારી માતા એક જ છે, તે બીમાર છે અને તે બેરોજગાર પણ છે. અને બ્રેડ અને પનીર બંને મારી માતા માટે જ મેં ચોરી કરી હતી.
વિદેશમાં અમુક ઉંમર થઈ જાય પછી છોકરાઓ પણ નાનું મોટું કામ કરીને પોતાની આવક કમાતા થઈ જતા હોય છે અને તેઓ પોતે પોતાનો ખર્ચો તો કાઢી જ લેતા હોય છે.
કદાચ એટલા માટે જ જજ સાહેબે ફરી પાછું છોકરાને પૂછ્યું તું કંઈ કામ નથી કરતો?
છોકરાએ જવાબમાં કહ્યું હું એક જગ્યા પર કારવોશ માં કામ કરતો હતો, પરંતુ મારી માતા ને લઈને હોસ્પિટલ જવાનું હતું એટલે મેં એક દિવસની રજા લીધી હતી. બીજા દિવસે ફરી પાછો કામ પર ગયો તો મને કામ કરવાની ના પાડી. અને મને કાઢી મૂક્યો.
જવાબ સાંભળીને સહજતાથી જજ સાહેબે ફરી પાછું પૂછ્યું તો પછી કોઈ બીજા પાસેથી મદદ માંગી લેવાય ને?
છોકરા એ તરત જજ સાહેબને જવાબ આપ્યો સવારે હું ઘરે થી નીકળ્યો હતો, ત્યારથી લગભગ ઓછામાં ઓછા 20 થી 25 લોકો પાસે જઈને મદદ માંગવાની કોશિશ કરી. પરંતુ કોઈએ મારી મદદ કરી નહીં. અંતે બધા પ્રયાસો પછી મેં આખરે આ પગલું ભર્યું હતું.
આ જવાબ સાંભળીને જજ સાહેબ કશું બોલ્યા નહીં, અદાલતમાં સન્નાટો છવાઈ ગયો થોડા સમય સુધી અદાલતમાં તો જાણે ટાંકણી પડે તો પણ અવાજ આવે એટલી બધી શાંતિ થઈ ગઈ.
થોડા સમય પછી જજ સાહેબે પોતાનો ફેંસલો સંભળાવવાનું શરૂ કર્યું.
જજ સાહેબે કહ્યું ચોરી અને ખાસ કરીને બ્રેડ ની ચોરી એ ખૂબ જ શર્મનાક ગુનો છે. અને આ ગુનામાં અહીં હાજર દરેક વ્યક્તિ જવાબદાર છે.
બધા લોકો ના ચહેરા પર આશ્ચર્ય પ્રસરી ગયું.
સત સાહેબ એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું અદાલતમાં હાજર મારા સહિત દરેક લોકો આ ગુનામાં ગુનેગાર છે. એટલા માટે અહીં હાજર રહેલા દરેક વ્યક્તિ ઉપર 10 10 ડોલર નો દંડ લગાવવામાં આવે છે.
અહીં હાજર દરેક વ્યક્તિ 10 ડોલર આપ્યા પહેલા અહીંથી ક્યાંય પણ બહાર નીકળી નહીં શકે. જજ સાહેબે પોતાની વાતને આગળ વધારતાં કહ્યું તદુપરાંત હું આ સ્ટોર ઉપર પણ 1000 ડોલરનો દંડ ફટકારવાનો આદેશ આપું છું કારણકે એક ભૂખ્યા બાળક પાસેથી અમાનવીય વ્યવહાર કરીને તેણે તેને પોલીસના હવાલે કર્યો. અને જો ૨૪ કલાકમાં આ દંડ જમા નહીં કરાવે તો આ સ્ટોરને કોર્ટ દ્વારા સીલ કરવા નો હુકમ બહાર પડશે. અને દંડની પૂરેપૂરી રકમ આ છોકરાને આપીને કોર્ટ આ છોકરા પાસેથી માફી માંગે છે.
જજ સાહેબ એક પછી એક પોતાની વાત રજૂ કરી રહ્યાં હતા અને ત્યાં હાજર બધા લોકોના ચહેરા પર આશ્ચર્ય હતું.
આટલું કહીને જજ સાહેબે પોતાની પેન સાઈડ પર રાખી પોતાની જગ્યા પરથી ઊભા થઈને મુખ્ય દરવાજેથી બહાર જતા રહ્યા.
દરવાજામાંથી બહાર જતી વખતે પોતાના આંખના ભીના થઈ ગયેલા ખૂણાને આંગળીથી લૂછતાં જતા હતા.
આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…
શું તમને આ કિસ્સો વાંચીને પસંદ પડ્યો? જો તમે આવા વધુ કિસ્સાઓ વાંચવા માંગતા હોય તો કમેન્ટમાં જણાવજો. જેથી અમે આવા વધુ કિસ્સાઓ તમારી સમક્ષ રજૂ કરી શકીએ. અને જજ સાહેબના આ નિર્ણય અને ફેંસલાને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.