એક ગામડાની આ વાત છે. એ ગામડા ની વસ્તી આજુબાજુના ગામડાઓમાં કરતાં ઘણી ઓછી હતી કદાચ વસ્તી ગણતરી કરવામાં આવે તો લગભગ બે હજાર માણસો એ ગામડામાં રહેતા હશે. ગામડામાં બધા લોકો હળીમળીને રહેતા તેમાં એ ગામડા માં એક માણસ આંધળો હતો એટલે કે પોતાની આંખેથી જોઈ શકતો નહીં. અને એક માણસ લંગડો હતો, આથી તે ચાલી શકતો નહીં.
પરંતુ આ બંને લોકો પોતાનું રોજીંદુ ઘરનું કામ કહો કે ખાવા-પીવાનું આ બધું કામ પોતે કંઈ ને કંઈ કરીને પૂરું સંભાળી લેતાં. ગામડાના લોકો પણ તેને મદદ કરવા માટે ઘણી વખત આવી જતા.
એક દિવસ સવારના અચાનક ગામડા માં આગ લાગી અને ધીમે ધીમે આ આગ આખા ગામડામાં પ્રસરી રહી હતી. જેમ જેમ લોકોને ખબર પડી રહી હતી કે ગામડા માં આગ લાગી રહી છે તેમ તેમ બધા લોકો ગામડાની બહાર જવા માટે ભાગવા માંડ્યા.
આગ પણ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઇ રહી હતી અને બધા લોકો આમ-તેમ ભાગી અને ગામની બહાર નીકળવા લાગ્યા.
પોતાના ઘર-કીમતી સામાન બધુ ત્યાં ને ત્યાં છોડીને જીવ બચાવવા માટે ગામની બહાર ભાગી રહ્યા હતા. ધીમે ધીમે ગામ માં આગ લાગવાની ખબર પેલા બંને માણસ સુધી પહોંચી ગઈ.
તે બંનેની તકલીફ તો એ હતી કે એકને કંઈ આંખે દેખાતું ન હતું તો એક માણસ ઝડપથી ચાલી શકતો ન હતો.
ઘણી વખત ગામના લોકો આવીને તેને મદદ પણ કરી જતા પરંતુ અત્યારે સંજોગો જ એવા હતા કે તે બંને લોકો રાડો પાડીને ગામના લોકોને મદદ કરવા માટે બોલાવી રહ્યા હતા પરંતુ બધા લોકો પોતાનો જીવ ને જોખમમાં મૂકીને આ બંને ને બચાવવા કઈ રીતે આવે? અને બધા જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ગામની બહાર ભાગી રહ્યા હતા.
અને ગામના લોકો તેની સાથે તેઓ ના સંતાનો ને વગેરેને લઈને પણ બચાવીને ભાગી રહ્યા હતા.